યુવાન લોકો પૂછે છે . . .
હું કઈ રીતે કમાઈ શકું?
“હું ઘણું કમાઈ શકું એવી નોકરી મને જોઈએ છે.”—તાનિયા.
ઘણા યુવાનો તાનિયાના મંતવ્ય સાથે સહમત થાય છે. રાજુ નામનો યુવાન કહે છે, “મારે પૈસા જોઈએ છે જેથી હું સ્કૂટર ખરીદી શકું. વળી હું મનગમતા કપડાં ખરીદી શકું. હું દરેક બાબતો માટે મારાં માબાપ પર આધારિત રહેવા ઇચ્છતો નથી.” યુવાન સોનિયા પણ એ જ કારણથી નોકરી કરવા માંગે છે. તે કહે છે, “હું છોકરી છું, અને મને ખરીદી કરવાનું ગમે છે.”
તો પછી, એમાં કંઈ નવાઈ નથી કે યુ.એસ.ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ સામયિક અનુસાર, “[યુ.એસ.] હાઈસ્કૂલના ૪માંથી ૩ નાના કે મોટા યુવાનો હવે શાળા પછી અને સપ્તાહ અંતે કામ કરવા જાય છે.” આ કંઈક અંશે આજના ભૌતિકવાદી જગતમાં ઘણું ફેલાયેલા “દ્રવ્યનો લોભ”નું બિનસમતોલપણું બનાવે છે. (૧ તીમોથી ૬:૧૦) તેમ છતાં, આવક મેળવવાનું ઇચ્છનાર બધા યુવાનો ભૌતિકવાદમાં ફસાતા નથી.
બાઇબલ કહે છે, “દ્રવ્ય આશ્રય છે.” (સભાશિક્ષક ૭:૧૨) યુવાન ખ્રિસ્તી તરીકે તમે પૈસા કમાવાનું ઇચ્છી શકો તે માટે ઘણાં બધાં યોગ્ય કારણો પણ હોય શકે.a દાખલા તરીકે, એવયન શા માટે સપ્તાહમાં બે દિવસ કામ કરે છે એ સમજાવે છે: “એ મને નિયમિત પાયોનિયર [પૂરા-સમયના સુવાર્તિક] કાર્ય કરવા ટેકો આપે છે.”
a નવેમ્બર ૨૨, ૧૯૯૦; ડિસેમ્બર ૮, ૧૯૯૦ના (અંગ્રેજી) સજાગ બનો!; અને સપ્ટેમ્બર ૨૨, ૧૯૯૭ના અંકના સજાગ બનો!ના “યુવાન લોકો પૂછે છે . . .” શાળા પછી નોકરી કરવાની તરફેણમાં કારણો બતાવે છે.
એવા ઘણાં જ કારણો હોય શકે જેના કારણે તમને પણ પાર્ટટાઇમ નોકરી કરવાનું મન થશે. કદાચ તમારો ધ્યેય ખ્રિસ્તી મહાસંમેલનમાં જવાનો હોય શકે. અથવા તમારે વધારે કપડાંની જરૂર હોય શકે કે જે મંડળની સભાઓમાં પહેરવા યોગ્ય હોય શકે. દરેક બાબતમાં, પૈસા તો જરૂરી છે. સાચે જ, ઈસુએ વચન આપ્યું કે જેઓ ‘પહેલાં દેવના રાજ્યને શોધે’ છે તેઓને તે પૂરું પાડશે. (માત્થી ૬:૩૩) પરંતુ એનો અર્થ એવો નથી કે તમને આ બાબતમાં કંઈ ન કરવું જોઈએ. (સરખાવો પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩.) તો પછી, તમને પૈસા કમાવાની જરૂર હોય તો, તમે કેટલાક કયાં વ્યવહારું પગલાં લેશો?
શરૂઆત કરવી
એમ માની લઈએ કે તમારાં માબાપ તમને અમુક કલાક કામ કરવાની પરવાનગી આપે. તમારું પહેલું કામ તો એ છે કે તમારા પડોશીઓ, શિક્ષકો અને સગાઓને જણાવો કે તમે નોકરીની શોધમાં છો. તમને તેઓને સીધેસીધા પૂછતા શરમ આવતી હોય તો, તમે ફક્ત પૂછી શકો કે તેઓ યુવાન હતા ત્યારે તેઓએ કઈ રીતે નોકરી મેળવી. તેઓ તમને કેટલાક ઉપયોગી સૂચનો આપી શકે. વધારે લોકો જાણશે કે તમે નોકરી શોધી રહ્યો છો, તો એ સહેલું બનશે.
ત્યાર પછી, છાપામાં, દુકાનોમાં, તમારી શાળાઓમાં, અને માહિતી બોર્ડ પર તપાસ કરો. ડેવ નામનો યુવાન કહે છે, “એ જ રીતે મેં નોકરી મેળવી. હું છાપામાં જોતો, તેમજ તેઓને મારા વિષેની માહિતી ફેક્સ કરતો અને પછીથી તેઓને હું ફોન કરીને પૂછતો.” શું તમે જાણો છો, ઘણી નોકરી માટેની જાહેરાતો છાપામાં આવતી પણ નથી? સત્તર (અંગ્રેજી) સામયિક અનુસાર, કેટલાક અનુમાન કરે છે કે “દસમાંથી ત્રણ નોકરીઓ યોગ્ય વ્યક્તિઓ જો પૂછપરછ ન કરે ત્યાં સુધી કોઈને આપવામાં આવતી નથી.” કદાચ તમે માલિકને મનાવી શકો કે તમને કામની જરૂર છે અને તે તમને શોધી આપે.
પરંતુ કેવી રીતે? ‘મને એવો કોઈ અનુભવ નથી કદાચ તમે એમ વિચારશો.’ ફરીથી જરા વિચારો. શું કદીપણ તમારાં માબાપ બહાર ગયા હોય ત્યારે તમારા નાના ભાઈબહેનોની કે બીજાના છોકરાઓની સંભાળ તમે રાખી હતી? આ બતાવે છે કે તમે એક જવાબદાર વ્યક્તિ છો. શું તમે તમારા પિતાને સ્કૂટરનું સમારકામ કરવામાં મદદ કરી છે? એ બતાવે છે કે તમને મિકૅનિકના કામમાં રસ હોય શકે. કઈ રીતે ટાઈપ કરવું કે કૉમ્પ્યુટરનો ઉપયોગ કરવો એ તમે જાણો છો? અથવા શું તમે સજાવટ કરવામાં હોશિયાર છો? આ ભાવિ માલિકને સમજાવવાની જરૂર છે કે તમારી પાસે શાની આવડત છે.
તમારા શોખ અને રસ પ્રત્યે આંખ આડા કાન કરશો નહિ. દાખલા તરીકે, તમને સંગીતકલા આવડતી હોય તો, વાજિંત્રની દુકાનમાં કામ શોધી શકો. દેખીતી રીતે જ દુકાનમાં જે વેચે છે એમાં તમને રસ હોવાથી તમે ઘરાકના પ્રશ્નોના જવાબ સારી રીતે આપી શકશો.
નોકરી માટે અરજી કરવી
નોકરી માટે તમને ઇન્ટર્વ્યૂ આપવા બોલાવવામાં આવ્યા હોય તો શું? તમારા પહેરવેશ અને શણગાર પર ધ્યાન આપો, કેમ કે તમારો દેખાવ તમારા વિષે અભિપ્રાય આપે છે. એ જણાવી શકે કે તમે “જવાબદાર, સ્વચ્છ, વ્યવસ્થિત”—કે પછી એનાથી બિલકુલ વિરુદ્ધ છો. બાઇબલ વ્યવહારુ છે જ્યારે એ ખ્રિસ્તી સ્ત્રીઓને “મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે” એવું ઉત્તેજન આપે છે. (૧ તીમોથી ૨:૯) એ પુરુષોને પણ લાગુ પડે છે. ગમે તે પ્રકારની નોકરી માટે તમે ઇન્ટર્વ્યૂં આપવા જાવ ત્યારે અવ્યવસ્થિત અથવા મર્યાદા વગરના કપડાં પહેરશો નહિ.
તમારું વલણ અને રીતભાત પણ તમારા વિષે ઘણું બધું કહે છે. સોનેરી નિયમ અમલમાં મૂકો: જેવું તમે ઇચ્છો તેવું બીજા પ્રત્યે કરો. (માત્થી ૭:૧૨) તમારા ઇન્ટર્વ્યૂં માટે સમયસર પહોંચો. ઉત્સાહી અને સાવધ બનો. સારી રીતભાત બતાવો. આપવડાઈ કે વધુ પડતી આત્મ-પ્રશંસા કર્યા વગર સમજાવો કે શા માટે તમે એ નોકરી માટે લાયક છો એવું તમને લાગે છે. સ્પષ્ટ બનો.
કેટલાક અનુભવી લોકોએ ભલામણ કરી છે કે તમે બાયોડેટાની એક સ્વચ્છ અને વ્યવસ્થિત પ્રત તમારી સાથે લઈ જાવ (અથવા અગાઉથી મોકલો). એમાં તમારું નામ, સરનામું, ટેલિફોન નંબર, નોકરીનો હેતુ, શિક્ષણ (અથવા તમે કોઈ ખાસ શિક્ષણ મેળવ્યું હોય એના વિષે લખી શકો), અગાઉની નોકરીનો અનુભવ (એમાં પગાર અને સ્વૈચ્છિક કામ બંનેનો સમાવેશ થાય છે), ખાસ કુશળતા, વ્યક્તિગત રસ અને શોખ (એ તમારી ક્ષમતાઓ બતાવશે), અને એ પણ નોંધવું કે તમારી શાખ વિષે વધુ જાણવું હોય તો તેઓ માંગી શકે છે. તમે કદાચ તમારા માટે નોકરીની ભલામણ કરી શકે એવી કેટલીક વ્યક્તિઓનાં નામ, સરનામા અને ટેલિફોન નંબરની અલગ સૂચી પણ તૈયાર કરી શકો. અલબત્ત, તમે તેઓની અગાઉથી પરવાનગી માંગજો. એમાં અગાઉના માલિક, શિક્ષક, શાળાના સલાહકાર અને પુખ્ત મિત્રો—જેઓ તમારી આવડતો, ક્ષમતાઓ કે વ્યક્તિગત ખાસિયતની સાચી શાખ જણાવે, તેઓનો સમાવેશ કરી શકો.
પોતાનો ધંધો કરવો
તમારા સૌથી સારા પ્રયત્નો છતાં તમને નોકરી ન મળે તો શું? એવું ઘણા દેશોમાં થાય છે. પરંતુ હતાશ થશો નહિ. પોતાનો ધંધો શરૂ કરવો એ સૌથી સારો ઉપાય હોય શકે. એના લાભો? તમે તમારું પોતાનું સમયપત્રક બનાવી શકો અને તમે ઇચ્છો એટલું વધુમાં વધુ અને ઓછામાં ઓછું કામ કરી શકો. પરંતુ, પોતાનો ધંધો કરવામાં આળસુ નહિ, પણ સમયસર કામ શરૂ કરવા સ્વ-શિષ્ત અને મહેનતુ હોવું જરૂરી છે.
તમે કેવા પ્રકારનો ધંધો શરૂ કરી શકો? તમારા પડોશીઓ વિષે વિચારો. શું એવા કોઈ માલ કે સેવાની જરૂર છે એ બીજું કઈ ન પૂરું પાડી શકે? દાખલા તરીકે, ધારો કે તમને પ્રકૃતિ ગમતી હોય તો, તમે તમારા પડોશીના બાગમાં બાગકામ કરી શકો. અથવા તમે વાજિંત્રો વગાડી શકતા હો તો કદાચ તમે બીજાઓને વગાડતાં શીખવી શકો? અથવા બીજાઓને ઘણી વાર પસંદ ન હોય એવું કામ કરવા તૈયાર છો, જેમ કે કપડાં ધોવાં અને વાસણ માંજવા. એક ખ્રિસ્તીને જાત મહેનત કરવામાં શરમ લાગવી ન જોઈએ. (એફેસી ૪:૨૮) તેમજ તમે નવી કળા શીખી શકો છો. તમે પુસ્તકાલયમાં જાતે શીખવાના પુસ્તકોની તપાસ કરી શકો અથવા તમારા મિત્રને શીખવવાનું કહી શકો. દાખલા તરીકે, યુવાન યહોશુઆ મરોડદાર અક્ષરો લખવાની કળા શીખ્યો. ત્યાર પછી તેણે કંકોત્રી અને અન્ય પ્રકારના કાર્ડ પર ડિઝાઈનો કરવાનો નાનો ધંધો શરૂ કર્યો.—“તમે ધંધો શરૂ કરી શકો” બોક્સ જુઓ.
ચેતવણીના શબ્દો: બધી સમાવેશ થયેલી કિંમત અને ઘટકોનો એ ધંધો શરૂ કરો તે પહેલાં તેનો પૂરતો અભ્યાસ કરો કે શું ખર્ચ થશે અને એમાં શું સમાએલું છે. (લુક ૧૪:૨૮-૩૦) પહેલાં એના વિષે તમારાં માબાપ સાથે વાત કરો. વળી, એવો જ ધંધો કરતા બીજા લોકો સાથે પણ વાત કરો. શું તમને કર ભરવાની જરૂર પડશે? શું તમારે લેખિત પરવાનો કે પરવાનગી લેવાની જરૂર છે? સ્થાનિક અધિકારીઓ સાથે વધુ માહિતી માટે તપાસ કરો.—રૂમી ૧૩:૧-૭.
તમારું સમતોલન જાળવો!
સાચે જ, તમે જેટલું હાથ ધરી શકો એના કરતાં વધારે કરવું જોખમકારક હોય છે. લોરી-આને કેટલાક ધંધાદારી યુવાનો વિષે કહ્યું: “તેઓ શાળાનું ઘરકામ કરતા નથી, અને શાળામાં જરાય ધ્યાન આપતા નથી.” હા, દુનિયાના કેટલાક ભાગોમાં, પોતાના કુટુંબોની જરૂરિયાત પૂરી પાડવા માટે ઘણા કલાકો કામ કરવા સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. પરંતુ તમે એ પરિસ્થિતિમાં ન હોવ તો, શા માટે હદ ઉપરાંત કામ કરવું જોઈએ? જો શાળામાં ભણતા યુવાનો સપ્તાહમાં ૨૦ કલાકથી વધુ કામ કરે તો તે અતિશય કહેવાય, તેમજ જરાય ફાયદાકારક નથી. કેટલાક સપ્તાહમાં આઠથી દસ કલાક કામ કરવાની ભલામણ કરે છે.
તમારો મોટા ભાગનો સમય, શક્તિ અને સભાનતા શાળા પછીના કાર્ય માટે ઉપયોગ કરશો તો, તમારું આરોગ્ય, ગ્રેડ અને ખાસ કરીને આત્મિકતા ધીમે ધીમે ઓછી થઈ શકે. હા, ફક્ત પુખ્તો જ ‘દોલતની માયા તથા બીજી વસ્તુઓના લોભʼથી દબાઈ જાય છે એવું નથી. (માર્ક ૪:૧૯) તેથી સમતોલપણું જાળવો. સુલેમાને વધુ પડતા કામ વિરુદ્ધ ચેતવણી આપતા કહ્યું: “શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ મળે તે સારૂં છે.”—સભાશિક્ષક ૪:૬.
હા, પૈસા બનાવવા જરૂરી હોય શકે. અને આ કરવા માટેનું તમારું પ્રેરણાબળ યોગ્ય અને દૈવી હોય તો, અગાઉ જણાવેલા એવયનની જેમ તમે ખાતરી રાખી શકો કે યહોવાહ તમારા પ્રયત્નોને આશીર્વાદ આપશે. તેમ છતાં, તમે તમારા કામમાં ડૂબી ન જતા જેથી તમે ‘સૌથી મહત્ત્વની બાબતો’ અર્થાત્ આત્મિક હિતો ભૂલી ન જાવ. (ફિલિપી ૧:૧૦) પૈસા “રક્ષણ” આપી શકે, પરંતુ દેવ સાથેનો તમારો સંબંધ તમને ખરેખર સફળ બનાવી શકે!—સભાશિક્ષક ૭:૧૨; ગીતશાસ્ત્ર ૯૧:૧૪.
વધુ પડતું કામ કરવાથી તમારો ગ્રેડ નીચો જવાની શકયતા છે
તમે ધંધો શરૂ કરી શકો
• કપડાં વાસણ સાફ કરવા
• વર્તમાનપત્ર વેચવા કે પહોંચાડવા
• ખેતરમાં કામ કરવું
• બાગ કે લૉનનું કામ કરવું
• ટાઈપીંગ અને ઝેરોક્ષ કોપી કરવી
• બૂટપોલિસ કરવી
• કપડાંનું સમારકામ કરવું કે ઈસ્રી કરવી
• પેદાશ કરવી અને એને વેચવી
• મરધીઓને ઉછેરી અને ઈંડા વેચવા
• ટાઈપીંગ અને વર્ડ પ્રોસેસીંગ કરવું
• માલ પહોંચાડવો
• સંગીત કે અન્ય વિષયોનું ટયુશન આપવું