ભયાનક વિનાશ
“રાષ્ટ્રના ઇતિહાસમાં આ સૌથી ખરાબ કુદરતી વિનાશ હતો.” આ જાન્યુઆરીના બર્ફીલા વાવાઝોડાને ટોરન્ટો સ્ટારએ કહ્યું, કે જે કૅનેડાના ન્યૂ બ્રુન્સવીક અને ક્યુબેક ઓરીન્ટલ પ્રાન્તમાં થયું હતું. યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટને મેઈન અને ન્યૂ હેમ્પશેઈરને તેમજ વરમોન્ટ અને ન્યૂયૉર્કના ઉપરના કેટલાક વિસ્તારને આફતગ્રસ્ત જાહેર કર્યો.
લગભગ પાંચ દિવસના ઠંડીથી થીજાવી દેતા વરસાદ સહિત આવેલા વાવાઝોડાને કારણે લગભગ ૩૫ લોકો મૃત્યુ પામ્યા. આ પ્રકારનો વરસાદ સામાન્ય રીતે ફક્ત થોડા કલાકો માટે જ રહે છે, પરંતુ આ વખતે ઉપરનું ઉષ્ણ પડ ઠંડી હવા પર વધારે સ્થિર રહ્યું. તેથી વરસાદ જમીન પર પડે ત્યારે, એ તરત જ ઠરી જતો. એનાથી જમીન પર બરફ બેથી ત્રણ ઇંચ જામી ગયો. બરફના ભારથી ઘણા ઝાડ, વીજળીઘર, વીજળી થાંભલાઓ અને પ્રસારણ મથકો ભયંકર પરિણામો સહિત ભાંગી પડ્યા.
ક્યૂબેકમાં, સ્ટીલનાં મોટાં હજારો પ્રસારણ મથકો ચાંદીના પાતળા કાગળમાંથી બનાવ્યા હોય એમ પડી ગયા. એક ચિંતિત અપ-ડાઊન કરનારે બતાવ્યું: “મેં મારી નજરે [મથક] પ્લાસ્ટિકની જેમ વળી જતા જોયું. એ બે વખત વળ્યો, ત્યાર પછી દડા જેવો બની ગયો અને ભાંગી પડ્યો. વીજળીના તાર રસ્તાઓ પર જેમતેમ પડ્યા હતા. એક પડ્યા પછી, એની પાછળ બીજા ત્રણ પડ્યા.”
બરફ જામતા ૧,૨૦,૦૦૦ કિલોમીટર કરતાં વધારે વીજળીના તાર પડ્યા, જે પૃથ્વીને ત્રણ વખત વીંટાળવા પૂરતા હતા! કૅનેડામાં, ત્રણથી ચાર લાખ લોકો વીજળી અને ઘર ગરમ રાખવાની વ્યવસ્થા વગરના હતા. એમાંના કેટલાકે આ રીતે ત્રણ કરતાં વધારે સપ્તાહો વીતાવ્યાં.
મેઈનને, શાસક એગસ કિંગે કટોકટીનું રાજ્ય જાહેર કર્યું, કે જેમાં ૨,૦૦,૦૦૦ કરતાં વધારે લોકો પાસે વીજળી નહોતી. શાસકે કહ્યું, “આ રાજ્યને પહેલી વાર જ આટલી મોટી આફત નડી છે.” ન્યૂયૉર્કના જ્યોર્જ પાટાકીએ જાહેર કર્યું: “સમગ્ર દેશોમાં ક્યાંય વીજળી ન હતી.”
આ વાવાઝોડા દરમિયાન સેન્ટ. લોરેન્સ નદીના દક્ષિણ કિનારા પરના, કઈંક ૩૦,૦૦૦ લાકડાના વીજળીના થાંભલાઓનો નાશ થયો હતો. બર્ફીલા વરસાદના ૧૭ કલાક પછી, ઉત્તર દિશાના ન્યૂયૉર્કની એ નદીની નજીક રહેતા જીમ કેલીએ લખ્યું: “અમે બારીની બહાર કંઈ પણ જોઈ શકતા ન હતા. એ કંઈ અતિશય ઠંડી કે ધુમ્મસ જ ન હતા પરંતુ નક્કર બરફ હતો. ઘરની દરેક બાજુએથી અવાજો આવતા હતા.”
કેલીએ સમજાવ્યું: “દૂરથી તમે બંદૂકની ગોળી છોડવાના જેવા અવાજો સાંભળી શકતા હતા. ધડાકો! શાંતિ. ધડાકો! શાંતિ. ધડાકો, ધડાકો!” પછીથી તેને ખબર પડી કે એ ઝાડની ડાળીઓ તૂટવાનો અને ટૅલિફોનના થાંભલા પડવાનો અવાજ હતો.
આશ્ચર્યજનક રીતે, આટલા બધા વિનાશ છતાં, વિસ્તાર એકદમ સુંદર દેખાતો હતો. એવી ભીતિ હતી કે ઓન્ટેરિયોથી ૨૦ લાખ જેટલા મેપલના ઝાડ તૂટી ગયા હોય શકે, કે જેની અસર મેપલના ઝાડમાંથી રસ બનાવતા ઉદ્યોગને થઈ. એક ઉછેરનારે વિલાપ કર્યો: “ગગનચૂંબી ઝાડના ફક્ત ઠૂંઠાઓ જ બાકી રહી ગયા છે.”
“એક સુંદર યુદ્ધ વિસ્તાર”
કૅનેડાના બીજા નંબરના સૌથી મોટા શહેર મોન્ટ્રીઅલનું વર્ણન કરતા ટોરંન્ટો સ્ટારએ ઉપરનું મુખ્ય મથાળું આપ્યું. એક રહેવાસીએ ઉદ્ગાર કાઢ્યા, “રસ્તાઓ બોમ્બ ફેંક્યા હોય એવા થઈ ગયા હતા!” ફક્ત મોન્ટ્રીઅલના વિસ્તારોમાંના થયેલા નુકશાનનું શરૂઆતનો અંદાજ લગભગ ૫૦૦ લાખ ડૉલર હતો.
ઓન્ટેરિયાના બેલવેલના રહેવાસીએ કહ્યું: “અણુ યુદ્ધ થઈ ગયું હોય એવું લાગતું હતું. દરેક જગ્યાએ સફેદ ધૂળ હતી, એ કંઈક વિચિત્ર હતું.” તેણે એને “કંઈક વિચિત્ર સુંદરતા” કહી.
વિનાશના એક સપ્તાહ પછી, હજારો અને લાખો લોકો હજુ વીજળી વિનાના હતા અને સખત ઠંડી હતી ત્યારે, પોલીસે લોકોને આશ્રયસ્થાનોમાં ભેગા કરવાનું શરૂ કર્યું. એક અધિકારીએ પૂછ્યું “અમે તેઓને પૂછીએ કે તેઓને હુકમ આપીએ?”
એક અધિકારીએ કહ્યું, “તેઓએ બહાર નીકળવું જ પડશે. પરંતુ એ વિષે તમારે કૂનેહવાળા બનવું.” તેણે ઉમેર્યું: “તમે એવું વિચારો કે તમે યુદ્ધના સમયમાં છો.”
વિપત્તિઓના આરે
મોટા ભાગના મોન્ટ્રીઅલમાં વિજળી ન હોવાને કારણે, ટ્રાફિક લાઈટ કામ કરતી ન હતી અને ભૂગર્ભ માર્ગનું તંત્ર બંધ થઈ ગયું હતું. વાવઝોડાના છેલ્લા દિવસે, શહેરના પાંચ પ્રસારણ કેન્દ્રોમાંના ચાર બંધ થઈ ગયાં હતાં કે તૂટી પડ્યા હતા. એના શક્ય પરિણામો ક્યાં હતાં?
ક્યૂબેકના પ્રમુખ લ્યૂસિયન બૂચાર્ડે સમજાવ્યું, “બપોરે અમને ખબર પડી કે વીજળી તેમ જ પાણી બિલકુલ નહિ હોય. બે પ્લાન્ટ બંધ થઈ ગયા હોવાના કારણે ફક્ત બે કલાક વપરાય એટલું જ પાણી હતું.” લોકો મીણબત્તીનો ઉપયોગ કરતા હતા અને જરાય પાણી નહિ હોવાથી, વધારે વિપત્તિની શક્યતાઓ વધી પડી.
બે સપ્તાહ પછી બીજી એક વિપત્તિને અટકાવામાં આવી જ્યારે જાન્યુઆરી ૨૪ના રોજ, ૧,૮૮૯નું ટોળું સરકીટ સંમેલન માટે યહોવાહના સાક્ષીઓના મોન્ટેરીયલ સંમેલનગૃહમાં ભેગું થયું હતું. રાત્રે, મોન્ટેરલમાં દસ ઇંચ બરફ છવાઈ ગયો, અને સવારના સંમેલન કાર્યક્રમ દરમિયાન, દીવાલ અને છત પર તીરાડો પડી છે એવી ખબર પડી. બપોરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો, અને હાજરી આપનારાઓને ઘરે જઈ, પોતાના કપડાં બદલી, ત્યાં કામ કરવા પાછા ફરવાની વિનંતી કરવામાં આવી.
કલાકની અંદર ૩૦૦ સ્વયંસેવકો પાવડા, કોદાળી અને બીજાં સાધનો સહિત આવ્યા અને ૭,૧૦૦ ચોરસમીટરના વિસ્તૃત છતને સાફ કરવાનું શરૂ કર્યું. સપાટી પરનો સ્નો દૂર કર્યા પછી, એ ખબર પડી કે ઘણી જગ્યાઓએ બે કરતાં વધારે ફૂટ બરફ જામી ગયો હતો! બરફ કાપવાના સાધનનો ઉપયોગ કરી ચોરસ ટુકડામાં બરફ કાપવામાં આવ્યો અને એને છતની ધાર સુધી ઘસેડી લાવીને નીચે ફેંકવામાં આવ્યો. કંઈક ૧,૬૦૦ ટન જેટલો સ્નો અને બરફ દૂર કરવામાં આવ્યો! તપાસે પાછળથી બતાવ્યું કે પરિણામે, છત એની મૂળ સ્થિતિમાં આવી ગઈ અને દીવાલની તીરાડો પૂરાઈ ગઈ. રવિવાર સવારે સલામત રીતે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
તેઓએ એકમેકને મદદ કરી
સાચું, વરસાદ અને ઠંડીના સમયમાં કેટલાક લોકો બીજાઓની દરિદ્રતામાંથી લાભ લેતા હોય એવા વિસ્તારોમાં રહેતા હતા, પરંતુ પ્રથમ સદીની જેમ, ઘણાએ “અસાધારણ માયા” બતાવી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨) ન્યૂયૉર્ક, રોમનું ડેઈલી સેન્ટીનલે લોકોને મદદ કરવા આગળ આવેલા યહોવાહના સાક્ષીઓ વિષે કહ્યું: “માણસો વોટરટાઉનના રાજ્યગૃહ પાસે ગોઠવણ માટે ભેગા થયા અને ત્યાંથી અલગ અલગ સભ્યોના ઘરોની સોંપણી કરવામાં આવી. તેમજ તેઓએ પોતાની શેરીના પડોશીઓને પણ મદદ કરી.”
લેખે કહ્યું કે આ સહાયના પ્રયત્નો લોકો માટે સમાન હતા, તેઓએ “આદમ્સ, પોટ્સડમ, મલોન, ઓગ્ડેમબર્ગ, પ્લેટસબર્ગ, મસીની, ગૌનર અને એલનબર્ગના વિસ્તારોમાં મદદ કરી.” કેટલાક સ્વયંસેવકોએ અમુક કલાકો માટે ઘરોને ગરમી પૂરી પાડવા જનરેટર ચાલુ કરવા વાયરીંગ કર્યું. દુઃખદપણે, વિનાશ પછી ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્ય કરતાં પણ નીચું ગયું.
એક પ્રસંગે પોલીસે સાક્ષીઓને ઘરોની મુલાકાત લેતા જોયા અને તેઓ તેમને ચોર સમજ્યા. તેઓ શું કરે છે એ સાક્ષીઓએ સમજાવ્યું ત્યારે, એક પોલીસના માણસે કહ્યું કે આફતમાં, મારા પિતા સાક્ષી ન હોવા છતાં, મોન્ટ્રીઅલમાં રહેતા તેના પિતાને યહોવાહના સાક્ષીઓએ મદદ કરી હતી. આપવામાં આવેલી મદદ માટે દીકરાએ પોતાની કદર વ્યક્ત કરી.
ખાસ કરીને, આફતથી સખત રીતે અસર પામેલા દક્ષિણ મોન્ટ્રીએલના કેટલાક ૧૦૦ નગરના વિસ્તારને “અંધકારના ત્રિકોણ” તરીકે ઓળખવામાં આવે છે. વાવાઝોડાના દસ દિવસ પછી પણ, આ નગરોને વીજળી મળી ન હતી. હકીકતમાં, એક મહિના કરતાં વધારે સમયથી કેટલાક લોકો વીજળી વગરના હતા! ટોરન્ટો નજીકની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ આ વિસ્તારમાંના લોકોને મદદ પૂરી પાડવા ખાસ મુલાકાત લેવાની ગોઠવણ કરી. પુરવઠામાં તેલના દીવા, બેટરીઓ અને નાની બેટરીઓને ખટારાથી વિતરણ કેન્દ્ર પર લાવવામાં આવી, અને જરૂરિયાતવાળાને તેની વહેંચણી કરવામાં આવી.
આ વિસ્તારમાં રહેતા લોકોની જરૂરિયાતો નક્કી કરવા ખ્રિસ્તી વડીલોની પણ ગોઠવણ કરવામાં આવી. એક વડીલોના વૃંદે એક સપ્તાહની અંદર ૧૧ મંડળોની મુલાકાત લીધી. ઘણી ઉત્તેજનવર્ધક સભાઓ પણ ચલાવી. આ સભાઓ પછી, આત્મિક ઉત્તેજન આપવામાં આવ્યું હતું ત્યાંથી, કોઈ પણ પાછા ઘરે જવા માગતું ન હતું. લોકો ફક્ત ત્યાં જ રહ્યા, વાતો કરી અને અનુભવો સરખાવ્યા અને સંગતનો આનંદ માણ્યો. હકીકતમાં, આફતના સપ્તાહમાં સર્વ સમય કરતાં નિયમિત સભાઓની હાજરી શિખરે પહોંચી.
ગરમીના શ્રોત હતા તેવા ઘણાઓએ, જેમ કે લાકડા સળગાવવાનો સ્ટવ કે વીજળી પૂરી પાડવા જનરેટર હોય તેઓએ, પોતાનાં ઘરોમાં ગરમી ન હોય તેઓને આવકાર્યા. કેટલાક સાક્ષીઓ સાથે ૨૦ કરતાં વધારે લોકો તેઓની સાથે રહેતા હતા. વળી જે વિસ્તારમાં વીજળી ન હતી એની બહારના ઘણાએ રહેઠાણ પૂરું પાડ્યું. દાખલા તરીકે, સેપ્ટાઈલ્સ, જે “અંધકારના ત્રિકોણ” કહેવાતા વિસ્તારથી ૮૦૦ કિલોમીટર દૂર છે, ત્યાંના સાક્ષીઓએ ૮૫ કુટુંબોને રહેઠાણ આપ્યું.
રીમોક્સી જેવા દૂરના ગામડાઓના સાક્ષીઓ બાળવાના લાકડાં કાપી લાવ્યાં. કેટલાકે તેઓએ મોકલાવેલાં લાકડાં પર શાસ્ત્રવચનો લખ્યાં. એક સાક્ષીએ પોતાના બિન-સાક્ષી પડોશીને લાકડાની ભેટ આપી. પડોશીએ મેળવેલા લાકડાં પર ગીતશાસ્ત્ર ૫૫:૧૬ લખ્યું હતું: “યહોવાહ મારૂં તારણ કરશે.” એ જોઈને તેણે કહ્યું: “યહોવાહ તમારો આભાર.”
કયો બોધપાઠ?
તકલાદી વીજળીથી અને એના પર પોતાના આધારથી ઘણા લોકોને આઘાત લાગ્યો. “હું તમને જણાવું છું કે, અમે નવું ઘર બાંધીશું ત્યારે,” એક માણસે કહ્યું “ત્યાં લાકડા સળગાવવાનો સ્ટવ હશે, તેમાં જનરેટર હશે . . . , અને ત્યાં ગેસનો સ્ટવ હશે.”
આફતના લગભગ છ સપ્તાહ પછી, એક સમાલોચકે પ્રત્યાઘાત પાડ્યો: “જ્યાં જુઓ ત્યાં બરફ હતો, અંધકારપટ હતું, ટેલિવિઝન બંધ હોવાના કારણે, વિચારવા માટે ઘણો બધો સમય હતો.” ત્યાર પછી, તેણે નોંધ્યું: “અમને આ ઘટકોની અમારી નિર્બળતાથી આશ્ચર્ય થયું.”
બાઇબલ વિદ્યાર્થીઓ આ વસ્તુ વ્યવસ્થાને કાઢી નાખ્યા પછી પૃથ્વી પર ગોળાવ્યાપી પારાદેશ સ્થાપવાના દેવના વચનનું પ્રતિબિંબ પાડે છે. જેમ તેમણે એક વખતે જગતનો નાશ કર્યો હતો. (માત્થી ૨૪:૩૭-૩૯; ૨ પીતર ૨:૫) શસ્ત્રોમાં બદલી શકે એવા પોતાના ભંડારને બતાવતા, દેવ પૂછપરછ કરે છે: “શું તું બરફના ભંડારોમાં પેઠો છે? અથવા કરાંના [બરફના વરસાદનો સમાવેશ કરતાં] ભંડારો શું તેં જોયા છે? તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે.”—અયૂબ ૩૮:૨૨, ૨૩.
પ્રસારણ કેન્દ્રો ચાંદીના કાગળની જેમ વળી ગયા
સ્વયંસેવકોએ સંમેલન ગૃહ પરથી સ્નો અને બરફ દૂર કરીને શક્ય વિનાશને રોક્યો
આફતનો ભોગ બનેલાઓ માટે બાળવાના લાકડાં