વિશાળ સફેદ પક્ષીનું પાછા ફરવું
સ જા ગ બ નો ! ના જા પા ન માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
હાથમાં લાકડી લઈને માણસો, એક પછી એક સુંદર સફેદ પક્ષીઓને મારવા નીકળી પડ્યા. એ પક્ષીઓ આલ્બેટ્રોસ હતાં. માણસો: હાનેમોન ટામાઓકી અને તેના સાથીદારો. સ્થળ: ટોરીશીમા, ટોકિયોના દક્ષિણે લગભગ ૬૦૦ કિલોમીટર દૂર આવેલ એક ટાપુ. વર્ષ ૧૮૮૭નું હતું.
ટામાઓકીએ વર્ષોથી એ યોજના ઘડી હતી. દેશ વિદેશમાં ગાદલાંઓ માટે નાજુક પીંછાંની ખૂબ માંગ હતી, અને ટોરીશીમા એવું એકાંત સ્થળ હતું જેની વસ્તી ફક્ત હજારો આલ્બેટ્રોસ હતાં કે જે પ્રજનન માટે નિયમિત રીતે આવતાં હતાં. તેઓમાં નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસ ટામાઓકીને ખાસ આકર્ષતાં હતાં. એ ઉત્તર ગોળાર્ધનું સૌથી મોટું દરિયાઈ-પક્ષી હતું. કલ્પના કરો કે ભરાવદાર શરીર કેટલાં પીંછાથી ઢંકાયેલું હશે જેનું વજન લગભગ આઠ કિલોગ્રામ હતું અને એની પાંખો અઢી મીટરથી વધુ ફેલાયેલી હતી! વધુમાં, એ પક્ષી કહ્યાગરું હતું અને જોખમ હોય તો પણ ઊડી જતું ન હતું.
પક્ષીઓને મારી નાખીને પીંછા કાઢી લેવા મદદ માટે ટામાઓકી ૩૦૦ જેટલા કામદારોને લઈ આવ્યો. તેઓએ એક ગામ વસાવ્યું અને મરેલાં પક્ષીઓને લઈ જવા-લાવવા નાની રેલવે પણ બાંધી. કાર્ય એટલું સફળ રહ્યું કે ટામાઓકી—લગભગ ૫૦ લાખ પક્ષીઓને મારીને—જલદી જ ખૂબ ધનવાન બન્યો. વર્ષ ૧૯૦૨માં ટાપુનો જ્વાળામુખી ફાટી નીકળ્યો, અને સંહાર એટલો વિનાશક હતો કે ગામ તેમ જ એમાંના બધા રહેવાસીઓના વિનાશને, કેટલાકે “આલ્બેટ્રોસને મારી નાખવાના શાપ” તરીકે જોયો. તેમ છતાં પણ, બીજા વર્ષે, બચી ગયેલાં પક્ષીઓને શોધવા માણસો ફરીથી આવ્યા.
લગભગ ૧૫૦૦ કિલોમીટર દૂર પૂર્વ ચીન દરિયામાં, તાઇવાન અને ઓકીનાવાની વચ્ચે પહાડી ટાપુ પરની નિર્જન જગ્યાએ, ટાટ્શુહીરો કોગા નામનો માણસ એવો નફાકારક વેપાર કરી રહ્યો હતો. ટામાઓકીની જેમ, કોગાએ જોયું કે પક્ષીઓ પૂરાં પાડવાથી એની સંખ્યા ઘટી રહી છે. છેવટે, તેણે ૧,૯૦૦માં ટાપુ છોડી દીધો—પણ તે લગભગ દશ લાખ આલ્બેટ્રોસને મારી નાખી ચૂક્યો હતો.
લોભનું દુઃખદ પરિણામ
પક્ષીઓના એ જથ્થાબંધ આખો વિનાશ ગંભીર પરિણામો સાથેની દુઃખદ ઘટના હતી. આલ્બેટ્રોસની જુદી જુદી જાતિઓમાંથી ત્રણ ઉત્તર પૅસિફિકમાં રહેતી હતી, તેઓનો મુખ્ય વસવાટ એ ટાપુઓ પર હતો જેને ટામાઓકી અને કોગાએ ઉજ્જડ કરી દીધો. તેઓમાંના એક, નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસ (ડીઓમેડીઆ આલ્બેટ્રોસ), દેખીતી રીતે જગતમાં એનું બીજું કોઈ પ્રજનન સ્થાન હોય એમ જણાતું નથી.
પહેલાં નાવિકો આલ્બેટ્રોસને આશ્ચર્યથી દરિયામાં જોતા હતા. દરિયાની વાર્તાઓ એને, હવા, ઝાકળ અને ધુમ્મસના અગ્રદૂત તરીકે ચિત્રિત કરે છે. જોકે, આ સફેદ પક્ષીની વધુ પડતી લાંબી પાંખો કે જે તેને થોડા જ દિવસોમાં સમુદ્ર પાર કરાવી શકતી હતી એ કંઈ કાલ્પનિક વાર્તા નથી, જેઓ મોટા ભાગના સમયે જાણે કે પાંખો હલાવ્યા વગર હવાની સાથે સાથે ઉડતાં હતાં. પાંખો હલાવ્યા વગર ઊડવું અને દરિયા પર લાંબા સમય સુધી રહેવાની તેની ક્ષમતા અજોડ છે.
આલ્બેટ્રોસ આકર્ષક રીતે હવામાં ઊડી શકે છે છતાં, જમીન પર એની ચાલ ધીમી અને કઢંગી હોય છે. એની લાંબી પાંખો અને ભરાવદાર શરીરને કારણે તે ઝડપથી ઊડી શકતું નથી. એ કારણે તથા માણસોનો ભય વિકસ્યો ન હોવાને કારણે, એ પક્ષી જલદી શિકાર બને છે. એ કારણે, લોકોએ એને ગૂની પક્ષી કે મૉલીમૉક જેવું નામ આપ્યું.a
a “‘ગૂનીʼનું મૂળ ‘ગોની’ હતું, જે મૂર્ખ વ્યક્તિ માટે જૂનો અંગ્રેજી શબ્દ છે . . . ‘મૉલીમૉક’ જે ‘મૉલીહૉક’ અથવા ફક્ત ‘મૉલી’ પણ છે, જે ડચ ‘મૉલમૉક’ પરથી આવ્યું છે, જેનો અર્થ મૂર્ખ પક્ષી થાય છે.” (જગતનાં પક્ષીઓ, અંગ્રેજી, ઓલીવર એલ. ઓસ્ટીન, જૂનિયર દ્વારા) જાપાનીઝમાં “મહાન સફેદ પક્ષી” અર્થવાળા જૂના નામનું સ્થાન આહોડોરે શબ્દાવલિએ લીધું છે, જેનો અર્થ “મૂર્ખ પક્ષી” થાય છે.
મરેલા આલ્બેટ્રોસ પૈસા નિપજાવે છે એમ માનીને બિનજવાબદાર લોકો આનંદથી એનું નિકંદન કરતા હતા. સર્વેક્ષણ બતાવે છે કે ૧૯૩૩ સુધીમાં તો, ટોરીશીમા પર ૬૦૦ કરતાં પણ ઓછા પક્ષીઓ હતાં. નિરુપાય થઈને, જાપાની સરકારે માનવીઓ માટે ટાપુ પર પ્રવેશબંધી જાહેર કરી. પરંતુ સિદ્ધાંતહીન માણસો એ પ્રતિબંધ લાદવામાં આવે તે પહેલાં ટાપુ પરના જેટલાં પક્ષીઓને મારી નાખી શકે એ માટે ધસી ગયા. એક નિષ્ણાત અનુસાર, ૧૯૩૫માં, ફક્ત ૫૦ જ પક્ષીઓ બાકી રહ્યાં હતાં. છેવટે, નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસને લુપ્ત જાહેર કરવામાં આવ્યાં. માનવ લોભનું કેવું દુઃખદ પરિણામ! પરંતુ મોટું આશ્ચર્ય તો હજુ બાકી હતું.
ફરીથી શરૂઆત થવી
જાન્યુઆરી ૧૯૫૧ની એક સાંજે, એક માણસ ટોરીશીમાના પહાડ પર ચડતા ટેકરી પરના ઓચિંતા કલબલાટથી ચોંકી ગયો. તેણે આલ્બેટ્રોસ જોયાં! ટૂંકી-પૂંછવાળાં આલ્બેટ્રોસ કોઈક રીતે બચ્યાં હતાં અને ફરીથી ટોરીશીમા પર પ્રજનન કરી રહ્યાં હતાં. જોકે, આ સમયે પક્ષીઓ જમીનના ઢોળાવ પર માળો બાંધતાં હતાં કે જ્યાં પહોંચવું માનવીઓ માટે લગભગ અશક્ય હતું. અને એમ જણાતું હતું કે હવે તેઓ માણસથી ડરવા લાગ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓ કેટલા ખુશ થયા હશે!
જાપાની સરકારે ઝડપી પગલાં લીધાં. તેઓએ માળા માટે જમીનને મજબૂત બનાવવા પામપસ ઘાસ રોપ્યું અને ટોરીશીમા પર જવા માનવીઓ માટે પ્રતિબંધ મૂકી દીધો. આલ્બેટ્રોસને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવ્યું અને એ આંતરરાષ્ટ્રીય સુરક્ષિત પક્ષી બની ગયું.
જાપાનની ટોહો યુનિવર્સીટીના હીરોશી હાસેગાવા, ૧૯૭૬થી પક્ષીઓ પર અભ્યાસ કરી રહ્યા છે અને હવે એઓનું સર્વેક્ષણ કરવા વર્ષમાં ત્રણ વખત ટાપુની મુલાકાત લે છે. તેમણે સજાગ બનો!ને જણાવ્યું કે દર વર્ષે જુદા જુદા રંગની રીંગ પક્ષીઓના પગે પહેરાવીને, તેમણે શોધ્યું છે કે ત્રણ કે ચાર વર્ષોમાં ફક્ત એક જ વખત નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસ પ્રજનન માટે પોતાની જન્મભૂમિએ પાછા ફરે છે. તેઓ પ્રથમ છ વર્ષની ઉંમરે પ્રજનન કરે છે અને દર વખતે ફક્ત એક જ ઈંડું મૂકે છે. તેથી, ૨૦ વર્ષના સરેરાશ જીવનમાં પણ, એ પોતાની સંખ્યા વધારવા લાંબો સમય લે છે. ટોરીશીમા પર ૧૯૯૬/૯૭ના શિયાળા દરમિયાન ૧૭૬ ઈંડાં મૂકવામાં આવ્યાં હતાં, જેમાંથી ફક્ત ૯૦માંથી બચ્ચાં નીકળ્યાં.
બાકીના સમયમાં આલ્બેટ્રોસ શું કરે છે? હાસેગાવા કહે છે કે એ વિષે બહુ થોડી જાણકારી છે. એઓ નિશ્ચે જમીન અને લોકોથી દૂર રહે છે. શું આલ્બેટ્રોસ દરિયાઈ જહાજોનો પીછો કરી એની પર જઈ બેસે છે? હાસેગાવાના જણાવ્યા પ્રમાણે એ દંતકથા માત્ર છે, એને ટેકો આપતો કોઈ પુરાવો નથી. તે કહે છે કે તેને ખાત્રી છે કે “જાપાનીઝ આલ્બેટ્રોસ જહાજો પર બેસતા નથી.” પરંતુ તે ઉમેરે છે કે જગતમાં બીજે ક્યાંય “કેટલાંક પક્ષીઓને ખોરાક આપવામાં આવે તો થોડો સમય જહાજની આસપાસ તેઓ મંડરાય છે.” મોટા ભાગના સમયે, તેઓ જે કરી શકે છે તે કરે છે—હવાના અનુકૂળ તરંગો પર સવાર થઈને વિશાળ સાગરની ભ્રમણા કરે છે. એઓ થાકી જાય છે ત્યારે, દરિયામાં તરતા તરતા સૂઈ જાય છે. એઓ સ્કવીડ, ઉડણ માછલી, કરચલા, અને ઝીંગા ખાય છે. જે પક્ષીઓના પગે હાસેગાવાએ રીંગ પહેરાવી છે, તે નિયમિત રીતે બેરીંગ સમુદ્ર અને અલાસ્કાની ખાડીઓમાં નજરે પડે છે. અને ૧૯૮૫માં કેલિફોર્નિયાના કિનારે—લગભગ સદીમાં પહેલી વાર—નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસ જોવા મળ્યાં ત્યારે પક્ષી-દર્શકો મધ્યે ખૂબ હલચલ મચી ગઈ હતી.
ભવિષ્ય વિષે શું?
હકારાત્મક બાજુ જોતા, નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા મેમાં હાસેગાવાએ અંદાજ કાઢ્યો હતો કે “બચ્ચાં સમેત ૯૦૦ કરતાં વધુ પક્ષીઓ છે.” તે ઉમેરે છે: “૨,૦૦૦ની સાલ સુધી, દર વર્ષે ૧૦૦ બચ્ચાં જન્મે તો ફક્ત ટોરીશીમા પર જ ૧,૦૦૦ કરતાં વધુ પક્ષીઓ હોવાં જોઈએ.” રોમાંચક હકીકત એ છે કે ૮૮ વર્ષો પછી, ૧૯૮૮માં, તેઓ પૂર્વ ચીન દરિયામાં ફરીથી પ્રજનન કરતા દેખાયાં. પક્ષીઓએ સંઘર્ષમય વિસ્તારમાં ખડકીય જગ્યા પસંદ કરી છે, જ્યાં માનવવસ્તીથી સલામતીની ખાત્રી મળવી જ જોઈએ.
સો વર્ષો પહેલાંની ભૂલો ધીમે ધીમે સુધારવામાં આવી રહી છે. અથવા શું એ સાચું છે? સંશોધનકર્તાઓએ શોધ્યું છે કે નિશાની માટે પક્ષીઓને પકડવામાં આવે છે ત્યારે, એઓ હેબતાઈ જાય છે અને ઉલટી કરે છે. તેઓના પેટમાંથી પ્લાસ્ટિકના ટૂકડા, ફેંકી દીધેલા સીગારેટ લાઈટરો, અને બીજો કચરો કે જે લોકોએ, નિષ્કાળજીથી એઓના ખોરાક વિસ્તાર, સમુદ્રમાં ફેંકી દીધા હોય છે.
શું માનવીઓની ભૂલો વિશાળ સફેદ પક્ષીને ફરીથી ભયમાં મૂકશે?
આલ્બેટ્રોસની લાંબી, પાતળી પાંખો એને દુનિયાનું કુશળ ઉડાણ કરનાર બનાવે છે
ટોરીશીમા, નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસનું ઘર
નાની-પૂંછવાળાં આલ્બેટ્રોસ ટોરીશીમા
પર પાછા આવ્યાં છે