વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૬/૮ પાન ૧૮
  • તમારા જીવનની

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા જીવનની
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ક્રમાંક ૧: બગીચો વાવો
  • ક્રમાંક ૨: જથ્થાબંધ ખરીદો
  • ક્રમાંક ૩:
  • ક્રમાંક ૪: નાના પાયે પશુઉછેર અજમાવો
  • ક્રમાંક ૫: સ્વચ્છતા જાળવો
  • તંદુરસ્ત રહેવાની અમુક રીતો
    સજાગ બનો!—૨૦૧૫
  • તમારા સ્વાસ્થ્યને રક્ષવાના છ માર્ગો
    સજાગ બનો!—૧૯૯૭
  • સ્વચ્છતા ખરેખર એનો શું અર્થ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • સમજી-વિચારીને પૈસા વાપરો
    સજાગ બનો!—૨૦૨૫
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૬/૮ પાન ૧૮

તમારા જીવનની

ગુણવત્તા

સુધારવાના પાંચ માર્ગો

સજાગ બનો!ના મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકમાંના ખબરપત્રી તરફથી

ફુગાવો, બીમારી, ખામીયુક્ત પોષણ, ગરીબી—આ સમસ્યાઓ વિકાસશીલ દેશોમાં વ્યાપક છે. અને હાલમાં માનવ દૃષ્ટિબિંદુથી તો કોઈ તાત્કાલિક ઉપાય દેખાતો નથી. તમે વિકાસશીલ દેશમાં રહેતા હો તો, શું એવું કંઈક છે કે જેનાથી તમે તમારા જીવનની ગુણવત્તા સુધારી શકો? હા, છે! નીચે પાંચ સૂચનો આપવામાં આવ્યાં છે જે તમને મદદરૂપ અને વ્યવહારુ નીવડી શકે.

ક્રમાંક ૧: બગીચો વાવો

બાઇબલ નીતિવચન ૨૮:૧૯માં કહે છે, “જે માણસ પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળશે.” ખરેખર, જમીનના વાજબી નાના હિસ્સામાં કેટલું બધુ ઉગાડી શકાય એ જોતા તમને આશ્ચર્ય થઈ શકે. લેખક હેન્ક વાયેનબર્ગ પોતાના પુસ્તક લૅ જારડિન પોટાગર સોસ લેસ ટ્રોપીક્વેસ (ઉષ્ણકટિબંધમાં શાકભાજીનો બગીચો)માં દાવો કરે છે કે ૫૦થી ૧૦૦ ચોરસમીટર માપના જમીનના ટુકડામાં છ વ્યક્તિના કુટુંબને ખવડાવવા પૂરતું શાકભાજી ઉગાડી શકાય!

જે તમે પોતે ઉગાડી શકો એ માટે શા માટે પૈસા ખર્ચવા? જમીન અને હવામાનને આધારે, તમે ભીંડા, મરચાં, ભાજી (પાલક), અજમાનો છોડ, લેમનગ્રાસ, લીલી ડુંગળી, કસાવા, કોળું, શક્કરિયાં, શેરડી, ટામેટાં, કાકડી, અને મકાઈ જેવી વસ્તુઓ તમારા ઘરની આસપાસ ઉગાડી શકો. ઓછામાં ઓછું, આવો બગીચો તમારા કુટુંબને ખોરાક પૂરો પાડી શકે, અને તમે થોડું વધુ પણ ઉગાડી શકો કે જેને તમે વેચી શકો.

તમારી પાસે પૂરતી જમીન હોય તો, તમે જુદાં જુદાં પ્રકારનાં ફળનાં ઝાડ રોપવાનું પણ વિચારી શકો. કેટલાક કિસ્સામાં, ફળનું એક જ ઝાડ તમારું કુટુંબ ખાય શકે એ કરતાં વધુ ફળો ઉપજાવી શકે. ખાતર કઈ રીતે બનાવવું—મૂર્ત સેન્દ્રિય પદાર્થનો ખાતર તરીકે ઉપયોગ કરવા—વિષે શીખવાથી એ તમારા ખોરાકની પેદાશમાં સુધારો કરવામાં તમને મદદ કરશે. ઝાડ ખોરાક પૂરો પાડવા અને તમારા કુટુંબ માટે વધારાની આવક પેદા કરવા કરતાં વધુ કરી શકે. સારી જગ્યાએ ઉગાડેલાં ઝાડ છાંયો પણ આપી શકે, હવાને શુદ્ધ કરી શકે, અને તમારી આસપાસનું વાતાવરણ સુંદર અને આનંદદાયક બનાવી શકે.

તેમ છતાં, તમે ઉગાડવા વિષે થોડું જ જાણતા હો તો શું? શું તમારા એવા મિત્રો, પડોશીઓ કે ઓળખીતાઓ છે કે જેઓને આ સંબંધમાં અનુભવ હોય? તો પછી શા માટે તેઓને મદદ કે સલાહ માટે પૂછતા નથી? કદાચ તમે એવાં પુસ્તકો ખરીદી અથવા ઉછીનાં લઈ શકો જે માહિતી આપે કે કઈ રીતે ઉગાડી શકાય—મે ૨૨, ૧૯૭૪ના સજાગ બનો! (અંગ્રેજી) અંકમાં “શા માટે શાકભાજી ઉગાડતા નથી?” લેખ જુઓ.

ક્રમાંક ૨: જથ્થાબંધ ખરીદો

શું તમે લોટ, ચોખા, અને તેલ જેવી પાયારૂપ વસ્તુઓ થોડી થોડી ખરીદો છો? એમ હોય તો, તમે તમારા મોટા ભાગના પૈસા ખોટી રીતે વાપરતા હોય શકો. એને બદલે, શક્ય હોય તો, આવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ બે, ત્રણ, કે વધુ કુટુંબો ભેગા મળીને જથ્થાબંધ ખરીદી ખર્ચ વહેંચી લો. અમુક ફળો કે શાકભાજી ઋતુ સમયે જથ્થાબંધ ખરીદવાથી પણ તમે તમારા પૈસા બચાવી શકો. કેટલાક કિસ્સામાં, તમે વસ્તુઓને જથ્થાબંધના ભાવે પણ ખરીદી શકો.

ક્રમાંક ૩:

ખોરાકને જાળવી રાખવાની કળા શીખો

જથ્થાબંધ ખરીદી કરવાથી જલદી બગડી જતી વસ્તુઓને કઈ રીતે સાચવી રાખવી એ પ્રશ્ન ઊભો થાય છે. ખોરાકને સૂકવવો એ જાણીતી અને વ્યવહારું રીત છે. આફ્રિકાની મોટા ભાગની સ્ત્રીઓ ફળો, ભીંડા, કઠોળ, સ્કવોશ, કોળાના બી, અને હર્બ સૂકવીને જીવનને ગુણવત્તાવાળું બનાવે છે. સૂકવવા કોઈ ખાસ પ્રકારના સાધનની જરૂર નથી. વસ્તુને સ્વચ્છ ભોંયતળિયે પાથરી કે ઉપર લટકાવી શકાય, માખીઓ ન આવે માટે પાતળા કપડાથી ઢાંકી દઈ શકાય. બાકીનું કામ હવા અને સૂર્ય કરશે.—ઑગસ્ટ ૮, ૧૯૭૫ના સજાગ બનો! (અંગ્રેજી)ના અંકમાં “તમે મર્યાદિત ચીજવસ્તુઓથી ચલાવી લઈ શકો?” લેખ જુઓ.

ક્રમાંક ૪: નાના પાયે પશુઉછેર અજમાવો

શું તમારા પોતાના મરઘાં, બકરાં, કબૂતરો, કે બીજાં પ્રાણીઓ પાળવા શક્ય છે? ઘણાં સ્થળોએ માંસ મોજશોખની ચીજ બની છે. પરંતુ બીજાઓની થોડી મદદથી, તમે થોડા પ્રાણીઓ કઈ રીતે પાળવા એ શીખી શકો. તમને માછલી ભાવે છે? વારું, તો પછી તમે માછલીઓનું નાનું તળાવ કઈ રીતે બનાવવું એ શીખી શકો. માંસ, ઈંડા અને માછલી, લોહ, કેલ્સિયમ, વીટામીન્સ, ખનીજ, અને પ્રોટીન ધરાવે છે—જે તમારા કુટુંબના સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે.

ક્રમાંક ૫: સ્વચ્છતા જાળવો

સ્વચ્છતા પણ તમારા કુટુંબના સ્વાસ્થ્ય માટે મહત્ત્વની છે. ગંદકી ઉંદરો, માખીઓ, અને વંદાઓને નોંતરે છે—જે બધી પ્રકારની બીમારીઓનું મૂળ છે. સ્વચ્છતા જાળવવી સમય અને પ્રયત્ન માંગી લેશે. પરંતુ સ્વચ્છતાનો ખર્ચ દવાઓ અને ડૉક્ટરના બીલના ખર્ચ કરતાં સસ્તો પડે છે. સ્વચ્છતાનું ધોરણ કેટલીક હદે વ્યક્તિ-વ્યક્તિએ અને દેશથી દેશ જુદું હોય છે. તેમ છતાં, અમુક સામાન્ય સિદ્ધાંતો દરેક જગ્યાએ લાગુ પડે છે.

દાખલા તરીકે, જાજરૂ સવલતોનો વિચાર કરો. ગ્રામ્ય વિસ્તારોમાં એ વારંવાર ગંદવાડ અને તૂટી જવા દેવામાં આવે છે અને એ બીમારી અને રોગના ઉદ્‍ભવનું મોટું કારણ છે. સ્થાનિક સ્વાસ્થ્ય કર્મચારીઓ તમને કઈ રીતે ઓછા પૈસામાં સ્વચ્છ જાજરૂ બાંધવું એ પર સૂચનો પૂરાં પાડી શકે.

તમારા પોતાના ઘર વિષે શું? શું એ સ્વચ્છ અને વ્યવસ્થિત છે? શું એ દુર્ગંધ રહિત છે? તમારા રસોડા વિષે શું? શું એ સુઘડ અને સ્વચ્છ છે? તંદુરસ્ત રહેવા ખોરાક સ્વચ્છ અને યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ. પ્રદૂષણયુક્ત પાણીમાં કીટાણું અને પરોપજીવીઓ હોય છે. તેથી પાણીનો ઉપયોગ કરતા પહેલાં તેને ગાળો કે ઉકાળો. જમવા માટે વાપરવાનાં વાસણોને ગરમ પાણીથી વિછળો, અને ખોરાકને અડતા પહેલાં તમારા હાથ પૂરેપૂરી રીતે ધુઓ. પાણીને સ્વચ્છ, બંધ વાસણમાં ભરી રાખો.

તમે સ્વાસ્થ્યપ્રદ પરિસ્થિતિ જાળવવા માંગતા હો તો, કૂતરાઓ, બિલાડીઓ, મરઘાં, અને બકરાંને રસોડાની અંદર આવવા દેવા ન જોઈએ. ઉંદરો અને છછુંદરો તમારો ખોરાક ન બગાડે માટે તપેલીઓ અને તવાઓ પર દોડવા દેવા જોઈએ નહિ. સાદું ઉંદરિયું સમસ્યા હલ કરી શકે.—સપ્ટેમ્બર ૨૨, ૧૯૮૮ના સજાગ બનો! (અંગ્રેજી)ના અંકમાં “સ્વચ્છતાના પડકારોનો સામનો કરવો,” લેખ જુઓ.

આખરે, ફક્ત દેવનું રાજ્ય માણસજાતની દરેક સમસ્યાઓને પૂરેપૂરી રીતે હલ કરશે. (માત્થી ૬:૯, ૧૦) તેમ છતાં, એ સમય દરમિયાન, આ સાદાં સૂચનો તમારા જીવનની ગુણવત્તા સુધારવામાં તમને મદદ કરી શકે.

બગીચો વાવો

જથ્થાબંધ ખરીદો

ખોરાક જાળવી રાખવાની કળા શીખો

નાના પાયે પશુઉછેર અજમાવો

સ્વચ્છતા જાળવો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો