વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૭/૮ પાન ૨૮-૩૦
  • શા માટે તમારા ગુસ્સાને અંકુશમાં રાખવો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે તમારા ગુસ્સાને અંકુશમાં રાખવો?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • અપૂર્ણ માનવીઓ ગુસ્સે થાય છે ત્યારે
  • ખ્રિસ્તીઓ જવાબદાર છે
  • ગુસ્સો એક સમસ્યા
    સજાગ બનો!—૨૦૧૨
  • ‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ગુસ્સાને કાબૂમાં રાખીએ
    સજાગ બનો!—૨૦૧૨
સજાગ બનો!—૧૯૯૭
g97 ૭/૮ પાન ૨૮-૩૦

બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

શા માટે તમારા ગુસ્સાને અંકુશમાં રાખવો?

એ એક અમંગળ શરૂઆત હતી. “હવે આ ઘરનો વડો હું છું. તું મોડી આવીને મને પરેશાન કરી શકવાની નથી,” અનિલે પોતાની નવી નવોઢા, શીલાને રાડ પાડી.a ૪૫ મિનિટથી વધુ તે તેને ગમે તેમ બોલતો રહ્યો અને સોફા પરથી હટવા ના દીધી. ગાળાગાળી તેઓના લગ્‍નજીવનમાં સામાન્ય બની ગઈ હતી. દુઃખદપણે, અનિલનું ગુસ્સાવારું વલણ વધતું ગયું. તે બારણા પછાડતો, રસોડાના ટેબલ પર મારતો, અને કાર ચલાવતા સ્ટીઅરીંગ વીલ પર ફટકારતો, આમ બીજાઓનાં જીવનોને ભયમાં મૂકતો.

દિલગીરીભરી રીતે, તમે જાણો છો તેમ, આવાં દૃષ્યો વારંવાર સર્જાતાં રહે છે. શું આ માણસનો ગુસ્સો વાજબી હતો, અથવા તે મિજાજ ગુમાવી રહ્યો હતો? શું દરેક ગુસ્સો ખોટો છે? ગુસ્સો ક્યારે બેકાબૂ થઈ જાય છે? ક્યારે એ હદ વટાવી જાય છે?

અંકુશિત ગુસ્સો વાજબી હોઈ શકે. દાખલા તરીકે, પ્રાચીન, અનૈતિક શહેરો સદોમ અને ગમોરાહ વિરુદ્ધ દેવનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. (ઉત્પત્તિ ૧૯:૨૪) શા માટે? કારણ કે તે શહેરોની વસતી હિંસામાં પરોવાઈ હતી અને નીતિભ્રષ્ટ જાતીય આચરણો તરીકે, આખો પ્રદેશ જાણીતો હતો. દાખલા તરીકે, દૂતમય સંદેશવાહકોએ ન્યાયી માણસ લોટની મુલાકાત લીધી હતી ત્યારે, યુવાન અને વૃદ્ધ માણસોનું ટોળું લોટના મહેમાનો પર એક ટોળા તરીકે બળાત્કાર કરવા માંગતું હતું. યહોવાહ દેવ તેઓની ભારે અનૈતિકતા ઉપર વાજબી ગુસ્સે થયા હતા.​—ઉત્પત્તિ ૧૮:૨૦; ૧૯:​૪, ૫, ૯.

તેના પિતાની જેમ, સંપૂર્ણ માણસ ઈસુ ખ્રિસ્ત પ્રસંગોપાત ગુસ્સે થયા હતા. યરૂશાલેમમાંનું મંદિર દેવના પસંદ કરેલા લોકો માટે ઉપાસનાનું કેન્દ્ર હતું. એ “પ્રાર્થનાનું ઘર” હતું, જ્યાં વ્યક્તિઓ દેવને વ્યક્તિગત બલિદાનો અને અર્પણો રજૂ કરી શકતા અને જ્યાં તેઓને દેવના માર્ગોની માહિતી અને તેઓનાં પાપોની માફી અપાતી. મંદિરમાં તેઓ યહોવાહ સાથે વાતચીત કરી શકતા હતા. એને બદલે ઈસુના દિવસના ધાર્મિક આગેવાનોએ મંદિરને “વેપારનું ઘર” અને “લૂંટારાઓનું કોતર” બનાવ્યું. (માત્થી ૨૧:૧૨, ૧૩; યોહાન ૨:૧૪-૧૭) તેઓ બલિદાન તરીકે ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓના વેચાણથી વ્યક્તિગત નફો મેળવતા. વાસ્તવમાં, તેઓ લોકોને ચૂસી રહ્યા હતા. આમ, દેવના પુત્રએ પોતાના પિતાના ઘરમાંથી તે લૂંટારાઓને બહાર કાઢ્યા તે સંપૂર્ણ વાજબી હતું. આપણે ઈસુનો ગુસ્સો સમજી શકીએ છીએ!

અપૂર્ણ માનવીઓ ગુસ્સે થાય છે ત્યારે

અપૂર્ણ માણસો પણ અમુક સમયે યોગ્ય રીતે ગુસ્સે થઈ શકે છે. મુસાને જે થયું હતું એનો વિચાર કરો. ઈસ્રાએલપ્રજાને ચમત્કારિક રીતે મિસરમાંથી છુટાકારો મળ્યો હતો. યહોવાહે મિસરના લોકો પર દશ આફતોનો માર લાવીને મિસરના જૂઠા દેવો ઉપર પૂરેપૂરી રીતે પોતાની શક્તિ બતાવી હતી. પછી તેમણે લાલ સમુદ્રના ભાગ કરીને યહુદીઓ માટે છુટકારાનો માર્ગ ખુલ્લો કર્યો. ત્યાર પછી, તેઓને સિનાય પહાડની તળીએ દોરવામાં આવ્યા, જ્યાં તેઓને એક રાષ્ટ્ર તરીકે ભેગા કરવામાં આવ્યા હતા. એક મધ્યસ્થ તરીકે, મુસા દેવના નિયમો મેળવવા પહાડ પર ગયો. અન્ય નિયમોની સાથે, યહોવાહે મુસાને શિલાપાટીઓ ઉપર “દેવની આંગળી” દ્વારા લખેલ, દશ આજ્ઞાઓ આપી કે જે દેવે પોતે પહાડમાંથી કાપી હતી. તેમ છતાં, મુસા પહાડ પરથી નીચે ઉતર્યો ત્યારે, તેણે શું જોયું? લોકો સોનાના વાછરડાની મૂર્તિની ઉપાસના કરવા લાગ્યા હતા! તેઓ કેટલું જલદી ભૂલી ગયા! ફક્ત થોડા અઠવાડિયાં જ પસાર થયા હતા. યોગ્ય રીતે, “મુસાનો ક્રોધ તપી ઊઠ્યો.” તેણે શિલાપાટીઓ ભાંગી નાખી અને વાછરડાની મૂર્તિને ભાંગીને નાશ કર્યો.​—નિર્ગમન ૩૧:૧૮; ૩૨:​૧૬, ૧૯, ૨૦.

ત્યાર પછીના એક પ્રસંગે, લોકોએ પાણીની તંગી માટે ફરિયાદ કરી ત્યારે મુસાએ પોતાનો મિજાજ ગુમાવ્યો. ચીડાઈને, તેણે થોડા સમય માટે તેની નમ્રતાની ખ્યાતિ, અથવા મિજાજ ગુમાવ્યો. એ ગંભીર ભૂલ તરફ દોરી ગયું. ઈસ્રાએલના પૂરું પાડનાર તરીકે યહોવાહને મહિમાવાન મનાવવાને બદલે, મુસા લોકો સાથે કઠોર રીતે બોલ્યો અને પોતાના ભાઈ હારૂન અને પોતા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આમ, મુસાને શિક્ષા કરવું દેવને યોગ્ય લાગ્યું. તેમણે તેને વચનના દેશમાં પ્રવેશવાની પરવાનગી આપી નહિ. મરીબાહમાં આ બનાવ પછી, મુસાએ પોતાનો મિજાજ ગુમાવ્યો હોય એવો વધુ કોઈ ઉલ્લેખ નથી. દેખીતી રીતે, તે પોતાનો બોધપાઠ શીખ્યો.​—ગણના ૨૦:૧-૧૨; પુનર્નિયમ ૩૪:૪; ગીતશાસ્ત્ર ૧૦૬:⁠૩૨, ૩૩.

આમ, દેવ અને માણસો વચ્ચે તફાવત છે. યહોવાહ પોતાના ‘ગુસ્સાને અટકાવી શકે’ અને ગુસ્સાને લીધે નહિ, પોતાના શ્રેષ્ઠ ગુણ પ્રેમને કારણે, તે “મંદરોષી” છે. તેમનો ગુસ્સો હંમેશા ન્યાયી, હંમેશા વાજબી, હંમેશા નિયંત્રિત હોય છે. (નિર્ગમન ૩૪:૬; યશાયાહ ૪૮:૯; ૧ યોહાન ૪:૮) સંપૂર્ણ માણસ ઈસુ ખ્રિસ્ત હંમેશા પોતાના ગુસ્સાને અંકુશમાં રાખી શકતા હતા; તેમને “નમ્ર” તરીકે વર્ણવવામાં આવ્યા છે. (માત્થી ૧૧:૨૯) બીજી તર્ફે, અપૂર્ણ માણસ, મુસા જેવા વિશ્વાસુ માણસોને પણ, ગુસ્સાને અંકુશમાં રાખવામાં મુશ્કેલી પડી છે.

માણસો સામાન્ય રીતે ગુસ્સાના પરિણામ વિષે વિચારવામાં નિષ્ફળ ગયા છે. એક વ્યક્તિએ અંકુશને ગુમાવવા માટે કિંમત ચૂકવવી પડી છે. દાખલા તરીકે, પતિ પોતાની પત્ની પર પોતાનો મિજાજ ગુમાવી દીવાલમાં મૂક્કો મારી કાણું પાડી દે તો એના દેખીતાં પરિણામો શું આવશે? દીવાલને નુકશાન પહોંચશે. તેના હાથને નુકસાન પહોંચી શકે. પરંતુ એથી વધુ, પોતાના માટેના પોતાની પત્નીના પ્રેમ અને માન પર તેના અતિ ક્રોધાવેશની શું અસર થશે? દીવાલને થોડા દિવસોમાં સમારવામાં આવી શકે, અને તેનો હાથ થોડા અઠવાડિયામાં સાજો થઈ શકે; પરંતુ પોતાની પત્નીના વિશ્વાસ અને માનને પાછો મેળવવા તેને કેટલો સમય લાગશે?

વાસ્તવમાં, બાઇબલ પોતાના ગુસ્સાને અંકુશ કરવામાં નિષ્ફળ ગયેલા અને જેઓએ એના પરિણામ ભોગવ્યાં હોય એવાં ઉદાહરણોથી ભરેલું છે. એમાંના અમુક વિચારો. કાઈન પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યા પછી તેને દેશનિકાલ કરવામાં આવ્યો. સીમોન અને લેવીને સખેમના માણસોને મારી નાખવા માટે પોતાના પિતા તરફથી શાપ મળ્યો હતો. ઉઝ્ઝીયાહ તેને સુધારવાનો પ્રયત્ન કરતા યાજકો પર “ક્રોધાયમાન થયો હતો” ત્યારે યહોવાહે કોઢથી તેને અટકાવ્યો. તેઓમાંના બધા જ તેઓના ગુસ્સા માટે જવાબદાર હતા.​—ઉત્પત્તિ ૪:૫, ૮-૧૬; ૩૪:૨૫-૩૦; ૪૯:૫-૭; ૨ કાળવૃત્તાંત ૨૬:૧૯; યૂના ૪:૧-૧૧.

ખ્રિસ્તીઓ જવાબદાર છે

એ જ રીતે, ખ્રિસ્તીઓએ આજે પોતાનાં કાર્યો માટે દેવ અને, વધુમાં પોતાના સાથી વિશ્વાસીઓ બંનેને હિસાબ આપવો પડશે. ગુસ્સાને ગ્રીક શબ્દાવલિના બાઇબલના ફકરાઓમાંથી આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક કે બે શબ્દો વારંવાર ઉપયોગ થયેલ છે એ છે ઓર-ગે. આમ, પાઊલે રોમનના ખ્રિસ્તીઓને અરજ કરી: “ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.” પોતાના ભાઈઓ માટે ખરાબ ઇરાદો રાખવાને બદલે તેઓને “ભલાથી ભૂંડાનો પરાજય” કરવા ઉત્તેજન આપ્યું.​—રૂમી ૧૨:​૧૯, ૨૧.

બીજો શબ્દ થુમોસ છે. મૂળ શબ્દ “મૂળભૂત રીતે એ હવા, પાણી, જમીન, પ્રાણીઓ, અથવા માણસોની હિંસક ચળવળોને દર્શાવે છે.” આમ, આ શબ્દને, “શત્રુતાપૂર્ણ લાગણીઓનો ક્રોધ,” “મિજાજ ગુમાવવો,” અથવા “મનની શાંતિને છીનવી લેતો અથવા ઘરમાં તેમજ નાગરિક હંગામી અશાંતિ પેદા કરતો ક્રોધ,” તરીકે વર્ણવવામાં આવ્યો છે. જે પુરુષ કે સ્ત્રી પોતાનો મિજાજ અંકુશમાં રાખી શકતા નથી તેઓ એક જ્વાળામુખી જેવા છે જે ચેતવણી વગર ફૂટીને હાનિ, ઇજા, અને ખૂનરેજી કરતી ગરમરાખ, ખડકના પત્થર અને લાવારસ બહાર લાવે છે. થુમોસનું બહુવચનનું રૂપ ગલાતી ૫:૨૦માં ઉપયોગ કરાયું છે, જ્યાં પાઊલ ક્રોધને બીજા “દેહનાં કામ”ની સાથે જોડે છે (કલમ ૧૯), જેવા કે અપરિણીતોનો વ્યભિચાર, લંપટતા, અને નશાબાજી. નિશ્ચે, અનિલનું વલણ​—શરૂઆતમાં વર્ણવેલ​—“દેહનાં કામ”ને સારી રીતે દર્શાવે છે.

તેથી, વ્યક્તિ અથવા બીજાની માલમિલકત વિરુદ્ધ હિંસાનાં કાર્યોમાં વારંવાર પરોવનારાઓ સાથે વ્યક્તિઓની સંગતને ખ્રિસ્તી મંડળે કઈ દૃષ્ટિએ જોવી જોઈએ? બિનઅંકુશિત ગુસ્સો વિનાશક અને સરળ રીતે હિંસા તરફ દોરી જાય છે. તો પછી સારા કારણસર જ, ઈસુએ જણાવ્યું: “હું તમને કહું છું, કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે.” (માત્થી ૫:૨૧, ૨૨) પતિઓને સલાહ આપવામાં આવી છે: “પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” જે ક્રોધ કરે છે તે મંડળમાં અદ્યક્ષ તરીકે લાયક નથી. તેથી, ગુસ્સા પર કાબૂ ન કરનારી વ્યક્તિઓને મંડળમાં એક ઉદાહરણ તરીકે ગણવામાં આવવી જોઈએ નહિ. (કોલોસી ૩:૧૯; તીતસ ૧:૭; ૧ તીમોથી ૨:૮) હકીકતમાં, આવી વ્યક્તિઓનાં વલણો, વર્તણૂકની ઢબ, અને બીજાઓના જીવનને થયેલી હાનિને વિચારણામાં લેવામાં આવ્યા પછી, એક વ્યક્તિ જેણે બિનઅંકુશિત ગુસ્સો કર્યો હોય તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે​—ખરેખર, એક ગંભીર પરિણામ.

શું શરૂઆતમાં બતાવેલ અનિલ, પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો? શું તે ઝડપથી વિનાશના ખાડામાં ડૂબવાથી પોતાને રોકી શક્યો? દિલગીરીની વાત છે કે, બૂમબરાડા આક્રમણ અને હડસેલા મારવા તરફ દોરી ગયું. આંગળી ચીંધવી છેવટે દુઃખ આવવા આંગળી ઘોંચવી બની ગયું. અનિલ શરીરના એ ભાગો પર ઉઝરડા પાડવા સતર્ક હતો જે બહાર દેખાતા હતા અને તેણે પોતાની વર્તણૂક છુપાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે, તે લાત, ઠોંસા, વાળ ખેંચવા અને એનાથી પણ ખરાબ બાબતો પર ઉતરી આવ્યો. શીલા હવે અનિલથી જુદી થઈ ગઈ.

એ થવું જોઈતું ન હતું. એવા જ સંજોગો હેઠળ ઘણા પોતાનો ગુસ્સો કાબૂમાં લાવી શક્યા છે. તેથી ઈસુના સંપૂર્ણ ઉદાહરણને અનુસરવું કેટલું મહત્ત્વનું છે. તે બેલગામ ગુસ્સાના હુમલાના દોષિત ન હતા. તેમનો ગુસ્સો હંમેશા ખરો હતો; તેમણે અંકુશ ગુમાવ્યો નહિ. ડહાપણભરી રીતે, પાઊલે આપણ સર્વને સલાહ આપી છે: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) આમ, નમ્રતાથી એ સ્વીકાર કરીને કે માણસ તરીકે આપણી મર્યાદાઓ છે અને આપણે એ જ લણીશું જે આપણે વાવીશું, આપણી પાસે ક્રોધને કાબૂમાં રાખવાના ઘણાં કારણો છે.

[Footnotes]

a નામો બદલવામાં આવ્યાં છે.

[Caption on page ૨૮]

શાઊલ દાઊદનો જીવ લેવાનો પ્રયત્ન કરે છે/The Doré Bible Illustrations/Dover Publications, Inc.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો