વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૭/૮ પાન ૩
  • મોટરગાડી વિનાનું જગત?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મોટરગાડી વિનાનું જગત?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • વાહનોની જગતવ્યાપી ભીડ
  • પ્રદૂષણની ધમકી
  • સ્વીકાર્ય ઉકેલની શોધમાં
    સજાગ બનો!—૧૯૯૬
  • અસ્તવ્યસ્ત
    સજાગ બનો!—૧૯૯૮
  • આદર્શ ઉકેલ શોધવો
    સજાગ બનો!—૧૯૯૬
  • સારા જીવનની શોધમાં
    સજાગ બનો!—૨૦૦૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૭/૮ પાન ૩

મોટરગાડી વિનાનું જગત?

શું તમે મોટરગાડીઓ વિનાનું જગત કલ્પી શકો છો? અથવા શું તમે એવી શોધનું નામ આપી શકો છો જેણે ગત સદી દરમ્યાન લોકોના જીવનપદ્ધતિ અને વર્તણૂકમાં પ્રાથમિકપણે મોટરગાડીઓએ કર્યું એટલું જ બદલાણ કર્યું હોય? મોટરગાડીઓ વિના, મોટેલો નહિ હોય, ડ્રાઈવ-ઈન રેસ્ટોરન્ટ્‌સ નહિ હોય, અને ડ્રાઈવ-ઈન થીએટર નહિ હોય. વધુ મહત્ત્વનું તો, બસો, ટેક્ષીઓ, કારો, કે ટ્રક વગર તમે કામે કે નિશાળ કઈ રીતે જશો? ખેડૂતો અને ઉત્પાદકો પોતાનો વેચવાનો માલ બજારમાં કઈ રીતે લઈ જશે?

“દર છ યુ.એસ. વેપારોમાંથી એક વેપાર મોટરગાડીઓના ઉત્પાદન, વિતરણ, સેવા, કે ઉપયોગ પર નિર્ભર છે,” ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા નોંધે છે, અને ઉમેરે છે: “મોટરગાડીઓના ઉદ્યોગની કંપનીઓના વેચાણ અને ખરીદની પાવતીઓ દેશના જથ્થાબંધ વેપારનાં એક પંચમાંશથી વધુ ભાગને અને છૂટક વેપારના એક ચતુર્થાંશથી વધુ ભાગને રજૂ કરે છે. બીજા દેશો માટે એ પ્રમાણ કંઈક અંશે ઓછું છે, પરંતુ જાપાન અને પશ્ચિમી યુરોપના બીજા દેશો ઝડપથી યુ.એસ. પ્રમાણને પહોંચી રહ્યા છે.”

તથાપિ, કેટલાક લોકો કહે છે કે મોટરગાડીઓ વિનાનું જગત વધારે સારું હશે. તેઓ બે મૂળભૂત કારણોસર આમ કહે છે.

વાહનોની જગતવ્યાપી ભીડ

તમારે કદી કારના પાર્કીંગ માટે ઘણો સમય આંટા મારવાનું થયું હોય તો, તમને કહેવા માટે કોઈની જરૂર પડશે નહિ કે કાર હોવી લાભકારક છે છતાં, ગીચ વિસ્તારમાં ઘણી બધી કાર હોવી લાભકારક નથી. અથવા તમે કદી પણ વાહનોની જબરદસ્ત ભીડમાં અટવાયા હો તો, તમે જાણો છો કે એ કેટલું હતાશાકારક છે કે જેમાં તમે ફસાયા છો એ વાહન ચાલવા માટે રચવામાં આવ્યું છે પરંતુ તેને તદ્દન સ્થિર ઊભા રહેવાની ફરજ પડી છે.

વર્ષ ૧૯૫૦માં, યુનાઈટેડ સ્ટેટ્‌સ એકલું દર ૪ વ્યક્તિઓ દીઠ ૧ કાર ધરાવતું હતું. વર્ષ ૧૯૭૪ સુધીમાં, બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, ગ્રેટ બ્રિટન, ઇટાલી, નેધરલેન્ડ્‌સ, અને સ્વીડન એ પ્રમાણ સુધી પહોંચી ગયાં. પરંતુ ત્યાર સુધીમાં યુ.એસ.ની સંખ્યા લગભગ દર ૨ વ્યક્તિ દીઠ ૧ કાર સુધી પહોંચી. હવે જર્મની અને લક્ષમ્બર્ગ દર ૨ વ્યક્તિ દીઠ લગભગ ૧ કાર ધરાવે છે. બેલ્જિયમ, ફ્રાંસ, ગ્રેટ બ્રિટન, ઇટાલી, અને નેધરલેન્ડ્‌સ એ સંખ્યાથી ઘણાં જ દૂર નથી.

મોટા ભાગના મોટાં શહેરો—તેઓ જગતમાં કોઈ પણ ઠેકાણે હોય છતાં—વિરાટ પાર્કીંગથી વિકૃત બની રહ્યાં છે. દાખલા તરીકે, ભારતમાં ૧૯૪૭ના સ્વાતંત્ર્યના સમયે તેનું પાટનગર દિલ્હી ૧૧,૦૦૦ કારો અને ટ્રકો ધરાવતું હોવાની બડાઈ મારતું હતું. વર્ષ ૧૯૯૩ સુધીમાં એ આંકડો વધીને ૨૨,૦૦,૦૦૦નો થયો! એક પ્રચંડ વધારો—પરંતુ ટાઈમ સામયિક અનુસાર “એ સંખ્યા સદીના અંત સુધીમાં બમણી થવાની અપેક્ષા રાખવામાં આવે છે.”

એ દરમ્યાન, પશ્ચિમી યુરોપ કરતાં પૂર્વીય યુરોપમાં માથાદીઠ માત્ર ચોથા ભાગની જ કાર છે ત્યારે કંઈક ૪૦ કરોડ જેટલા શક્ય ખરીદનારા છે. ચીન અત્યારે તેની ૪૦ કરોડ સાયકલો માટે જાણીતું છે તેની પરિસ્થિતિ થોડા વર્ષોની અંદર જ બદલાઈ જશે. વર્ષ ૧૯૯૪માં નોંધવામાં આવ્યું તેમ, ચીનની સરકાર મોટરગાડીઓનું ઉત્પાદન ઝડપથી વધારવા માટે યોજના ઘડી રહી છે, જે વાર્ષિક ૧૩ લાખથી વધીને સદીના અંત સુધીમાં ૩૦ લાખ થશે.

પ્રદૂષણની ધમકી

“બ્રિટનમાં તાજી હવા ખલાસ થઈ ગઈ છે,” ઓક્ટોબર ૨૮, ૧૯૯૪ના ધ ડેઈલી ટેલિગ્રાફએ કહ્યું. એ કદાચ અતિશયોક્તિ છે પરંતુ ચિંતા કરવા જેટલું સાચું છે. યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર, સ્ટ્યુઅર્ટ પેનકેટે ચેતવણી આપી: “મોટરગાડીઓ આપણા વાતાવરણના સમગ્ર માળખાના રસાયણોને બદલી રહી છે.”

કાર્બન મોનોક્ષાઈડના પ્રદૂષણનો વધુ સંગ્રહ, ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટ પુસ્તક કહે છે, “શરીરને ઓક્ષિજનથી વંચિત રાખે છે, સજાગ રહેવાનું તથા વિચારવાનું ઘટાડે છે, પ્રત્યાઘાત પાડવાની શક્તિ ધીમી પાડે છે અને ઘેન ચઢાવે છે.” અને વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે: “યુરોપ અને નોર્થ અમેરિકાના લગભગ અડધા શહેરવાસીઓ કાર્બન મોનોક્ષાઈડના અસ્વીકાર્ય ઉચ્ચ પ્રમાણના સંપર્કમાં આવે છે.”

અંદાજ કાઢવામાં આવે છે કે કેટલાક સ્થળોએ મોટરગાડીઓનો ધુમાડો—અબજો ડોલરનો ખર્ચ કરતું પર્યાવરણનું નુકસાન કરવા ઉપરાંત—વર્ષમાં ઘણાં લોકોને મારી નાખે છે. જુલાઈ ૧૯૯૫માં ટેલિવિઝનના એક સમાચાર અહેવાલે કહ્યું કે કંઈક ૧૧,૦૦૦ બ્રિટનવાસીઓ કારથી પેદા થતા હવાના પ્રદૂષણથી મરણ પામે છે.

વર્ષ ૧૯૯૫માં બર્લિનમાં યુનાઈટેડ નેશન્સ ક્લાયમેટ કોન્ફરન્સ યોજવામાં આવી. કંઈક ૧૧૬ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ સહમત થયા કે કંઈક કરવાની જરૂર હતી. પરંતુ ઘણાની નિરાશા વચ્ચે, ચોક્કસ ધ્યેય સ્વીકારવાની તથા ચોક્કસ નિયમો સ્થાપવાની કે યથાર્થ કાર્યક્રમ બનાવવાની બાબત મુલતવી રાખવામાં આવી.

પુસ્તક ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટએ ગત ૧૯૯૦માં જે કહ્યું હતું એના પ્રકાશમાં, કદાચ એ પ્રગતિના અભાવની અપેક્ષા રાખવામાં આવતી હતી. “આધુનિક ઔદ્યોગિક સમાજમાં રાજકીય અને આર્થિક સત્તાની પ્રકૃતિ,” તેણે ચીંધ્યું, “નક્કી કરે છે કે પર્યાવરણના વિનાશનો સામનો કરવાનાં પગલાં અર્થતંત્રની કાર્યવાહીમાં દખલ ન કરતા હોય તો જ, સ્વીકાર્ય બને છે.”

એમ, ટાઈમએ તાજેતરમાં જ ચેતવણી આપી કે “એવી શક્યતા છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્ષાઈડ અને બીજા ગ્રીનહાઉસ વાયુઓનું ભેગા થવું ગોળાને ધીમેધીમે ગરમ કરશે. ઘણા વૈજ્ઞાનિકો અનુસાર એનું પરિણામ દુકાળ, હિમશીલાઓનું ઓગળવું, સમુદ્રનું સ્તર ઊંચું જવું, કિનારા પર પુર આવવું, વધુ ભયંકર તોફાનો અને બીજી આબોહવામય આપત્તિઓ થઈ શકે.”

પ્રદૂષણના કોયડાની ગંભીરતા જરૂરી બનાવે છે કે કંઈક કરવામાં આવે. પરંતુ શું કરવામાં આવે? (g96 6/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો