વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૧૪
  • શું મરિયમ “દેવની મા” છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું મરિયમ “દેવની મા” છે?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મરિયમ—દેવથી “કૃપા પામેલી”
  • ‘વિચારશીલ વ્યક્તિઓને
  • “જો, હું યહોવાની દાસી છું!”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ૫: મરિયમ ઈશ્વરની માતા છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • શું આપણે મરિયમની ભક્તિ કરવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૧૪

બાઇબલનું દૃષ્ટિબિંદુ

શું મરિયમ “દેવની મા” છે?

“ઓ દેવની મા, અમે તમારી કૃપાના રક્ષણ હેઠળ શરણ શોધીએ છીએ; ઓ તમે જે એકલા જ આશીર્વાદિત છો, જરૂરને વખતે અમારી આજીજીનો

નકાર ન કરો પણ અમને વિનાશથી બચાવો.”

એ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તની મા, મરિયમને સમર્પિત લાખો સ્ત્રીપુરુષોની લાગણીઓનો સારાંશ છે. તેઓની દૃષ્ટિમાં, તે એક ઉદાર માનું રૂપ છે જે તેઓ અને દેવ વચ્ચે મધ્યસ્થી કરી શકે છે અને કોઈક રીતે તેઓ પ્રત્યેના દેવના ન્યાયચુકાદાઓમાં ફેરફાર કરાવી શકે છે.

છતાં પણ, શું મરિયમ ખરેખર “દેવની મા” છે?

મરિયમ—દેવથી “કૃપા પામેલી”

મરિયમ નિઃશંક “કૃપા પામેલી” હતી—હકીકતમાં, કદી પણ થઈ હોય એવી બીજી કોઈ સ્ત્રી કરતાં વધુ કૃપા પામેલી. (લુક ૧:૨૮, ધ જેરૂસાલેમ બાઇબલ) ગાબ્રીએલ દૂતે તેને દેખા દીધી અને તે કેટલી લહાવાવાળી હશે એ સમજાવ્યું. “સાંભળ!” તેણે કહ્યું. “તને ગર્ભ રહેશે અને દીકરો થશે, અને તારે તેનું નામ ઈસુ પાડવું. તે મહાન થશે અને પરાત્પરનો દીકરો કહેવાશે.” એ ચમત્કારિક બનાવ કઈ રીતે શક્ય હતો? ગાબ્રીએલે કહેવાનું ચાલુ રાખ્યું: “પવિત્ર આત્મા તારા પર આવશે, . . . અને પરાત્પરની શક્તિ તારા પર એના પડછાયાથી આચ્છાદન કરશે. અને તેથી બાળક પવિત્ર હશે અને દેવનો દીકરો કહેવાશે.”—લુક ૧:૩૧, ૩૨, ૩૫, JB.

“‘હું તો પ્રભુની દાસી છું,’ મરિયમે કહ્યું, ‘તારા કહ્યા પ્રમાણે મને થાઓ.’” (લુક ૧:૩૮, JB) એમ મરિયમ દૈવી માર્ગદર્શન સાથે નમ્રતાપૂર્વક સહમત થઈ અને સમય જતાં ઈસુને જન્મ આપ્યો.

જોકે, પછીનાં ઘણાં સૈકાઓ દરમ્યાન, તેના ઉપાસકોએ તેને એક નમ્ર “પ્રભુની દાસી” હોવામાંથી આકાશોમાં ખુબ પ્રભાવ ધરાવતી “રાજમાતા”ની પદવી પર ચઢાવી. ચર્ચના આગેવાનોએ ૪૩૧ સી.ઈ.માં કાઉન્સીલ ઓફ એફેસસ ખાતે, તે “દેવની મા” હોવાની અધિકૃતપણે ઘોષણા કરી. એ બદલાણ શાથી આવ્યું? પોપ જોન પોલ ૨ એક ઘટક સમજાવે છે: “દેવની માને આપવામાં આવેલો ખરો ભક્તિભાવ . . . આશીર્વાદિત ત્રૈક્યના રહસ્યમાં ઊંડી રીતે ખૂંપેલો છે.”—ક્રોસિંગ ધ થ્રેસહોલ્ડ ઓફ હોપ.

તેથી, મરિયમને “દેવની મા” તરીકે સ્વીકારવી એ ત્રૈક્યમાં માનવા પર આધારિત છે. તેમ છતાં, શું ત્રૈક્ય એ બાઇબલનું એક શિક્ષણ છે?a પ્રેરિત પીતરે બાઇબલમાં જે લખ્યું એ કૃપા કરી તપાસો. તેણે ચેતવણી આપી કે “ખોટા શિક્ષકો . . . નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, [અને] ખોટી દલીલોથી તમારું શોષણ કરવાનો પ્રયત્ન કરશે.” (૨ પીતર ૨:૧, ૩, જે. બી. ફિલિપ્સ કૃત ધ ન્યૂ ટેસ્ટામેન્ટ ઈન મોડર્ન ઈંગ્લિશ.) એવો જ એક પાખંડ ત્રૈક્યનું શિક્ષણ છે. એક વાર એ સ્વીકારવામાં આવ્યું પછી મરિયમ “દેવની મા” (ગ્રીકઃ થીયોટોકોસ, અર્થાત્‌ “દેવ-ધારક”) હતી એ વિચાર તદ્દન તર્કપૂર્ણ બન્યો. જ્યોફ્રી એશે પોતાના પુસ્તક ધ વર્જીનમાં જણાવ્યું કે “જો ખ્રિસ્ત દેવ હતા, અર્થાત્‌ ત્રૈક્યની બીજી વ્યક્તિ,” ત્રૈક્યવાદીઓ દલીલ કરે છે તેમ, “તો પછી, તેમના માનવી તરીકેના અસ્તિત્વ દરમ્યાનની તેમની મા દેવની મા હતાં.”

a કૃપા કરી વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? જુઓ.

નવું કેટેકિઝમ ઓફ ધ કેથલિક ચર્ચ જણાવે છે તેમ, ઈસુ “અખંડ અને સંપૂર્ણ દેવ” હોય તો પછી મરિયમને યોગ્યપણે જ “દેવની મા” કહી શકાય. તેમ છતાં, એ કહેવું જ જોઈએ કે એ શિક્ષણ શરૂઆતના ઘણા ત્રૈક્યવાદીઓને પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું ત્યારે, તેઓને એ સ્વીકારવું અઘરું લાગ્યું—આજના ત્રૈક્યવાદી પ્રોટેસ્ટંટોને લાગે છે તેમ. એને એક “ભક્તિભાવમય વિરોધાભાસ” કહેવામાં આવ્યો છે, કે ‘જેને આકાશો સમાવી ન શક્યા એને તેનું ગર્ભાશય સમાવી શક્યું.’ (ધ વર્જીન)—સરખાવો ૧ રાજા ૮:૨૭.

પરંતુ શું ઈસુ ખ્રિસ્ત ખરેખર “અખંડ અને સંપૂર્ણ દેવ” છે? ના, તેમણે કદી એવો દાવો માંડ્યો ન હતો. એને બદલે, તેમણે હંમેશા સ્વીકાર્યું કે પોતાની સ્થિતિ પિતા કરતાં ઊતરતી હતી.—જુઓ માત્થી ૨૬:૩૯; માર્ક ૧૩:૩૨; યોહાન ૧૪:૨૮; ૧ કોરીંથી ૧૫:૨૭, ૨૮.

‘વિચારશીલ વ્યક્તિઓને

યોગ્ય હોય એ રીતે ઉપાસના કરવી’

જોકે, બાઇબલ ખ્રિસ્તીઓને ઉપાસનામાં પોતાની વિચારદલીલ શક્તિનો ઉપયોગ કરવા ઉત્તેજન આપે છે. આપણને એક રહસ્ય તરીકે ઢાંકેલી હોય એવી બાબતમાં અંધવિશ્વાસ મૂકવાનું કહેવામાં આવ્યું નથી. એને બદલે, પ્રેષિત પાઊલ કહે છે કે આપણે ‘વિચારશીલ વ્યક્તિઓને યોગ્ય હોય એ રીતે ઉપાસના કરવી’ જોઈએ.—રૂમી ૧૨:૧, JB.

“અમને કદી પણ એ વિષે વિચારવા ઉત્તેજન આપવામાં આવ્યું ન હતું,” એક કેથલિક તરીકે ઉછેરવામાં આવેલી એન કહે છે. “અમે કદી એ વિષે પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. અમે માની લીધું કે ઈસુ દેવ હતા, તેથી મરિયમ ‘દેવની મા’ હતાં—એ વિચિત્ર બાબત હતી!” યાદ કરો કે, કેટેકિઝમ ઓફ ધ કેથલિક ચર્ચ કહે છે કે “દૈવી એકતા”નું દરેક સભ્ય “અખંડ અને સંપૂર્ણ દેવ” છે. એ જણાવે છે કે ત્રણ જુદા જુદા દેવો નથી. તો પછી, શું આપણે એમ માનવું જોઈએ કે મરિયમના ગર્ભમાં જીવંત કોષોનું વિભાજન અને પુનર્વિભાજન થયું તેમ, “અખંડ અને સંપૂર્ણ દેવ” એક ગર્ભાશયમાં સમાયા જે તેની પ્રસૂતિના પ્રથમ મહિના દરમ્યાન લંબાઈમાં એક ચતુર્થાંશ ઇંચથી ઓછા વૃદ્ધિ પામ્યા અને તેમનાં આંખ તથા કાન માત્ર પ્રાથમિક તબક્કામાં જ હતાં?

ધ્યાનમાં રાખો કે ગાબ્રીએલ દૂતે મરિયમને કહ્યું હતું કે બાળક “પરાત્પરનો દીકરો” તથા “દેવનો દીકરો” કહેવાશે, નહિ કે “દીકરો દેવ.” હકીકતમાં, ઈસુ સર્વશક્તિમાન દેવ હતા તો, શા માટે ગાબ્રીએલ દૂતે આજે ત્રૈક્યવાદીઓ વાપરે છે એ જ શબ્દાવલિ—“દીકરો દેવ”—વાપરી નહિ? ગાબ્રીએલે એ જ શબ્દાવલિ ન વાપરી કેમ કે એ શિક્ષણ બાઇબલમાં મળી આવતું નથી.

અલબત્ત, આપણે દેવનાં કૃત્યોની આપણી સમજણમાં મર્યાદિત છીએ. પરંતુ શાસ્ત્રવચનોની યોગ્ય સમજણ આપણને એ માનવામાં મદદ કરે છે કે સર્વશક્તિમાન દેવ, સર્વ જીવનનાં ઉત્પન્‍નકર્તા, પાસે પોતાના વહાલા દીકરાના જીવનને મરિયમના ગર્ભમાં ચમત્કારિકપણે ફેરવવાની અને પછી પોતાના સક્રિય બળ અથવા પવિત્ર આત્મા દ્વારા એના વિકાસને મરિયમ ઈસુ—દેવના દીકરા—ની મા બની ત્યાં સુધી રક્ષણ આપવાની શક્તિ હતી.

હા, જે ખ્રિસ્ત બન્યા એની મા તરીકે મરિયમ ઘણી આશીર્વાદિત થઈ. બાઇબલનું સ્પષ્ટ શિક્ષણ—જેમાં મરિયમની પોતાની નમ્રતાના અહેવાલનો સમાવેશ થાય છે—મરિયમને “દેવની મા” તરીકેના આપેલા ખિતાબને રદિયો આપે એનો સ્વીકાર કરવો તેનું અપમાન નથી. (g96 1/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો