વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૧૬૬
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • બાઇબલમાં પૈસા વિશે શું જણાવ્યું છે?
  • શા માટે બાઇબલ આપણને પૈસાનો પ્રેમ રાખવાથી ચેતવે છે?
  • પૈસા વિશે બાઇબલમાં આપેલી સલાહથી આપણને કઈ રીતે મદદ મળશે?
  • પૈસા વિશે યોગ્ય વલણ
    સજાગ બનો!—૨૦૧૫
  • શું પૈસા પાછળ પડવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૭
  • તમે પૈસા બાબતે કઈ રીતે સમતોલ બની શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
વધુ જુઓ
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૧૬૬
એક માણસ ઢગલો પૈસા લેવાની કોશિશ કરી રહ્યો છે.

શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?

શાસ્ત્રમાંથી જવાબ

ના. મોટા ભાગના લોકો કહે છે કે, પૈસા જ બધી મુશ્કેલીઓનું મૂળ છે. પણ બાઇબલ એવું નથી જણાવતું. એમાં એવું પણ નથી લખ્યું કે પૈસા ખરાબ વસ્તુ છે. બાઇબલ તો કહે છે: “પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે.”—૧ તિમોથી ૬:૧૦.

  • બાઇબલમાં પૈસા વિશે શું જણાવ્યું છે?

  • શા માટે બાઇબલ આપણને પૈસાનો પ્રેમ રાખવાથી ચેતવે છે?

  • પૈસા વિશે બાઇબલમાં આપેલી સલાહથી આપણને કઈ રીતે મદદ મળશે?

  • પૈસા વિશે બાઇબલની કલમો

બાઇબલમાં પૈસા વિશે શું જણાવ્યું છે?

બાઇબલમાં જણાવ્યું છે કે જો આપણે સમજી-વિચારીને પૈસાનો ઉપયોગ કરીશું, તો એનાથી આપણને ફાયદો થશે અને “રક્ષણ” મળશે. (સભાશિક્ષક ૭:૧૨) વધુમાં, બાઇબલ એવા લોકોની પ્રશંસા કરે છે, જેઓ ખુલ્લા દિલે બીજાઓને મદદ કરે છે. એમાં પૈસાથી મદદ કરવાનો પણ સમાવેશ થાય છે.—નીતિવચનો ૧૧:૨૫.

પણ બાઇબલ આપણને ચેતવણી આપે છે કે પૈસાને જીવનમાં સૌથી વધારે મહત્ત્વ ન આપીએ. એમાં લખ્યું છે: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.” (હિબ્રૂઓ ૧૩:૫) એનો અર્થ એ થાય કે આપણે પૈસાનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ અને વધારે પૈસા કમાવા દોટ મૂકવી ન જોઈએ. એના બદલે, રોટી, કપડાં અને મકાન જેવી જીવન-જરૂરી વસ્તુઓમાં સંતોષ માનવો જોઈએ.—૧ તિમોથી ૬:૮.

શા માટે બાઇબલ આપણને પૈસાનો પ્રેમ રાખવાથી ચેતવે છે?

જે લોકો પૈસાનો લોભ રાખે છે, તેઓને ભાવિમાં આ સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન નહિ મળે. (એફેસીઓ ૫:૫) શા માટે? કારણ કે લોભ એક જાતની મૂર્તિપૂજા છે. (કોલોસીઓ ૩:૫) બીજું કારણ છે કે, જોઈતી વસ્તુ મેળવવાના ચક્કરમાં તેઓ સારા સંસ્કાર નેવે મૂકીને ખરાબ રસ્તો અપનાવે છે. નીતિવચનો ૨૮:૨૦માં લખ્યું છે, “જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.” તેઓ કોઈ ગુનો કરવા પણ લલચાઈ શકે છે. જેમ કે, બ્લૅક-મેઇલ કરવું, છેતરપિંડી કરવી, ડરાવી-ધમકાવીને પૈસા પડાવવા, કોઈનું અપહરણ અથવા ખૂન કરવું.

બની શકે કે પૈસાના પ્રેમના લીધે આપણે ગુનો ન કરીએ, પણ એનાં ખરાબ પરિણામ આવી શકે છે. બાઇબલ કહે છે, “જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે. તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે.”—૧ તિમોથી ૬:૯.

પૈસા વિશે બાઇબલમાં આપેલી સલાહથી આપણને કઈ રીતે મદદ મળશે?

પૈસાના ભોગે ઈશ્વરની આજ્ઞા તૂટે એવું એકેય કામ આપણે ન કરવું જોઈએ. જો સાચા દિલથી ઈશ્વરની આજ્ઞાઓ પાળીશું, તો તેમનો હાથ હંમેશાં આપણા માથે રહેશે અને પોતાની નજરમાં આપણું માન વધશે. જેઓ સાચે જ ઈશ્વરની કૃપા મેળવવા પોતાનાથી બનતું બધું કરે છે, તેઓને ઈશ્વર વચન આપે છે, “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂઓ ૧૩:૫, ૬) ઈશ્વર એ પણ ખાતરી આપે છે કે, “વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે.”—નીતિવચનો ૨૮:૨૦.

પૈસા વિશે બાઇબલની કલમો

સભાશિક્ષક ૭:૧૨: “પૈસા રક્ષણ આપે છે.”

અર્થ: જો આપણે સમજી-વિચારીને પૈસા વાપરીશું, તો આપણને ફાયદો થશે. કારણ કે એ આપણને અમુક હદે રક્ષણ આપે છે.

લૂક ૧૨:૧૫: “ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”

અર્થ: આપણા જીવનમાં પૈસા સૌથી મહત્ત્વના નથી. એનાથી આપણો ઉદ્ધાર થતો નથી.

૧ તિમોથી ૬:૧૦: “પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. એના પ્રેમમાં પડીને અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે અને તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.”

અર્થ: પૈસા ખરાબ વસ્તુ નથી. પણ જે લોકો પૈસાને પ્રેમ કરે છે એટલે કે એને જીવનમાં પહેલા સ્થાને મૂકે છે, તેઓ હાથે કરીને મુસીબતો નોતરી લે છે. જેમ કે, સંબંધોમાં તિરાડ પડવી અને વધુ પડતા કામને લીધે તબિયત બગડવી.

હિબ્રૂઓ ૧૩:૫: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.”

અર્થ: પૈસા પાછળ દોડવાને બદલે જે છે એમાં સંતોષ માનીએ છીએ ત્યારે, આપણે સમજદારી બતાવીએ છીએ.

માથ્થી ૧૯:૨૪: “ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”

અર્થ: એકવાર ઈસુએ એક અમીર યુવાનને કહ્યું કે તે તેમનો શિષ્ય બને. પણ તે યુવાન એમ કરી ન શક્યો, કેમ કે તેને પોતાની માલ-મિલકત જીવથી પણ વહાલી હતી. એટલે ઈસુ આ કલમના શબ્દો દ્વારા ચેતવણી આપી રહ્યા હતા કે લોકો ઈશ્વરની ભક્તિ કરતાં માલ-મિલકતને વધારે મહત્ત્વની ન ગણે. કેમ કે જેઓ એવું કરે છે, તેઓ ભાવિમાં હંમેશ માટેનું જીવન ગુમાવી દઈ શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો