શું પવિત્ર શાસ્ત્ર છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલ છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે. ઈસુએ જણાવ્યું કે ફક્ત એક જ કારણને લીધે છૂટાછેડા લઈ શકાય છે. એ કારણ છે વ્યભિચાર, એટલે કે લગ્નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ બાંધવો. ઈસુએ કહ્યું: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”—માથ્થી ૧૯:૯.
કપટથી કે છેતરીને લીધેલા છૂટાછેડાને ઈશ્વર ધિક્કારે છે. જે લોકો નાની અમથી વાતને લીધે છૂટાછેડા આપે છે, તેઓને ઈશ્વર ધિક્કારે છે. ખાસ કરીને જેઓ બીજા કોઈક સાથે લગ્ન કરવાના ઇરાદાથી પોતાના લગ્નસાથીને છૂટાછેડા આપે છે, તેઓને ઈશ્વર પોતે સજા આપશે.—માલાખી ૨:૧૩-૧૬; માર્ક ૧૦:૯.