sinceLF/E+ via Getty Images
જુઓ, શું બની રહ્યું છે!
નિર્દોષ લોકોને કોણ બચાવશે?—બાઇબલ શું કહે છે?
યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ પ્રમાણે:
૭થી ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩ દરમિયાન ગાઝા અને ઇઝરાયેલ વચ્ચેનાં યુદ્ધમાં, મોટા ભાગે નિર્દોષ લોકો જ ભોગ બન્યા છે. એમાં ૬,૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યો અને ૧૫,૨૦૦ લોકોને ઇજા થઈ. એટલું જ નહિ, હજારો લોકો ઘરબાર વગરના થઈ ગયા.
રશિયા અને યુક્રેઇનના યુદ્ધને લીધે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૯,૭૦૧ લોકો માર્યા ગયા અને ૧૭,૭૪૮ લોકો ઘાયલ થયા.
યુદ્ધમાં પીડાતા નિર્દોષ લોકો માટે બાઇબલ કઈ આશા આપે છે?
આશાનું કારણ
બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે ઈશ્વર “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” લાવશે. (ગીતશાસ્ત્ર ૪૬:૯) ઈશ્વર પોતાની સરકાર અથવા રાજ્ય દ્વારા માણસોની બધી સરકારોને દૂર કરશે. (દાનિયેલ ૨:૪૪) ઈશ્વરના રાજ્યમાં બધા માણસો રાહતનો શ્વાસ લેશે.
ઈશ્વરના રાજ્યના રાજા, ઈસુ ખ્રિસ્ત શું કરશે એ વિશે જાણો:
“મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે, લાચાર અને નિરાધારને તે બચાવશે. દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે, ગરીબનો તે જીવ બચાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા, યુદ્ધ અને હિંસાને લીધે આવતી દરેક દુઃખ-તકલીફોને દૂર કરશે.
“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”—પ્રકટીકરણ ૨૧:૪.
ઈશ્વરનું રાજ્ય જલદી જ પૃથ્વી પર મોટા બદલાવ લાવશે. આજે આપણે “યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો” નજરે જોઈ રહ્યા છીએ, જેના વિશે બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું. (માથ્થી ૨૪:૬) આ અને આના જેવા બીજા બનાવો દર્શાવે છે કે આપણે માણસોની સરકારના “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ.—૨ તિમોથી ૩:૧.