વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwhf લેખ ૨૧
  • ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપો
  • કુટુંબ માટે મદદ
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમારા સાથીની ખામીઓમાં પણ ખૂબીઓ શોધો
  • અમુક સૂચનો
  • લગ્‍નજીવનમાં ઝઘડા થાય તો શું કરવું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ૩ માન આપો
    સજાગ બનો!—૨૦૧૮
  • તમારું લગ્‍ન ટકી શકે છે!
    સજાગ બનો!—૨૦૦૧
  • લગ્‍નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે
    સજાગ બનો!—૨૦૧૪
વધુ જુઓ
કુટુંબ માટે મદદ
ijwhf લેખ ૨૧
એક માણસ ટેબલ આગળ બેઠો છે અને તે ચિડાયેલો છે. બીજી બાજુ તેની પત્ની એક યુગલ સાથે હસી-હસીને વાત કરી રહી છે.

કુટુંબ માટે મદદ| લગ્‍નજીવન

ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપો

  • તમે કોઈ પણ પ્લાન ચપટી વગાડતા જ બનાવી દો છો, પણ કદાચ તમારા સાથી કંઈ કરતા પહેલાં દસ વાર વિચારે. તેમને બધી જ વિગતો જાણવી હોય કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને ક્યારે કરવાનું છે.

  • તમે શાંત અને શરમાળ સ્વભાવના હો, પણ તમારા સાથીને બીજાઓ સાથે વાત કરવાનું અને સમય પસાર કરવાનું વધારે ગમતું હોય.

શું તમારા સાથીમાં એવી કોઈ આદત છે જેનાથી તમને ચીડ ચઢતી હોય? જો તમે એ વિશે જ વિચાર્યા કરશો, તો તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે. બાઇબલમાં લખ્યું છે: “જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.”—નીતિવચનો ૧૭:૯.

જો તમે તમારા સાથીની ખામીઓ પર ધ્યાન આપશો, તો તમારી વચ્ચે ઝઘડા થઈ શકે છે. એટલે તેમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપી શકો.

આ લેખમાં જોઈશું કે

  • તમારા સાથીની ખામીઓમાં પણ ખૂબીઓ શોધો

  • અમુક પતિ-પત્ની શું જણાવે છે?

  • અમુક સૂચનો

તમારા સાથીની ખામીઓમાં પણ ખૂબીઓ શોધો

તમને તમારા સાથીની કોઈ આદતથી ચીડ ચઢતી હોય, પણ બની શકે કે એની પાછળ કોઈ ખૂબી છુપાયેલી હોય જે તમને બહુ ગમતી હોય. ચાલો જોઈએ કે અમુક યુગલોએ કઈ રીતે પોતાના સાથીની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન આપ્યું:

“મારા પતિને બધું જ નિરાંતે કરવાની આદત છે. અરે, ક્યાંક જવાનું હોય તોપણ તૈયાર થવા ઘણો સમય જોઈએ. એના લીધે હું ઘણી વાર ચિડાઈ જાઉં છું. તેમની જે વાતથી મને ચીડ ચઢે છે, એ જ વાત મને ગમે પણ છે કેમ કે તે મારી સાથે અને બીજાઓ સાથે ધીરજથી વર્તે છે.”—ચેલ્સી.

“મારી પત્ની કોઈ પણ કામ કરતા પહેલાં નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. તે ચાહે છે કે તેને પહેલેથી બધું ખબર હોય. એની એ વાતથી મને ચીડ ચઢે છે. પણ તેની એ જ આદતના લીધે તે કશું ભૂલતી નથી અને બધું કામ બરાબર થાય છે.”—ક્રિસ્ટોફર.

“ઘણી વાર લાગે છે કે મારા પતિને કોઈ વાતથી કંઈ ફરક જ નથી પડતો, એના લીધે મને ગુસ્સો આવે છે. પણ તેમનો એ શાંત સ્વભાવ જ મારા દિલને સ્પર્શી ગયો હતો. તે અઘરા સંજોગોમાં પણ બધું કામ શાંત મને કરે છે.”—ડેનિયેલ.

ચેલ્સી, ક્રિસ્ટોફર અને ડેનિયેલની વાત સાથે તમે સહમત થશો. એક વ્યક્તિની ખૂબીઓ અને ખામીઓ ઘણી વાર સિક્કાની બે બાજુ હોય છે. તેમની કોઈ ખૂબી, ખામી પણ હોય શકે છે અને કોઈ ખામી, ખૂબી પણ હોય શકે છે. જો તમે ચાહતા હો કે તમારા જીવનસાથીમાં એ ખામી ના રહે જેનાથી તમને ચીડ ચઢે છે, તો તેમનામાં એ ખૂબી પણ નહિ રહે જે તમને ગમે છે.

એ વાત પણ સાચી છે કે દરેક ખામીમાં ખૂબી હોતી નથી. દાખલા તરીકે, બાઇબલમાં લખ્યું છે કે અમુક લોકો ‘ગરમ મિજાજના’ હોય છે. (નીતિવચનો ૨૯:૨૨) એવા સમયે વ્યક્તિએ “દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો”a કાઢી નાખવા પોતાનાથી બનતું બધું કરવું જોઈએ.—એફેસીઓ ૪:૩૧.

બની શકે કે તમારા સાથીની આદતથી તમને ચીડ ચઢતી હોય. હકીકતમાં એ આદત કોઈ ખામી ન હોય. એવા સંજોગોમાં બાઇબલમાં લખેલી આ સલાહ પાળવી જોઈએ, ‘જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાનું સહન કરો.’—કોલોસીઓ ૩:૧૩.

તમારા સાથીની કોઈ આદત તમને ન ગમતી હોય તો, વિચારો કે એ આદતને લીધે તેમનામાં શું સારું છે અથવા કઈ ખૂબી છે. કદાચ એ ખૂબીને લીધે જ તમને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો. જોસેફ જણાવે છે: “તમારા સાથીની ખામીઓ પર ધ્યાન આપવું, એ તો જાણે હીરાની સુંદરતા અને ચમક પર ધ્યાન આપવાને બદલે તેની નાની અમથી ખામી પર ધ્યાન આપવા જેવું છે.”

અમુક પતિ-પત્ની શું કહે છે?

ડેરિક અને હેલી.

“જ્યારે પણ મને અને મારી પત્નીને એકબીજાની કોઈ આદતથી ચીડ ચઢે, ત્યારે અમે એવા સંજોગો વિશે વિચારીએ છીએ, જેમાં એ આદતથી અમને ફાયદો થઈ શકે.”—ડેરિક અને તેમના પત્ની હેલી.

મીકીયા અને કર્ટિસ.

“કદાચ આપણને એકબીજાની કોઈ આદત ના ગમે પણ આપણે વિચારીએ કે એ આદત હતી તોપણ હું તેમને પ્રેમ કરવા લાગી હતી. એવું વિચારીશું તો તેમની એ આદત આપણને એટલી ખરાબ નહિ લાગે.”—મીકીયા અને તેમના પતિ કર્ટિસ.

અમુક સૂચનો

નીચે આપેલા સવાલો વિશે વિચારો. પછી તમારા સાથી જોડે એ વિશે વાત કરો.

  • શું મારા સાથીમાં એવી કોઈ આદત છે, જેના લીધે અમારા વચ્ચે ઝઘડો થતો હોય? જો હોય તો એ કઈ છે?

  • શું એ આદત સાચે જ કોઈ ખામી છે કે બસ તમને એનાથી ચીડ ચઢે છે?

  • શું એ આદતમાં કોઈ ખૂબી છે? જો હોય તો એ કઈ છે? તમને તમારા સાથીની એ ખૂબી કેમ ગમે છે?

a આ લેખો જુઓ: “ગુસ્સાને કઈ રીતે કાબૂમાં રાખવો?,” “કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?” અને “ઝઘડો ન થાય માટે શું કરી શકાય?.”

તમે શું કહેશો? તમારા સાથીની કોઈ આદતથી તમને ચીડ ચઢે, તો તમે શું કરશો?

આ મુદ્દા યાદ રાખો:

  • તમારા જીવનસાથીની ખામીઓ પર ધ્યાન આપશો, તો તમારા લગ્‍નજીવનમાં તિરાડ પડી શકે છે.

  • તમારા જીવનસાથીની જે વાતથી તમને ચીડ ચઢે છે, કદાચ એ તેમની ખૂબી હોય શકે અને બની શકે કે એ વાતના લીધે જ તમે તેમને પ્રેમ કરવા લાગ્યા હતા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો