વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 એપ્રિલ પાન ૩૨
  • બાઇબલમાં આપેલાં ઉદાહરણ કઈ રીતે સમજવાં?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલમાં આપેલાં ઉદાહરણ કઈ રીતે સમજવાં?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 એપ્રિલ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

બાઇબલમાં આપેલાં ઉદાહરણ કઈ રીતે સમજવાં?

બાઇબલમાં ઘણાં ઉદાહરણ જોવા મળે છે. પણ ઘણા લોકોને એ ઉદાહરણ અથવા સરખામણી સમજવી અઘરી લાગે છે. (માથ. ૧૩:૧૩) બાઇબલમાં આપેલાં ઉદાહરણો સારી રીતે સમજવાં તમે શું કરી શકો? તમે નીચે આપેલાં સૂચનો અજમાવી શકો:

  • પારખો કે મુખ્ય વિચાર શું છે અને એને શાની સાથે સરખાવવામાં આવ્યો છે. દાખલા તરીકે, પ્રકટીકરણ ૩:૩માં ઈસુએ જણાવ્યું કે તે એક ચોરની જેમ આવશે. અહીંયા મુખ્ય વિચાર છે કે ઈસુ આવશે અને એ વિચારને ચોરના આવવા સાથે સરખાવવામાં આવ્યો છે.

  • વિચારો કે મુખ્ય વિચાર અને ઉદાહરણમાં સરખું શું છે. એ વિચારો કે કોઈ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કેમ કરવામાં આવી છે અને એ બંનેમાં સરખું શું છે.

  • ઉદાહરણનો ખરો અર્થ સમજો. અમુક વાર વ્યક્તિ ઉદાહરણનો કોઈ બીજો જ અર્થ સમજી લે. હમણાં જે ઉદાહરણ જોયું, એમાં ઈસુ કંઈ ચોરી કરવા નથી આવી રહ્યા. પણ આજુબાજુની કલમોથી એ ઉદાહરણનો ખરો અર્થ સમજી શકાય છે. એ છે: એક ચોર ક્યારે આવશે એ વિશે તે પહેલેથી જણાવતો નથી. એવી જ રીતે ઈસુ ક્યારે આવશે એ વિશે તેમણે પહેલેથી જણાવ્યું નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો