વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ફેબ્રુઆરી પાન ૩૨
  • ઓબાદ્યા—ઈશ્વરનો ડર રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઓબાદ્યા—ઈશ્વરનો ડર રાખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • સરખી માહિતી
  • ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવાનો ડર કેમ રાખવો જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ઓબાદ્યાહ, યૂના અને મીખાહ પુસ્તકના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ઓબાદ્યા મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ફેબ્રુઆરી પાન ૩૨

બાઇબલ સમયનાં પાત્રો

ઓબાદ્યા—ઈશ્વરનો ડર રાખો

ઓબાદ્યા રાજમહેલના કારભારી હતા. એ સમયે દુષ્ટ રાજા આહાબનું રાજ ચાલતું હતું, જેના લીધે મોટા ભાગના ઇઝરાયેલીઓ બઆલની ભક્તિ કરવા લાગ્યા હતા. પણ ઓબાદ્યા ‘નાનપણથી યહોવાનો ડર રાખવાનું’ શીખ્યા હતા. (૧ રાજા. ૧૮:૧-૧૩) એક વખત ઇઝેબેલ રાણીએ યહોવાના બધા પ્રબોધકોને મારી નાખવાનો હુકમ કર્યો. પણ યહોવાનો ડર રાખતા હોવાને લીધે ઓબાદ્યાએ હિંમત બતાવી અને યહોવાના પ્રબોધકોને મદદ કરવા આગળ આવ્યા. જોકે એક પ્રબોધકને પણ સંતાડવું જોખમથી ભરેલું હતું. એવામાં ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને સંતાડ્યા અને આકરા દુકાળમાં તેઓને ખોરાક પૂરો પાડ્યો! જરા વિચારો, બઆલના સેંકડો જૂઠા પ્રબોધકોથી સંતાઈને મદદ કરવી કેટલું અઘરું હશે!—૧ રાજા. ૧૮:૧૯.

આપણે ઓબાદ્યા પાસેથી શું શીખી શકીએ? ઓબાદ્યાને પણ આહાબ રાજાનો ડર લાગતો હતો. પણ એનાથી વધારે તે યહોવાનો ડર રાખતા હતા. એટલે તેમણે હિંમત બતાવીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને પોતાના ભાઈઓનું રક્ષણ કર્યું. આપણા વિશે શું? જો આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ જ્યાં યહોવાની ભક્તિ પર પ્રતિબંધ હોય, તો આપણે પણ યહોવાનો ડર રાખવો જોઈએ. એનાથી આપણને કસોટીઓ સહેતાં ભાઈ-બહેનોને મદદ કરવા હિંમત મળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો