વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ડિસેમ્બર પાન ૩૧
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • વિભાગ ૧
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ડિસેમ્બર પાન ૩૧

શું તમને યાદ છે?

આ વર્ષના ચોકીબુરજ અંકો તમે ધ્યાનથી વાંચ્યા હશે. શું તમને એમાંના આ મુદ્દા યાદ છે?

આપણે કેમ યહોવાને મહિમા આપીએ છીએ?

આપણે યહોવાને મહિમા આપીએ છીએ, કેમ કે તેમને ઊંડું માન આપીએ છીએ અને તેમને બહુ પ્રેમ કરીએ છીએ. એટલું જ નહિ, આપણે ચાહીએ છીએ કે બીજાઓ તેમને ઓળખે.—w૨૫.૦૧, પાન ૩-૪.

જો કોઈ આપણને દુઃખ પહોંચાડે, તો તેઓને માફ કરવા શાનાથી મદદ મળી શકે?

આપણે બસ લાગણીઓ દબાવી રાખતા નથી. મનમાંથી કડવાશ અને ગુસ્સો કાઢી નાખવાથી બીજાઓ સાથેના સંબંધમાં મીઠાશ ઉમેરાય છે.—w૨૫.૦૨, પાન ૧૫-૧૬.

માર્ક શા માટે યુવાન ભાઈઓ માટે એક જોરદાર દાખલો છે?

માર્ક ખુશી ખુશી સેવા કરવા તૈયાર હતા. એક બનાવના કારણે કદાચ તેમને દુઃખ થયું હશે અને ઉદાસ થઈ ગયા હશે, તોપણ તેમણે સેવા કરવાનું છોડ્યું નહિ. પાઉલ અને બીજા અનુભવી ભાઈઓ સાથે માર્કે સારો સંબંધ કેળવવા મહેનત કરી.—w૨૫.૦૪, પાન ૨૭.

ઈસુએ પ્રાર્થનામાં કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે.” એનાથી તે શું કહેવા માંગતા હતા? (યોહા. ૧૭:૨૬)

ઈસુના શિષ્યો પહેલેથી જ ઈશ્વરનું નામ જાણતા હતા. પણ ઈસુ શિષ્યોને શીખવી રહ્યા હતા કે એ નામ ધરાવનાર ઈશ્વર કેવા છે. જેમ કે, યહોવામાં કેવા ગુણો છે, પૃથ્વી અને માણસો માટે તેમનો હેતુ શું છે, તેમણે કેવાં કામો કર્યાં છે અને ભાવિમાં તે શું કરવાના છે.—w૨૫.૦૫, પાન ૨૦-૨૧.

આપણે નમ્ર હોઈશું તો કઈ વાત સ્વીકારીશું?

આપણે સ્વીકારીશું કે આપણે અમુક વાતો જાણતા નથી. દાખલા તરીકે, આપણે જાણતા નથી કે અંત ક્યારે આવશે, એ સમયે યહોવા કઈ રીતે મદદ કરશે અથવા કાલે શું થશે. આપણે એ પણ પૂરી રીતે સમજતા નથી કે યહોવા આપણને કેટલી સારી રીતે ઓળખે છે.—w૨૫.૦૬, પાન ૧૫-૧૮.

કોઈ લેખ કે પ્રવચનથી આપણને કઈ રીતે મદદ મળી શકે?

આપણે પોતાને આ સવાલો પૂછી શકીએ: ‘સાંભળનારાઓને બાઇબલનું સત્ય સમજાવવા કઈ સાબિતી આપવામાં આવી છે? શું એમાં એવો કોઈ દાખલો છે, જે હું બીજાઓને એ સત્ય શીખવતી વખતે વાપરી શકું? આ વિષયમાં કોને કોને રસ પડશે?’—w૨૫.૦૭, પાન ૧૯.

યહોવા દાઉદ સાથે જે રીતે વર્ત્યા એનાથી યહોવાની માફી વિશે શું શીખી શકીએ?

દાઉદે મોટાં મોટાં પાપ કર્યાં હતાં. પણ તેમણે દિલથી પસ્તાવો કર્યો, એટલે યહોવાએ તેમને માફ કર્યા. (૧ રાજા. ૯:૪, ૫) જ્યારે યહોવા માફ કરે છે, ત્યારે તે આપણાં પાપ ભૂલી જાય છે. એનો અર્થ કે તે ફરી કદી એને યાદ નથી કરતા અને એ માટે આપણને ફરી ક્યારેય સજા નથી કરતા.—w૨૫.૦૮, પાન ૧૭.

જો વિદ્યાર્થીને કોઈ મુદ્દો સમજવો અઘરો લાગતો હોય, તો તમે શું કરી શકો?

તમે બાઇબલમાંથી સારી રીતે સમજાવવાની કોશિશ કરી હોય તોપણ કોઈ મુદ્દો સમજવો વિદ્યાર્થીને અઘરો લાગતો હોય તો, આગળ વધી શકો અને ફરી ક્યારેક એ મુદ્દા પર પાછા આવી શકો.—w૨૫.૦૯, પાન ૨૪.

બાઇબલમાં જણાવ્યું છે કે પાપમાં “ભમાવનારી તાકાત” છે. (હિબ્રૂ. ૩:૧૩) કઈ રીતે?

પાપી હોવાને લીધે આપણામાં ખોટાં કામો કરવાની ઇચ્છા જાગે છે. એટલું જ નહિ, એ પાપને લીધે વારંવાર આપણા મનમાં શંકાઓ ઊભી થઈ શકે છે. જેમ કે, યહોવા આપણને પ્રેમ કરે છે કે નહિ એવી શંકા.—w૨૫.૧૦, પાન ૧૬.

કઈ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાથી આપણને વધારે સારી રીતે પ્રાર્થના કરવા મદદ મળી શકે?

(૧) યહોવાના ગુણો પર મનન કરી શકીએ. (૨) હાલની મુશ્કેલી વિશે વિચારી શકીએ અને એ વિશે પ્રાર્થનામાં જણાવી શકીએ, જેમ કે આપણે કોઈને માફ કરવાની જરૂર હોય એ વિશે જણાવી શકીએ. (૩) પ્રાર્થનામાં વધારે સમય આપી શકીએ. એમ કરવાથી યહોવાને વધારે સારી રીતે પોતાની લાગણીઓ જણાવી શકીશું.—w૨૫.૧૦, પાન ૧૯-૨૦.

વૃદ્ધ ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

વૃદ્ધ ભાઈ-બહેનોને મળવા જઈ શકીએ અને ફોન કરી શકીએ. તેઓને ડૉક્ટર પાસે જવાનું થાય, ત્યારે તેઓની સાથે જઈ શકીએ અથવા અલગ અલગ રીતે તેઓ સાથે પ્રચાર કરી શકીએ.—w૨૫.૧૧, પાન ૬-૭.

લગ્‍નપ્રસંગમાં કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી યહોવાને મહિમા મળે છે?

તમારા વિસ્તારમાં લગ્‍ન માટે સરકારના જે નિયમો હોય, એ પાળો. ધ્યાન રાખો કે લગ્‍નપ્રસંગ અને રિસેપ્શનમાં દુનિયાનું વલણ નહિ, પણ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો દેખાઈ આવે. એવાં કપડાં પસંદ કરો કે પોતાના પર વધારે પડતું ધ્યાન ન ખેંચાય અને બાઇબલની વિરુદ્ધ હોય એવા રીતરિવાજોથી દૂર રહો. લગ્‍નની તૈયારીઓ કરતી વખતે સાફ સાફ પણ પ્રેમથી વાત કરો.—w૨૫.૧૨, પાન ૨૧-૨૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો