વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 જૂન પાન ૩૨
  • કલમો કઈ રીતે યાદ રાખવી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કલમો કઈ રીતે યાદ રાખવી?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • કલમ સારી રીતે સમજાવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • અભ્યાસ માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 જૂન પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

કલમો કઈ રીતે યાદ રાખવી?

શું કદી એવું બન્યું છે કે તમને મનગમતી કલમ યાદ આવી ન હોય? કદાચ એવી કલમ જેનાથી તમને દિલાસો મળતો હોય, ખોટા વિચારો સામે લડવા મદદ મળતી હોય અથવા એ તમારે બીજા કોઈને બતાવવી હોય. (ગીત. ૧૧૯:૧૧, ૧૧૧) તમને કલમો યાદ રાખવા મદદ મળે એ માટે ચાલો અમુક સૂચનો જોઈએ.

  • JW લાઇબ્રેરી એપનો ઉપયોગ કરો. “મનગમતી કલમો” નામનું એક ટેગ બનાવો. તમે જે કલમો યાદ રાખવા માંગો છો, એને એમાં મૂકી દો.a

  • તરત નજરે પડે એવી જગ્યાએ કલમ મૂકો. તમે જે કલમ યાદ રાખવા માંગો છો, એને એક કાગળ પર લખી લો. પછી એને એવી જગ્યાએ મૂકો, જ્યાં વારેઘડીએ તમારી નજર પડતી હોય. અમુક લોકો એને અરીસા પર, તો બીજા અમુક લોકો એને ફ્રિજ પર ચોંટાડે છે. બીજા કેટલાક લોકો કલમનો ફોટો પાડી લે છે અને એને પોતાના કોમ્પ્યુટરની કે ફોનની સ્ક્રીન પર મૂકે છે.

  • કાર્ડ બનાવો અને ઉપયોગ કરો. કાર્ડની એક બાજુએ બાઇબલ પુસ્તકનું નામ, અધ્યાય અને કલમ લખો. બીજી બાજુએ કલમના શબ્દો લખો. પછી કલમ પર નજર કરીને કલમના શબ્દો યાદ કરવાની કોશિશ કરો અથવા શબ્દો જોઈને એ કલમ ક્યાંથી લેવામાં આવી છે એ યાદ કરવાની કોશિશ કરો.

a ટેગ વિશે વધારે જાણવા jw.org/gu પર આ વીડિયો જુઓ: સેવાકાર્યમાં સંગઠનની સફળતા—JW લાઇબ્રેરી વાપરવાની ટિપ્સ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો