વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 માર્ચ પાન ૩૨
  • બાઇબલનો અરીસા તરીકે ઉપયોગ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલનો અરીસા તરીકે ઉપયોગ કરો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • આપણી વાણી કેટલી મહત્ત્વની છે?
    સજાગ બનો!—૨૦૧૨
  • દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • તમે કેવા દેખાવ છો એ પર એક નજર
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 માર્ચ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

બાઇબલનો અરીસા તરીકે ઉપયોગ કરો

શિષ્ય યાકૂબે બાઇબલને અરીસા સાથે સરખાવ્યું, જેની મદદથી જોઈ શકીએ કે આપણે અંદરથી કેવા છીએ. (યાકૂ. ૧:૨૨-૨૫) બાઇબલનો અરીસા તરીકે સારો ઉપયોગ કરવા શું કરી શકીએ?

ધ્યાનથી વાંચો. જો આપણે અરીસામાં ફટાફટ જોઈને જતા રહીશું, તો કદાચ જોઈ નહિ શકીએ કે દેખાવમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. એવી જ રીતે, જો ફટાફટ બાઇબલ વાંચી જઈશું, તો પોતાનામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે એ જોઈ નહિ શકીએ. એ જોવા ધ્યાનથી બાઇબલ વાંચવું ખૂબ જરૂરી છે.

બીજાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાના પર ધ્યાન આપો. અમુક વાર કદાચ અરીસામાં આપણને પાછળ ઊભેલા લોકોની છબી દેખાય અને આપણે તેઓમાં ભૂલો શોધવા લાગીએ. એવી જ રીતે, બાઇબલ વાંચતી વખતે કદાચ વિચારીએ કે બીજાઓએ ક્યાં સુધારો કરવાની જરૂર છે. પણ પોતે ક્યાં સુધારો કરવાનો છે એ જોઈ નહિ શકીએ.

વાજબી બનો. જો અરીસામાં બસ પોતાની ખામીઓ જ જોયા કરીશું, તો કદાચ નિરાશ થઈ જઈશું. એવી જ રીતે, બાઇબલ વાંચતી વખતે વાજબી બનવું જોઈએ. પોતાની પાસે વધારે પડતી અપેક્ષા રાખવાને બદલે વિચારવું જોઈએ કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે.—યાકૂ. ૩:૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો