મે ૧૮-૨૪
યશાયા ૬૨-૬૪
ગીત ૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. પ્રેમ અને કરુણા બતાવનાર કુંભાર
(૧૦ મિ.)
ભલે આપણે પોતાની ભૂલોના પરિણામ ભોગવી રહ્યા હોઈએ, તોપણ યહોવા આપણી સાથે કરુણાથી વર્તે છે (યશા ૬૩:૯; cl ૨૫૩-૨૫૪ ¶૭-૯-mwbr)
યહોવા આપણને ભૂલોના પરિણામથી બચાવતા નથી, પણ વફાદાર રહેવા મહેનત કરીએ છીએ ત્યારે તે મદદ કરે છે (w૨૩.૦૮ ૨૮-૨૯ ¶૮-૯)
આપણે પોતાને યહોવાના હાથે ઘડાવા દઈએ. એમ કરીશું તો તે આપણને એવી વ્યક્તિ બનવા મદદ કરશે, જે તેમના માટે કીમતી હોય (યશા ૬૪:૮; w૧૩ ૯/૧૫ ૨૦ ¶૧૫-૧૭)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૬૩:૧૦—આ કલમથી યહોવાની ધીરજ વિશે શું શીખવા મળે છે? (it “દયા” ¶૧૧-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૬૪:૪-૧૨ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. જાણો કે વ્યક્તિને શામાં રસ છે. તેને પૂછો કે ફરી ક્યારે વાત કરી શકાય. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૯ મુદ્દો ૪)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff ૨૫૪ બૉક્સ “શું હું મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવા તૈયાર છું?” તમારો બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બનવા શું કરી શકે, એ વિશે ચર્ચા કરો. (lmd પાઠ ૧૨ મુદ્દો ૩)
ગીત ૩૫
૭. આફત માટે તૈયારી—અણધાર્યા સંજોગો આવે ત્યારે
(૧૫ મિ.) ચર્ચા. આ ભાગ વડીલ લેશે. જો શાખા કચેરી અને વડીલોના જૂથ તરફથી સૂચનો હોય તો જણાવો.
આફતો અને હુલ્લડો કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. આપણે ધાર્યું ન હોય એવા સમયે પણ થઈ શકે છે. (સભા ૯:૧૧) કદાચ આપણે એવી જગ્યાએ રહેતા હોઈએ જ્યાં બહુ કુદરતી આફતો આવતી ન હોય. તોપણ એવું ધારી લેવું ન જોઈએ કે આપણા વિસ્તારમાં ક્યારેય આફત નહિ આવે. (ની ૨૨:૩) આફતો માટે તૈયાર રહેવા તમે શું કરી શકો?
જાહેર જગ્યાઓમાં હો ત્યારે ધ્યાન રાખો કે આસપાસ શું થઈ રહ્યું છે. ભીડભાડવાળી જગ્યા હોય તો ઇમર્જન્સી ઍક્ઝિટ ક્યાં છે એ જોઈ રાખો
કુદરતી આફતો માટે પહેલેથી તૈયારી કરો અને ખાતરી કરો કે ગો બેગમાંa બધી જરૂરી વસ્તુઓ છે કે નહિ. જો લાંબા સમય માટે ઘરમાં રહેવાનું થાય, તો આફતના સમયે કામ લાગતી જરૂરી ચીજવસ્તુઓ ઘરમાં હોય એનું ધ્યાન રાખજો. પહેલેથી નક્કી કરો કે આફત આવે ત્યારે તમે શું કરશો અને જો ઘર છોડવું પડે તો તમે અને તમારા કુટુંબીજનો ક્યાં ભેગા મળશો. તમારાં કુટુંબીજનો અને દોસ્તોનો ફોન નંબર અને સરનામું લઈ રાખો.—g૧૭.૫ ૪
આફત માટે તૈયારી: અણધાર્યા સંજોગો આવે ત્યારે વીડિયો બતાવો. પછી પૂછો:
આફત માટે તૈયારી કરવા વિશે ભાઈ-બહેનોને અગાઉ કેવું લાગતું હતું?
આફત માટે તૈયાર રહેવા તેઓએ કયાં પગલાં ભર્યાં?
તેઓએ પહેલેથી તૈયારી કરીને આજ્ઞા પાળી, એના લીધે તેઓ કઈ રીતે યહોવાની મદદનો હાથ જોઈ શક્યાં?
તેઓને પોતાના અનુભવમાંથી શું શીખવા મળ્યું?
પોતાને પૂછો: ‘આફત માટે પહેલેથી તૈયારી કરીને હું કઈ રીતે યહોવા માટે માન બતાવી શકું?’
આટલું કરો: આ અઠવાડિયે જાહેર જગ્યાએ હો ત્યારે આનો વિચાર કરો, ‘સૌથી નજીકની ઇમર્જન્સી ઍક્ઝિટ ક્યાં છે?’
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૮૬, ભાગ તેરમાં શું છે? અને પાઠ ૮૭
છેલ્લે બે બોલ (૩ મિ.) | અને પ્રાર્થના
a સજાગ બનો! નં. ૫ ૨૦૧૭, પાન ૬ પર આપેલું આ બૉક્સ જુઓ: “શું તમારી પાસે જરૂરી વસ્તુઓ છે?”