વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb25 માર્ચ પાન ૪-૫
  • માર્ચ ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
mwb25 માર્ચ પાન ૪-૫

માર્ચ ૧૭-૨૩

નીતિવચનો ૫

ગીત ૩૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. વ્યભિચારથી દૂર રહો

(૧૦ મિ.)

વ્યભિચાર એક લાલચ છે (ની ૫:૩; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૨)

વ્યભિચાર કરવાથી ખરાબ પરિણામો ભોગવવાં પડે છે (ની ૫:૪, ૫; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૩)

વ્યભિચારથી દૂર રહો (ની ૫:૮; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૬)

આપણી બહેન એક છોકરાને પોતાનો ફોન નંબર આપવાની ના પાડે છે

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૫:૯—વ્યભિચાર કરવાને લીધે આપણે કઈ રીતે “માન-સન્માન” ગુમાવીએ છીએ? (w૦૦ ૭/૧૫ ૨૯ ¶૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ની ૫:૧-૨૩ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપો. jw.org પર બતાવો કે તેના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે. (lmd પાઠ ૬ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ મુલાકાતમાં વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને વધારે જાણવું હતું. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૬ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો. જ્યારે વિદ્યાર્થી પૂછે કે શું ઈસુએ લગ્‍ન કર્યું હતું, ત્યારે તેને શીખવો કે સંશોધન કરીને જવાબ કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૧૧ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫૨

૭. ડેટિંગ કરતી વખતે કઈ રીતે વાણી-વર્તન શુદ્ધ રાખી શકીએ?

(૧૫ મિ.) ચર્ચા.

છોકરો-છોકરી એકબીજાને પસંદ કરે અને વધારે ઓળખવા એકબીજા સાથે સમય વિતાવે, એને ડેટિંગ કહેવાય છે. સામાન્ય રીતે તેઓ એવી જગ્યાએ સમય પસાર કરે છે, જ્યાં થોડા અથવા ઘણા લોકો હોય. તેઓ અમુકને અથવા બધાને જણાવે છે. તેઓ રૂબરૂ, ફોન દ્વારા કે મૅસેજ દ્વારા વાતો કરે છે. ડેટિંગ એક મહત્ત્વનું પગલું છે. એનાથી છોકરો-છોકરી નક્કી કરી શકશે કે તેઓ લગ્‍ન કરશે કે નહિ. લગ્‍નનો વિચાર કરનાર વ્યક્તિ યુવાન કે મોટી ઉંમરના હોય શકે. સાથે સમય પસાર કરતી વખતે તેઓથી કોઈ ભૂલ ન થાય માટે કઈ વાતોનું ધ્યાન રાખી શકે?—ની ૨૨:૩.

મોટી ઉંમરનાં એક ભાઈ અને બહેન ડેટિંગ કરી રહ્યાં છે. એ માટે તેઓ એક રેસ્ટોરંટ સાથે જમી રહ્યાં છે અને વાતો કરી રહ્યાં છે.

લગ્‍ન માટે તૈયારી—ભાગ ૧: શું હું ડેટિંગ માટે તૈયાર છું?—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:

  • જો કોઈ વ્યક્તિ લગ્‍ન માટે તૈયાર ના હોય, તો તેણે કેમ ડેટિંગ ન કરવું જોઈએ? (ની ૧૩:૧૨; લૂક ૧૪:૨૮-૩૦)

  • મમ્મી-પપ્પાએ જે રીતે પોતાની દીકરીને મદદ કરી, એમાંથી તમને શું ગમ્યું?

નીતિવચનો ૨૮:૨૬ વાંચો. પછી પૂછો:

  • વ્યભિચાર તરફ દોરી જાય એવા સંજોગો ટાળવા છોકરો-છોકરી શું કરી શકે?

  • હાથ પકડવો કે ચુંબન કરવું એ લાગણી બતાવવાની અમુક રીતો છે. પણ છોકરા-છોકરીએ શા માટે પહેલેથી એની હદ નક્કી કરવી જોઈએ?

એફેસીઓ ૫:૩, ૪ વાંચો. પછી પૂછો:

  • ફોન પર કે ઑનલાઇન વાતો કરતી વખતે છોકરા-છોકરીએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૪ ¶૧-૬

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો