વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 મે પાન ૨-૩
  • મે ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 મે પાન ૨-૩

મે ૬-૧૨

ગીતશાસ્ત્ર ૩૬-૩૭

ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા”

(૧૦ મિ.)

દુષ્ટોને લીધે આપણે સહેવું પડે છે (ગી ૩૬:૧-૪; w૧૭.૦૪ ૧૦ ¶૪)

‘દુષ્ટ માણસો’ માટે ખાર ભરી રાખવાથી પોતાને જ નુકસાન થાય છે (ગી ૩૭:૧, ૭, ૮; w૨૨.૦૬ ૧૦ ¶૧૦)

યહોવાનાં વચનોમાં ભરોસો રાખવાથી શાંતિ મળે છે (ગી ૩૭:૧૦, ૧૧; w૦૩ ૧૨/૧ ૧૪ ¶૨૦)

એક બહેન પોતાના ફોનમાં સમાચાર જોઈ રહ્યાં છે અને ખૂબ ચિંતામાં છે. તે જુએ છે કે ગુસ્સે ભરાયેલા લોકો વિરોધ કરે છે, એક પોલીસ લાંચ લે છે, સૈનિકો બંદૂકથી ગોળીઓ વરસાવે છે, પાર્કિંગની જગ્યાએ એક હથિયારબંધ માણસ છે, લુટારાઓ વસ્તુઓ ચોરીને જાય છે, રાજકીય ઊથલ-પાથલ મચી છે, તેમજ એક કારનો ઍક્સિડન્ટ થયો છે અને લોકો આજુબાજુ ઊભા છે.

પોતાને પૂછો: ‘શું હું મારફાડ અને ખરાબ કામોના સમાચાર વધારે પડતા જોઉં છું? એના લીધે શું હું વધારે નિરાશ થઈ જઉં છું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૬:૬—યહોવાની સચ્ચાઈ “ઊંચા પર્વતો [અથવા, “ઈશ્વરના પર્વતો,” ફૂટનોટ]” જેવી છે, એ શબ્દોથી ગીતશાસ્ત્રના લેખક શું કહેવા માંગતા હોય શકે? (it-2-E ૪૪૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૩૭:૧-૨૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો, જેણે અગાઉ અભ્યાસ માટે ના પાડી હતી. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

૬. ટૉક

(૫ મિ.) w૧૪ ૯/૧૫ ૨૨—વિષય: શું યહોવાના કોઈ પણ ઈશ્વરભક્તને ક્યારેય ખોરાક-પાણીની અછત નહિ પડે? (ગી ૩૭:૨૫) (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૮

૭. શું તમે ‘આફતના સમય’ માટે તૈયાર છો?

(૧૫ મિ.) ચર્ચા.

કુદરતી આફતો અને માણસોએ સર્જેલી આફતોને લીધે દુનિયા ફરતે આપણાં ઘણાં ભાઈ-બહેનોએ પોતાનું ઘરબાર ગુમાવ્યું છે. એટલું જ નહિ, તેઓએ પોતાનાં સ્નેહીજનોને પણ ગુમાવ્યાં છે. (ગી ૯:૯, ૧૦) ગમે ત્યારે આપણા પર ‘આફત’ આવી શકે છે. એટલે એવી મુશ્કેલીઓ માટે પહેલેથી તૈયાર રહેવું જોઈએ.

આફતના સમયે કામ લાગે એવી ચીજવસ્તુઓ તૈયાર રાખવાનીa સાથે સાથે આફતનો સામનો કરવા બીજું શું કરી શકાય?

  • પોતાનું મન તૈયાર કરો: યાદ રાખો કે આફતો ક્યારે પણ આવી શકે છે. એ આવી પડે ત્યારે તમે શું કરશો, એનો વિચાર કરો. પોતાની ચીજવસ્તુઓને વધારે પડતી વહાલી ન ગણો. આમ, તમને એ સમયે સમજી-વિચારીને પગલાં ભરવાં મદદ મળશે. તમે ચીજવસ્તુઓ બચાવવા વિશે નહિ, પણ પોતાનો અને બીજાઓનો જીવ બચાવવા વિશે વિચારી શકશો. (ઉત ૧૯:૧૬; ગી ૩૬:૯) તેમ જ, તમારે ચીજવસ્તુઓ ગુમાવવી પડે, તોપણ દુઃખમાં ગરક નહિ થઈ જાઓ.—ગી ૩૭:૧૯

  • યહોવા સાથેનો સંબંધ મજબૂત કરો: એ વાત પર ભરોસો મજબૂત કરો કે યહોવા તમારી સંભાળ રાખી શકે છે અને એમ કરવાની તેમની ઇચ્છા પણ છે. (ગી ૩૭:૧૮) પોતાને આ વાત યાદ અપાવતા રહો: ભલે આફતમાં બધી ચીજવસ્તુઓનો નાશ થઈ જાય અને ફક્ત ‘જીવ બચી જાય,’ તોપણ યહોવા પોતાના ભક્તોને દોરશે અને હંમેશાં તેઓને મદદ કરશે.—યર્મિ ૪૫:૫; ગી ૩૭:૨૩, ૨૪

યહોવા પોતાનાં વચનો ચોક્કસ નિભાવશે એવી ખાતરી રાખીએ છીએ ત્યારે, આપણે યહોવાને ‘આફતના સમયે મજબૂત કિલ્લો’ બનાવીએ છીએ.—ગી ૩૭:૩૯.

ચિત્રો: “શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો” વીડિયોનાં દૃશ્ય. ૧. એક ભાઈ બાઇબલ વાંચી રહ્યા છે. ૨. સુનામી વખતે ઉછળતાં મોજાં. ૩. કાળાં તોફાની વાદળો. ૪. પૂરના લીધે લોકો સામાન ઊંચકીને જઈ રહ્યા છે.

શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. પછી પૂછો:

  • આફતના સમયે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે?

  • આફત માટે હમણાંથી તૈયાર રહેવા શું કરી શકીએ?

  • આફતનો ભોગ બનેલા લોકોને કઈ રીતે મદદ કરી શકીએ?

આટલું કરો

  • જ્યારે તમે બાઇબલ વાંચો અને એનો અભ્યાસ કરો, ત્યારે એવી કલમો નોંધી લો જેનાથી તમને અને બીજાઓને દિલાસો મળી શકે છે. તમે ચાહો તો JW લાઇબ્રેરી ઍપમાં એ કલમો માટે એક “ટેગ” બનાવી શકો. એ તમને “વ્યક્તિગત અભ્યાસ” વિભાગમાં જોવા મળશે. એવી કલમોનું લિસ્ટ જોવા jw.org પર આ લેખ જુઓ: “આફત આવી પડે ત્યારે.”

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૯ ¶૮-૧૬

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૨ અને પ્રાર્થના

a સજાગ બનો! નં. ૫ ૨૦૧૭ (હિંદી), પાનાં ૪-૬ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો