યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તમારા પ્રેમ માટે યહોવાનો આભાર માનીએ
થેસ્સાલોનિકા મંડળનાં ભાઈ-બહેનોની પરિસ્થિતિ સારી ન હતી, તોપણ તેઓએ દાન આપીને ઈશ્વરભક્તોને પ્રેમ બતાવ્યો. (૨થે ૧:૩, ૪) આજે પણ યહોવાના સેવકો જ્યાં જરૂર હોય એવા વિસ્તારોનાં ભાઈ-બહેનોને મદદ કરે છે. jw.org પર લેખો વિભાગમાં “તમારા દાન કઈ રીતે વપરાય છે?” એમાં આપેલા લેખોમાં બતાવ્યું છે કે જે ભાઈ-બહેનો મુશ્કેલીઓમાં છે તેઓને દાનથી કઈ રીતે મદદ કરવામાં આવે છે. અમે તમારા પ્રેમ અને ઉદારતાની કદર કરીએ છીએ.
‘તમારા માટે ઈશ્વરનો આભાર માનીએ’ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
• આપણા દાન કયા કયા કામોમાં વપરાય છે?
• જરૂર હોય એવાં ભાઈ-બહેનોને મદદ કરવાની સૌથી સારી રીત કઈ છે?—jw.org પર “बहुतायत से पूरी की गयी घटी” લેખ જુઓ