બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૮-૫૦
મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખી શકીએ
મોટી ઉંમરનાં ભાઈ-બહેનોએ છેલ્લા દિવસો દરમિયાન યહોવાએ કરેલાં અદ્ભુત કામો જોયા છે. (ગી ૭૧:૧૭, ૧૮) એ વિશે તેઓ આપણને જણાવે ત્યારે, યહોવા અને તેમનાં વચનોમાં આપણી શ્રદ્ધા વધે છે. જો તમારા મંડળમાં એવાં ભાઈ-બહેનો હોય તો તેઓને પૂછો,
મુશ્કેલીઓ હોવા છતાં ભક્તિમાં લાગુ રહેવા તેઓને યહોવાએ કઈ રીતે મદદ કરી?
પ્રકાશકોની સંખ્યા વધતી જોઈને તેઓને કેવું લાગે છે?
યહોવાનું સંગઠન બાઇબલની સમજણમાં સુધારો કરે ત્યારે તેઓને કેવું લાગે છે?
યહોવાના સંગઠનમાં થતા ફેરફારો જોઈને તેઓને કેવું લાગે છે?