યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બધી માહિતી મેળવો
જ્યારે તમે બાઇબલનો કોઈ અહેવાલ વાંચો, ત્યારે બધી માહિતીનો વિચાર કરો. તમે જાણવાનો પ્રયત્ન કરો કે કયા સંજોગોમાં એ બનાવ બન્યો હતો. એમાં કોણ કોણ હતું અને તેઓએ જે કર્યું એ શા માટે કર્યું. કલ્પના કરો, એ બનાવ તમારી નજર સામે થઈ રહ્યો છે, તમે એ અવાજ સાંભળી રહ્યા છો, એની સુગંધ લઈ રહ્યા છો અને ત્યાં હાજર રહેલા લોકોની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
બાઇબલ વાંચનને મજેદાર બનાવીએ—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
કયા કારણોને લીધે યુસફ અને તેમના ભાઈઓની વચ્ચે બનતું ન હતું?
કયા કારણોને લીધે યુસફના ભાઈઓએ અમુક વાર વગર વિચારીએ કામ કર્યાં હોઈ શકે?
બાઇબલમાંથી યાકૂબ વિશે આપણને શું જાણવા મળે છે?
મતભેદો થાળે પાડવા યાકૂબે પોતાના દીકરાઓને કયો બોધપાઠ શીખવ્યો?
તમને આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?