યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“આપણા ‘શરીરમાં કાંટો’ હોય તોપણ ભક્તિમાં પાછા ન પડીએ!”
આજે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એમાં કાંટા જેવી ખતરનાક મુશ્કેલીઓ યહોવાના દરેક ભક્તે સહેવી પડે છે. (૨તિ ૩:૧) એવા સંજોગોમાં આપણે કઈ રીતે યહોવા પર આધાર રાખી શકીએ અને હિંમત હાર્યા વગર એ સહી શકીએ? “આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે” વીડિયો જુઓ. ધ્યાન આપો કે તલિતા એલનાશી અને તેનાં મમ્મી-પપ્પાએ એવા સંજોગોમાં શું કર્યું. પછી આ સવાલોના જવાબ આપો:
તલિતાના ‘શરીરનો કાંટો’ શું છે?
બાઇબલનાં કયાં વચનોથી તલિતા અને તેનાં મમ્મી-પપ્પાને હિંમત રાખવા મદદ મળી?
તલિતાના ઑપરેશન પછી તેનાં મમ્મી-પપ્પાએ કઈ રીતે યહોવામાં ભરોસો જાળવી રાખ્યો?
તલિતાના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવા તેનાં મમ્મી-પપ્પાએ કેવાં સાધનોનો ઉપયોગ કર્યો?
તલિતાએ કઈ રીતે બતાવી આપ્યું કે તેના ”શરીરમાં કાંટો” હોવા છતાં યહોવામાં તેની શ્રદ્ધા વધતી જાય છે?
તલિતાના અનુભવથી તમને કેવું ઉત્તેજન મળ્યું?