વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જાન્યુઆરી પાન ૭
  • ‘પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • તેઓ આપણા માટે સખત મહેનત કરે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જાન્યુઆરી પાન ૭
ભાઈઓ મુસાફરી કરીને પાઊલને મળવા આવ્યા ત્યારે તેમણે ઈશ્વરનો આભાર માન્યો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી”

રોમના મંડળને જાણવા મળ્યું કે પાઊલ ત્યાં આવી રહ્યા છે. એટલે અમુક ભાઈઓ ત્યાંથી લગભગ ૬૪ કિલોમીટર મુસાફરી કરીને પાઊલને મળવા ગયા. તેઓનો એ પ્રેમ જોઈને પાઊલને કેવું લાગ્યું? ‘તેઓને જોઈને પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી.’ (પ્રેકા ૨૮:૧૫) પાઊલ જે પણ મંડળમાં જતા ત્યાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા. પણ આ પ્રસંગે પાઊલ કેદી હતા અને ભાઈઓ મળવા આવ્યા ત્યારે તેમને ખૂબ ઉત્તેજન મળ્યું.—૨કો ૧૩:૧૦.

આજે સરકીટ નિરીક્ષકો અલગ અલગ મંડળોની મુલાકાત લઈને ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે. બધા ઈશ્વરભક્તોની જેમ તેઓ પણ ક્યારેક થાકી જાય છે, નિરાશ થઈ જાય છે. તેઓને પણ આપણી જેમ ચિંતાઓ ઘેરી વળે છે. હવે પછી સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની તમારા મંડળની મુલાકાતે આવે ત્યારે તમે શું કરશો? તેઓને પણ હિંમત મળે માટે તમે શું કરશો, જેથી “આપણને અરસપરસ ઉત્તેજન મળે”?—રોમ ૧:૧૧, ૧૨.

  • સરકીટ નિરીક્ષક પ્રચારની સભા ચલાવે છે

    પ્રચારની સભાઓમાં જઈએ. મુલાકાતના અઠવાડિયે ભાઈ-બહેનો ઘણું જતું કરીને મંડળની બધી ગોઠવણોમાં ભાગ લે છે ત્યારે, સરકીટ નિરીક્ષકને ખૂબ ઉત્તેજન મળે છે. (૧થે ૧:૨, ૩; ૨:૨૦) કદાચ તમે એ મહિને સહાયક પાયોનિયરીંગ કરવાનું વિચારી શકો. સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની સાથે પ્રચાર કરવા પૂછી શકો. અથવા તેમને કે તેમના પત્નીને તમારા બાઇબલ અભ્યાસમાં પણ લઈ જઈ શકો. તેમને જુદા જુદા ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવાનું ગમે છે. ભલે તમે સત્યમાં નવા નવા હોવ, અથવા એવું લાગતું હોય કે મને સારી રીતે પ્રચાર કરતા નથી આવડતું, તેઓને તમારી સાથે પ્રચારમાં આવવું ખૂબ ગમશે.

  • એક કુટુંબ સરકીટ નિરીક્ષક અને તેમની પત્નીને મહેમાનગતિ બતાવે છે

    મહેમાનગતિ બતાવો. કદાચ તમે તેઓને રહેવા અથવા જમવા બોલાવી શકો. એનાથી તેઓ તમારો પ્રેમ અનુભવશે. તેઓ તમારી પાસે કોઈ મોટી મિજબાનીની આશા રાખતા નથી.—લુક ૧૦:૩૮-૪૨.

  • સરકીટ નિરીક્ષક વડીલો સાથે સભા ચલાવે છે

    તેમનું માર્ગદર્શન અને સલાહ દિલમાં ઉતારો અને લાગુ પાડો. સરકીટ નિરીક્ષક આપણને પ્રેમથી મદદ કરે છે કે યહોવાની ભક્તિમાં કેવી રીતે વધારે સારું કરી શકીએ. કોઈ વાર તેમણે કડક ઠપકો પણ આપવો પડે. (૧કો ૫:૧-૫) પણ આપણે તેમનું કહેવું માનીને આધીન રહીએ છીએ ત્યારે તેમનું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે.—હિબ્રૂ ૧૩:૧૭.

  • મંડળના ભાઈ-બહેનો સરકીટ નિરીક્ષક અને તેમની પત્નીને કદરના બે બોલ કહે છે

    જણાવો કે તેમની કેટલી કદર કરો છો. સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીને જણાવો કે તેમની મહેનતથી તમને કેવો લાભ થયો છે. તેમને મળો ત્યારે તમે કદરના બે શબ્દો કહી શકો. અથવા, પત્ર કે કાર્ડ લખીને એ જણાવી શકો.—કોલો ૩:૧૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો