વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૭
  • ઈસુ બધા માટે મરણ પામ્યા છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ બધા માટે મરણ પામ્યા છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • મંડળમાં સંપ રાખીએ
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈસુ જેવો સ્વભાવ કેળવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • “આ નાનાઓમાંના” કોઈને આપણાથી ઠોકર ન લાગવા દઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૭
ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છેઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈસુ બધા માટે મરણ પામ્યા છે

ઈસુએ પાપી મનુષ્યો માટે પોતાના જીવની કુરબાની આપી હતી. (રોમ ૫:૮) ચોક્કસ, તેમના એ પ્રેમની આપણે કદર કરીએ છીએ, એને ક્યારેય ભૂલતા નથી. જોકે, કેટલીક વાર એ ભૂલી જઈએ છીએ કે, ઈસુએ ફક્ત આપણા માટે જ નહિ, પણ બધા માટે કુરબાની આપી છે. આપણાં ભાઈ-બહેનો પણ આપણી જેમ જ ભૂલ-ભરેલાં છે. આપણે તેઓને કઈ રીતે ઈસુ જેવો પ્રેમ બતાવી શકીએ? આ ત્રણ રીતોએ: પહેલી, એવાં ભાઈ-બહેનો સાથે પણ મિત્રતા કરીએ, જેઓ બીજા સમાજ કે સંસ્કૃતિના હોય. (રોમ ૧૫:૭; ૨કો ૬:૧૨, ૧૩) બીજી, એવું કંઈ કહીએ કે કરીએ નહિ, જેનાથી કોઈને માઠું લાગે. (રોમ ૧૪:૧૩-૧૫) ત્રીજી, કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે, તેઓને માફ કરવા તૈયાર રહીએ. (લુક ૧૭:૩, ૪; ૨૩:૩૪) જો આપણે આ રીતોએ ઈસુને પગલે ચાલવા સખત મહેનત કરીશું, તો મંડળનાં સંપ અને શાંતિભર્યા માહોલ પર યહોવા આશીર્વાદ વરસાવતા રહેશે.

દિલથી સુંદર બનીએ! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મીકીનું નવું મંડળ તેમને આવકાર આપે છે

    મીકીને શરૂઆતમાં પોતાના મંડળ વિશે કેવું લાગતું હતું?

  • મંડળના ભાઈ-બહેનોથી મીકી જરાક ચિડાઈ ગઈ છે

    તેના વિચારોમાં કઈ રીતે બદલાણ આવ્યું?

  • શિષ્યો ઉગી ગયા તોપણ ઈસુ તેઓની સાથે પ્રેમથી વર્તે છે

    પોતાના વિચારોમાં સુધારો કરવા મીકીને કઈ રીતે ઈસુના દાખલામાંથી મદદ મળી? (માર્ક ૧૪:૩૮)

  • નાનો છોકરો મીકી સાથે અથડાવાથી તેમના કપડાં પર પીણું ઢળે છે તોય તો હસે છે

    ભાઈ-બહેનોના સારા ગુણો તરફ ધ્યાન આપવા નીતિવચનો ૧૯:૧૧ આપણને કઈ રીતે મદદ કરે છે?

મનન માટે સવાલ:

મારી વિરૂદ્ધ કરેલાં અમુક કામો શું મેં હજીયે મનમાં રાખ્યા છે, જે હકીકતમાં મારે નજરઅંદાજ કરી દેવા જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો