બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૨૫-૨૮
યિર્મેયાની જેમ હિંમતવાન બનો
યિર્મેયાએ ચેતવણી આપી કે યરૂશાલેમના હાલ શીલોહ જેવા થશે
એક સમયે કરારકોશને શીલોહમાં રાખવામાં આવ્યો હતો. કરારકોશ યહોવાની હાજરીને રજૂ કરતો હતો
યહોવાએ પલિસ્તીઓને કરારકોશ લઈ જવા દીધો અને એ ક્યારેય શીલોહ પાછો ન આવ્યો
યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યિર્મેયાને મારી નાખવાની ધમકી આપી
યિર્મેયાને યરૂશાલેમ અને એના મંદિર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી હતી, માટે લોકોએ તેમને પકડ્યા
યિર્મેયા હિંમત હાર્યા નહિ અને ત્યાંથી ભાગી ગયા
યહોવાએ યિર્મેયાનું રક્ષણ કર્યું
યિર્મેયાએ હિંમત ગુમાવી નહિ અને યહોવાએ તેમને ત્યજી દીધા નહિ
યિર્મેયાનું રક્ષણ કરવા યહોવાએ હિંમતવાન અહીકામને મોકલ્યા
યહોવાની મદદ અને ઉત્તેજનને લીધે યિર્મેયા ૪૦ વર્ષ સુધી એવો સંદેશો જણાવી શક્યા, જે વિશે લોકોને સાંભળવું ન હતું