ઑક્ટોબર ૨૬નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલનો સંદેશો: ભાગ ૧ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૧૨-૧૫ (૮ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘મૂળ’ ઊંડાં ઉતારો અને “વિશ્વાસમાં દૃઢ થાઓ.”—કોલો. ૨:૬, ૭.
ગીત ૧૯ (143)
૧૦ મિ: નવેમ્બર મહિનાની ઑફર. ચર્ચા. પત્રિકાઓ અને ખુશખબર પુસ્તિકા અથવા બાઇબલ શીખવે છે પુસ્તક આપવા ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારો. એપ્રિલ ૨૦૧૪ આપણી રાજ્ય સેવાના “નવી પત્રિકાની અદ્ભુત ડિઝાઈન!” લેખમાંથી મહત્ત્વના અમુક મુદ્દા ટૂંકમાં જણાવો. તમારા વિસ્તારમાં લાગુ પડતું હોય એવું એક દૃશ્ય બતાવો.
૨૦ મિ: “શું ઈશ્વરનો શબ્દ તમારા જીવનને અસર કરે છે?” ટૉક. ટૂંકી રજૂઆત પછી, jw.org/gu પરથી આ નાટકીય બાઇબલ વાંચન સંભળાવો: “યહોવાહ શિસ્ત આપે ત્યારે નાસીપાસ ન થઈએ.” ઈશ્વરના શબ્દ પર મનન કરવાથી આપણે કઈ રીતે સિદ્ધાંતો પારખી શકીએ અને પોતાના જીવનમાં લાગુ પાડી શકીએ એના પર ભાર આપો. છેલ્લે, jw.org/gu પર આપેલા નાટકીય બાઇબલ વાંચનમાંથી લાભ મેળવવા દરેકને ઉત્તેજન આપો.
ગીત ૭ (46) અને પ્રાર્થના