શીખવવા માટે આપણાં સાધનો
૧. પ્રચારકો કઈ રીતે કુશળ કારીગર જેવા છે?
૧ કારીગર પોતાની સાથે અલગ-અલગ સાધનો રાખે છે. અમુક સાધન ખાસ કામ માટે વપરાય છે. તો બીજા અમુક, મુખ્ય સાધનો તરીકે વારંવાર વપરાય છે. અનુભવી કારીગર હંમેશાં મુખ્ય સાધનોને પોતાની સાથે રાખે છે. તે ખૂબ જ સારી રીતે એ સાધનોને વાપરી શકે છે. આપણી પાસે સૌથી મહત્ત્વનું સાધન કયું છે? એ છે આપણું બાઇબલ, જેનો ઉપયોગ “શિષ્ય” બનાવવાના કામમાં કરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે, પ્રચારકાર્યમાં “શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર” બનીએ. (૨ તીમો. ૨:૧૫) એટલે જ, આપણે “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” બનવામાં કુશળ બનવું જોઈએ. જોકે, આપણી પાસે બીજા અમુક સાધનો છે, જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. સત્ય શીખવવા માટે વપરાતાં એ સાધનોને આપણે કુશળતાથી વાપરતા શીખવું જોઈએ.—નીતિ. ૨૨:૨૯.
૨. સત્ય શીખવવા આપણી પાસે કયાં સાધનો છે?
૨ શીખવવાનાં મુખ્ય સાધનો: આપણી પાસે બાઇબલ ઉપરાંત બીજા કયાં સાધનો છે? સત્ય શીખવવા માટે આપણી પાસે મુખ્ય સાધન છે: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક. વ્યક્તિ સાથે આ પુસ્તકનો અભ્યાસ કર્યા પછી, આપણે તેમને રોજબરોજના જીવનમાં બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવા મદદ કરવી જોઈએ. એમ કરવા તેને ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકમાંથી શીખવી શકાય. એટલે જ, આપણે આ બે સાહિત્યમાંથી શીખવવા કુશળ બનવું જોઈએ. બીજી અમુક પુસ્તિકાઓનો પણ ઉપયોગ કરી શકીએ. બાઇબલ અભ્યાસ શરૂ કરવા મુખ્ય સાધનોમાંથી એક છે, ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા. ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિ સાથે ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરતાં પહેલાં કુટુંબ સુખી બનાવો પુસ્તિકામાંથી અભ્યાસ કરી શકો. પ્રચાર વિસ્તારમાં લોકોને વધારે વાંચતા આવડતું ન હોય અથવા એવી ભાષા બોલે છે જેમાં સાહિત્ય બહુ ઓછું છે કે પછી સાવ નથી, ત્યારે શું? એવા સમયે આપણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાનો ઉપયોગ કરી શકીએ. સંગઠન વિશે વધારે જણાવવા યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? પુસ્તિકાનો ઉપયોગ કરી શકીએ. શિષ્ય બનાવવાના કામમાં વીડિયો પણ મદદ કરે છે. જેમ કે, બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?, કિંગ્ડમ હૉલમાં શું થાય છે?, અને શું ઈશ્વરનું કોઈ નામ છે? આ બધાં સાધનોનો પણ સારી રીતે ઉપયોગ કરતા શીખવું જોઈએ.
૩. આપણી રાજ્ય સેવાના આવનાર અંકો આપણને શું કરવા મદદ કરશે?
૩ આ અમુક સાધનો આપણને સારી રીતે સત્ય શીખવવામાં મદદ કરે છે. એવાં સાહિત્યમાંથી વધુ સારી રીતે શીખવી શકીએ માટે આપણી રાજ્ય સેવાના આવનાર અંકો મદદ કરશે. આપણે આ બધાં સાધનો વાપરવામાં કુશળ બનવું જોઈએ. એમ કરીને, આપણે આ સલાહ લાગુ પાડીએ છીએ: “તારે પોતાને વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.”—૧ તીમો. ૪:૧૬.