દેવશાહી સેવા શાળા સમીક્ષા
એપ્રિલ ૨૭, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના સવાલોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા સવાલની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ સવાલનું સંશોધન કરી શકીએ.
માયાળુ પ્રેમ કોને કહેવાય? આપણે કઈ રીતે ભાઈ-બહેનો પ્રત્યે બતાવી શકીએ? (રૂથ ૧:૧૬, ૧૭) [માર્ચ ૨, w૧૦ ૮/૧ પાન ૨૧, ૨૪ ફકરા ૩, ૧૬]
શા માટે રૂથ એક “સદ્ગુણી સ્ત્રી” તરીકે જાણીતી હતી? (રૂથ ૩:૧૧) [માર્ચ ૨, w૦૫ ૩/૧ પાન ૨૮ ફકરો ૬]
આપણે તકલીફો સહેતા હોઈએ ત્યારે, હાન્નાહના ઉદાહરણમાંથી કઈ રીતે મદદ મળે છે? (૧ શમૂ. ૧:૧૬-૧૮) [માર્ચ ૯, w૦૯ ૧૨/૧ પાન ૧૯ ફકરો ૯]
શું શમૂએલ મંદિરની પરમપવિત્ર જગ્યાએ સૂતો હતો? (૧ શમૂ. ૩:૩) [માર્ચ ૯, w૦૫ ૩/૧૫ પાન ૨૧ ફકરો ૬]
“દુષ્ટ અને હલકા માણસો”એ શાઊલને રાજા માન્યો નહિ ત્યારે, તેણે કંઈ ખોટાં પગલાં લીધા નહિ. એમાંથી આપણે શું શીખી શકીએ? (૧ શમૂ. ૧૦:૨૨, ૨૭, IBSI) [માર્ચ ૨૩, w૦૫ ૩/૧૫ પાન ૨૩ ફકરો ૧]
શાઊલે યહોવાની આજ્ઞા પાળવાને બદલે અર્પણ ચઢાવવાની જે ભૂલ કરી એમાંથી આપણે શું શીખી શકીએ? (૧ શમૂ. ૧૫:૨૨, ૨૩) [માર્ચ ૩૦, w૦૭ ૭/૧ પાન ૧૯ ફકરા ૩-૪]
યહોવા વ્યક્તિના “હૃદય તરફ જુએ” છે, એનાથી કેમ આપણને દિલાસો મળે છે? (૧ શમૂ. ૧૬:૭) [એપ્રિ. ૬, w૧૦ ૪/૧ પાન ૩૧ ફકરો ૭]
નીતિવચનો ૧:૪ પ્રમાણે જીવનમાં મુસીબતો આવે ત્યારે, આપણે શેનો ઉપયોગ કરીએ એવું યહોવા ઇચ્છે છે? (૧ શમૂ. ૨૧:૧૨, ૧૩) [એપ્રિ. ૧૩, w૦૫ ૩/૧૫ પાન ૨૪ ફકરો ૪]
યહોવાએ દાઊદને મોટી ભૂલ કરતા કઈ રીતે રોક્યા? આજે તે આપણા માટે શું કરે છે? (૧ શમૂ. ૨૫:૯-૧૩, ૨૧, ૨૨, ૩૨, ૩૩) [એપ્રિ. ૨૦, w૧૨ ૪/૧ પાન ૩૦ ફકરા ૯-૧૦]
અબીગાઈલે ભૂલ કરી ન હતી તોપણ માફી માંગી. એમાંથી આપણને શું શીખવા મળે છે? (૧ શમૂ. ૨૫:૨૪) [એપ્રિ. ૨૦, w૦૨ ૧૧/૧ પાન ૫ ફકરા ૧, ૪]