ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવીએ
ઈસુ વિશેનું સત્ય કઈ રીતે બીજાઓને જણાવવું એ ખબર હશે તો, આપણો ઉત્સાહ વધશે. ઈસુ ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેમના પર આપણી શ્રદ્ધા ટકે છે. (એફે. ૨:૨૦) તેમના લીધે જ આપણને જીવનની આશા મળી છે. (પ્રે.કૃ. ૪:૧૨) તેથી, ઈશ્વરના હેતુમાં ઈસુની ભૂમિકા બધા લોકો જાણે એ બહુ જરૂરી છે. બાઇબલ આધારિત નથી એવી માન્યતાઓને લીધે ઘણા લોકો ખોટા માર્ગે દોરાયા છે. દુઃખની વાત છે કે, એવા લોકોને ઈશ્વરના આશીર્વાદો મળશે નહિ. કેમ કે, બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓને જ ઈશ્વર આશીર્વાદો આપશે. જો આપણને સત્ય માટે ઉત્સાહ હશે, તો નમ્ર દિલના લોકોને ઈસુ વિશેની ખરી સમજણ આપીશું. તેમ જ, ઈશ્વર સાથે ઈસુનો સંબંધ અને ઈશ્વરના હેતુમાં ઈસુની ભૂમિકા વિશે પણ સમજાવીશું. સ્મરણપ્રસંગના સમયગાળામાં શું તમે ઈસુ વિશેનું સત્ય ઉત્સાહથી જણાવશો?