દેવશાહી સેવા શાળા સમીક્ષા
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
સલોફહાદની દીકરીઓએ કેવો દાખલો બેસાડ્યો? (યહો. ૧૭:૩, ૪) [જાન્યુ. ૫, w૦૮ ૨/૧ પાન ૧૦ ફકરો ૧૦]
યહોશુઆ શા માટે યહોશુઆ ૨૩:૧૪માં જણાવેલા શબ્દો પૂરી શ્રદ્ધાથી કહી શક્યા? અને આપણને પણ કેમ યહોવાના વચનોમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ? [જાન્યુ. ૧૨, w૦૭ ૧૧/૧ પાન ૨૭ ફકરો ૧૯]
દેશનો વારસો લેવા, શા માટે યહુદાહના કુળને પ્રથમ પસંદ કરવામાં આવ્યું? (ન્યા. ૧:૨, ૪) [જાન્યુ. ૧૯, w૦૫ ૧/૧૫ પાન ૨૪ ફકરો ૫]
શા માટે બારાકે પ્રબોધિકા દબોરાહને પોતાની સાથે યુદ્ધભૂમિમાં આવવા આગ્રહ કર્યો? (ન્યા. ૪:૮) [જાન્યુ. ૧૯, w૦૫ ૧/૧૫ પાન ૨૫ ફકરો ૪]
ગિદઓન જે રીતે દૂત સાથે વર્ત્યા એમાંથી આપણને શું શીખવા મળે છે? (ન્યા. ૬:૧૭-૨૨, ૩૬-૪૦) [જાન્યુ. ૨૬, w૦૫ ૧/૧૫ પાન ૨૬ ફકરો ૫]
ગિદઓનની નમ્રતામાંથી આપણે શું શીખી શકીએ? (ન્યા. ૬:૧૧-૧૫; ૮:૧-૩, ૨૨, ૨૩) [ફેબ્રુ. ૨, w૦૫ ૧/૧૫ પાન ૨૬ ફકરો ૪]
પ્રતિજ્ઞા કરીને શું યિફતા માનવ બલિદાન આપવાના હતા? (ન્યા. ૧૧:૩૦, ૩૧) [ફેબ્રુ. ૯, w૦૫ ૧/૧૫ પાન ૨૬ ફકરો ૧]
ન્યાયાધીશો ૧૧:૩૫-૩૭ પ્રમાણે યિફતાની દીકરીને તેના પિતાની માનતા પૂરી કરવા શામાંથી મદદ મળી? [ફેબ્રુ. ૯, w૧૧ ૧૨/૧ પાન ૨૬ ફકરા ૧૫-૧૬]
ઈસ્રાએલમાં જ્યારે કોઈ રાજા ન હતો ત્યારે, ‘પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો હતો,’ તો શું એનાથી અવ્યવસ્થા ન ફેલાઈ? સમજાવો. (ન્યા. ૧૭:૬) [ફેબ્રુ. ૧૬, w૦૫ ૧/૧૫ પાન ૨૭ ફકરો ૮]
બિન્યામીન કુળ સામે બે વાર હારી ગયા હોવા છતાં ઈસ્રાએલીઓ પ્રાર્થનામાં લાગુ રહ્યા. એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? (ન્યા. ૨૦:૧૪-૪૮) [ફેબ્રુ. ૨૩, w૦૫ ૧/૧૫ પાન ૨૭ ફકરો ૯]