જાહેરાતો
◼ ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી કોઈ ૩૨ પાનાની પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો.
◼ ૨૦૧૬ માટે સ્મરણપ્રસંગ બુધવાર, માર્ચ ૨૩ના રોજ રાખવામાં આવ્યો છે.
◼ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવાની મંડળની ગોઠવણ જાન્યુઆરી ૧, ૨૦૧૫થી બંધ થશે. એના બદલે, પ્રકાશકો અન્ય શનિવારની જેમ મૅગેઝિન આપી શકશે. મૅગેઝિન કે બીજું કોઈ સાહિત્ય વાપરીને મહિના દરમિયાન કોઈ પણ સમયે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાશે.