દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑક્ટોબર ૨૭, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
ગણના ૨૧:૫માં જણાવ્યા પ્રમાણે ઈસ્રાએલીઓ કેમ ઈશ્વર અને મુસા વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા? અને એમાંથી આપણને શું ચેતવણી મળે છે? [સપ્ટે. ૧, w૯૯ ૮/૧૫ પાન ૨૬-૨૭]
શા માટે બલઆમ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો? (ગણ. ૨૨:૨૦-૨૨) [સપ્ટે. ૮, w૦૪ ૮/૧ પાન ૨૭ ફકરો ૨]
ગણના ૨૫:૧૧માં જણાવ્યા પ્રમાણે ફિનહાસે કેવું વલણ બતાવ્યું? અને આપણે તેમના જેવું વલણ કઈ રીતે બતાવી શકીએ? [સપ્ટે. ૮, w૦૪ ૮/૧ પાન ૨૭ ફકરો ૪]
મુસાએ કઈ રીતે આપણા માટે નમ્રતાનો સુંદર દાખલો બેસાડ્યો? (ગણ. ૨૭:૫, ૧૫-૧૮) [સપ્ટે. ૧૫, w૧૩ ૪/૧ પાન ૫]
યહોશુઆ અને કાલેબે કઈ રીતે જોરદાર સાબિતી આપી કે વિરોધ થાય, તોપણ આપણે ઈશ્વરના માર્ગે ચાલી શકીએ છીએ? (ગણ. ૩૨:૧૨) [સપ્ટે. ૨૨, w૯૩ ૧૧/૧ પાન ૨૫ ફકરો ૧૩]
કુંવારા ભાઈ-બહેનો કેવી રીતે સલોફહાદની દીકરી જેવા બની શકે? (ગણ. ૩૬:૧૦-૧૨) [સપ્ટે. ૨૯, w૦૮ ૨/૧ પાન ૧૦ ફકરો ૧૦]
ઉત્સાહ ઠંડો પાડી દેતી વાણી અને ફરિયાદી વલણથી ઈસ્રાએલીઓએ કેવું પરિણામ ભોગવ્યું? અને એમાંથી આપણને શું શીખવા મળે છે? (પુન. ૧:૨૬-૨૮, ૩૪, ૩૫) [ઑક્ટો. ૬, w૧૩ ૮/૧૫ પાન ૧૧ ફકરો ૭]
યહોવાના આશીર્વાદો અનુભવવા ઈસ્રાએલીઓએ કઈ બે બાબતો કરવાની હતી? (પુન. ૪:૯) [ઑક્ટો. ૧૩, w૦૬ ૬/૧ પાન ૨૯ ફકરો ૧૫]
ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે કઈ રીતે તેઓનાં કપડાં ઘસાઈ ગયા નહિ અને તેઓના પગ સૂજી ગયા નહિ? (પુન. ૮:૩, ૪) [ઑક્ટો. ૨૦, w૦૪ ૯/૧૫ પાન ૨૫ ફકરો ૯]
ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું હતું કે યહોવાને “વળગી રહો.” એ સલાહ આજે આપણને કઈ રીતે લાગુ પડે છે? (પુન. ૧૩:૪, ૬-૯) [ઑક્ટો. ૨૭, w૦૨ ૧૦/૧૫ પાન ૧૬ ફકરો ૧૪]