જાહેરાતો
◼ જુલાઈ માટે સાહિત્ય ઑફર: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી ૩૨ પાનાની કોઈ પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. ઑગસ્ટ: જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકાની ખાસ ઝુંબેશ. જો ઘરમાલિકને ઇન્ટરનેટ વાપરતા આવડતું ન હોય તો, આમાંથી કોઈ પત્રિકા આપી શકો: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?, જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે?, અને સાચો માર્ગ કયો છે? સપ્ટેમ્બર અને ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો!
◼ મહાસંમેલન કે આંતરરાષ્ટ્રીય સંમેલન પહેલાંના અઠવાડિયાની સભાના કાર્યક્રમમાં અમુક ફેરફાર કરવા જોઈએ જેથી, આપણી રાજ્ય સેવાના ઇન્સર્ટ અને સર્વ મંડળોને મોકલેલા ઑગસ્ટ ૩, ૨૦૧૩ના પત્રમાંથી સંમેલનમાં હાજરી આપતી વખતે સલામતીને લગતા યોગ્ય મુદ્દાઓ અને સૂચનોની ચર્ચા કરી શકો. પ્રચારકાર્યમાં વાપરી શકાય એવા મુદ્દાઓનું પુનરાવર્તન સંમેલનના એક કે બે મહિના પછી મંડળની જરૂરિયાતો ભાગમાં કરી શકાય.