દેવશાહી સેવા શાળા સમીક્ષા
જૂન ૩૦, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
નિર્ગમન ૨૩:૨માં આપેલો સિદ્ધાંત મનોરંજનની પસંદગી કરતી વખતે યાદ રાખવો કેમ મહત્ત્વનો છે? [મે ૫, w૧૧ ૭/૧ પાન ૧૦-૧૧ ફકરા ૩-૭]
વેદી પર યહોવાને બલિદાન ચઢાવતા પહેલાં યાજકે સ્નાન કરવું ખૂબ મહત્ત્વનું હતું. યહોવાના સેવકોને એ આજે શાની યાદ અપાવે છે? (નિર્ગ. ૩૦:૧૮-૨૧) [મે ૧૯, w૯૬ ૭/૧ પાન ૯ ફકરો ૯]
સોનાનું વાછરડું બનાવવામાં શા માટે હારૂનને શિક્ષા ન થઈ? (નિર્ગ. ૩૨:૧-૮, ૨૫-૩૫) [મે ૧૯, w૦૪ ૩/૧૫ પાન ૨૭ ફકરો ૪]
ઈસ્રાએલીઓને અન્ય દેવોની ભક્તિ કરે છે તેઓ સાથે લગ્ન કરવાની મનાઈ હતી. એમાંથી આજના ઈશ્વરભક્તોને લગ્ન અને કોર્ટશીપ વિશે શું શીખવા મળે છે? (નિર્ગ. ૩૪:૧૨-૧૬) [મે ૨૬, w૯૦ ૬/૧ પાન ૧૨ ફકરા ૧૧-૧૩]
બસાલએલ અને આહોલીઆબના અનુભવમાંથી આપણને શું ઉત્તેજન મળે છે? (નિર્ગ. ૩૫:૩૦-૩૫) [મે ૨૬, w૧૦ ૯/૧ પાન ૧૩ ફકરો ૧૩]
પ્રાચીન ઈસ્રાએલમાં પ્રમુખ યાજક પોતાની પાઘડી પર યહોવાને માટે સમર્પણની “પવિત્ર” નિશાની પહેરતા, એ શું યાદ કરાવતું? અને એ નિશાની આપણને સમર્પણ વિશે શું શીખવે છે? (નિર્ગ. ૩૯:૩૦) [જૂન ૨, w૦૧ ૨/૧ પાન ૧૪ ફકરા ૨-૩]
મંડળના કોઈ ભાઈ-બહેને ખોટું કર્યું હોય તો, બીજા ભાઈ-બહેનોની શું જવાબદારી છે? (લેવી. ૫:૧) [જૂન ૯, w૧૨ ૨/૧ પાન ૨૭ ફકરા ૧૫-૧૬]
ઈસ્રાએલીઓના દિવસોમાં શાંતિ માટેના અર્પણોનું શું મહત્ત્વ હતું? અને એ જોગવાઈનો આજે શું અર્થ રહેલો છે? (લેવી. ૭:૩૧-૩૩) [જૂન ૧૬, w૧૨ ૧/૧ પાન ૨૦-૨૧ ફકરા ૧૧-૧૨]
હારૂનના દીકરા નાદાબ અને અબીહૂએ કયું પાપ કર્યું હતું? એમાંથી આપણે શું શીખી શકીએ? (લેવી. ૧૦:૧, ૨, ૯) [જૂન ૨૩, w૦૪ ૫/૧૫ પાન ૨૨ ફકરા ૬-૮]
બાળકને જન્મ આપવાથી શા માટે સ્ત્રી “અશુદ્ધ” બનતી? (લેવી. ૧૨:૨, ૫) [જૂન ૨૩, w૦૪ ૫/૧૫ પાન ૨૩ ફકરો ૧]