એપ્રિલ ૨૧નું અઠવાડિયું
ગીત ૧૪ (117) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૪, ફકરા ૧-૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૧૫-૧૮ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૧૫:૨૦–૧૬:૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પીતર પર ચર્ચ બંધાયું નથી—td ૮ખ (૫ મિ.)
નં. ૩: ગર્ભપાત—જીવન ઈશ્વર તરફથી કીમતી ભેટ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૭ (127)
૧૫ મિ: જેઓ સખત મહેનત કરે છે. (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) બે વડીલોનું ઇન્ટરવ્યૂ લો. મંડળ અને ઈશ્વરની ભક્તિમાં તેઓની બીજી કઈ જવાબદારી છે? નોકરી ધંધાની અને કુટુંબની જવાબદારી ઉપરાંત તેઓ કઈ રીતે આ જવાબદારી નિભાવી શકે છે? સેવાકાર્ય પ્રથમ મૂકવા તેઓ શું કરે છે? કુટુંબીજનો તેઓને કઈ રીતે સાથ સહકાર આપે છે?
૧૫ મિ: શું તમારાં બાળકો તૈયાર છે? સવાલ-જવાબ. આજે સ્કૂલમાં યહોવાના ભક્તો પર કેવી મુશ્કેલીઓ આવે છે, એ વિશે ભાઈ-બહેનોને પૂછો. સમજાવો કે ભક્તિની સાંજે માબાપ કઈ રીતે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અને બીજાં સાહિત્ય વાપરીને બાળકોને લાલચો સામે ટકી રહેવા અને પોતાની માન્યતા વિશે જણાવવાનું શીખવી શકે. (૧ પીત. ૩:૧૫) આપણાં સાહિત્યમાંથી મદદ કરે એવા એકાદ-બે મુદ્દાઓ જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ સ્કૂલમાં હતાં ત્યારે કઈ રીતે સાક્ષી આપી શક્યાં હતાં.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના