જાહેરાતો
◼ માર્ચ અને એપ્રિલ માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. મે અને જૂન: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્નત ક્યાં હશે?, શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ?, યહોવાહ—તે કોણ છે?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને શું આ જગત બચશે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કેવી રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો.
◼ મંગળવાર, માર્ચ ૨૬, ૨૦૧૩ના રોજ સ્મરણપ્રસંગ ઊજવવામાં આવશે. જો તમારું મંડળ મંગળવારે સભા રાખતું હોય, તો કિંગ્ડમ હૉલ પ્રાપ્ય હોય એવા બીજા કોઈ દિવસે એ સભા રાખવી જોઈએ. જો એ શક્ય ન હોય તો એ અઠવાડિયાની મિટિંગ કેન્સલ કરી શકો. વડીલોના સેવક ગોઠવણ કરશે કે સેવા સભામાંથી જે ભાગો તમારા મંડળ માટે વધારે મહત્ત્વના છે, એ એજ મહિને બીજા કોઈ અઠવાડિયાની સેવા સભામાં લઈ શકાય. જે મંડળોમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત હોય તેઓએ મંગળવાર સાંજની સભા એ અઠવાડિયામાં બીજા કોઈ દિવસે રાખવી જોઈએ.
◼ નવું સાહિત્ય મંગાવી શકો:
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ—ડીવીડી —અમેરિકન સાઇન લેંગ્વેજ
સીંગ ટૂ જેહોવા —નેપાળી
બાઇબલનો સંદેશો શું છે? —મણિપુરી
ભગવાનનું સાંભળો —મિઝો, મણિપુરી
‘વૉક બાય ફેઇથ, નૉટ બાય સાઈટ’—ડીવીડી —અંગ્રેજી, તામિલ, નેપાળી, મલયાલમ, હિંદી
લીસન, ઑબે, એન્ડ બી બ્લેસ્ડ—ડીવીડી —અમેરિકન સાઇન લેંગ્વેજ, અંગ્રેજી, કન્નડા, તામિલ, તેલુગુ, નેપાળી, બંગાળી, મરાઠી, હિંદી
ઈશ્વર પાસેથી ખુશખબર!—ડીવીડી —અમેરિકન સાઇન લેંગ્વેજ
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?—ડીવીડી —અમેરિકન સાઇન લેંગ્વેજ
◼ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
ઈશ્વર પાસેથી ખુશખબર! —અંગ્રેજી, કન્નડા, ગુજરાતી, તામિલ, તેલુગુ, નેપાળી, પંજાબી, બંગાળી, મરાઠી, મલયાલમ, મિઝો, હિંદી
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? —અંગ્રેજી, કન્નડા, ગુજરાતી, તામિલ, તેલુગુ, નેપાળી, નીકોબારી, પંજાબી, બંગાળી, મરાઠી, મલયાલમ, મિઝો, હિંદી
જેહોવાઝ વિટ્નેસીસ—ફેઇથ ઇન એક્શન, ભાગ ૨: લૅટ ધી લાઇટ શાઇન—ડીવીડી —અંગ્રેજી