જાહેરાતો
◼ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: ૩૨ પાનની આ પુસ્તિકાઓમાંથી કોઈ પણ વાપરો: સર્વ લોકો માટેનું પુસ્તક, બાઇબલનો સંદેશો શું છે?, જીવનનો હેતુ શું છે—એ તમે કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો પુસ્તિકામાંથી તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.
◼ ૨૦૧૩ સેવા વર્ષના બીજા ભાગ માટે સરકીટ નિરીક્ષકના જાહેર પ્રવચનનો વિષય હશે: ‘બધા રાજ્ય, જાતિ અને ભાષાના લોકો માટે ખુશખબર.’