ડિસેમ્બર ૧૨નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૭ (૨૫ મિ.)
□દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયાહ ૬-૧૦ (૧૦ મિ.)
નં. ૧: યશાયાહ ૬:૧-૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરના પ્રેમમાં કઈ રીતે ટકી રહી શકીએ?—w૦૯ ૮/૧ પાન ૨૯ ફકરા ૩-૫ (૫ મિ.)
નં. ૩: શા માટે પ્રેમ કદી ખૂટતો નથી?—૧ કોરીં. ૧૩:૮; ૧ યોહા. ૪:૮ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૪ (117)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: ૨૦૧૨ માટે દેવશાહી સેવા શાળા. શાળા નિરીક્ષક ટૉક આપશે. મંડળ માટે જરૂરી હોય એવા મુદ્દાઓને ૨૦૧૨ના શેડ્યૂલમાંથી ચર્ચા કરે. ઑગ્ઝિલરી કાઉન્સલરની શું જવાબદારી છે એ જણાવો. દરેકને ઉત્તેજન આપો કે જે પણ ભાગ સોંપવામાં આવ્યો હોય એને પૂરો કરવા બનતી કોશિશ કરે. બાઇબલ હાઇલાઇટ્સમાં જવાબ આપે અને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના સૂચનોને જીવનમાં લાગુ પાડે.
૧૫ મિ: “પ્રચાર કરવા હંમેશા તૈયાર રહીએ.” સવાલ-જવાબ. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે એવા પ્રકાશકનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો જે બધે જ સારી રીતે પ્રચાર કરી શકતા હોય. તેમને પૂછો કે એ રીતે પ્રચાર કરવા પોતે કેવી તૈયારી કરે છે. પછી કોઈ અનુભવ જણાવવાનું કહો.
ગીત ૨૯ (222) અને પ્રાર્થના