જાહેરાતો
▪ ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. નવેમ્બર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે ૩૨ પાનની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો જે તમારી ભાષામાં હોય અને તમારા વિસ્તારના લોકોને વાંચવી વધારે પસંદ હોય. ડિસેમ્બર: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. જો કુટુંબમાં બાળકો હોય તો બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક આપો. જાન્યુઆરી: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય.