દેવશાહી સેવા શાળા સમીક્ષા
સપ્ટેમ્બર ૬થી ઑક્ટોબર ૨૫, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ઑક્ટોબર ૨૫થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. અઝાર્યાહના (ઉઝ્ઝીયાહના) જીવનમાંથી આપણે શું શીખી શકીએ? (૨ રાજા. ૧૫:૧-૬) [w૦૫ ૧૦/૧૫ પાન ૨૫ ફકરો ૧૯]
૨. ૨ રાજાઓ ૧૩:૨૦, ૨૧માં જણાવેલો ચમત્કાર શું એમ બતાવે છે કે આપણે પુરાણી ધાર્મિક ચીજવસ્તુઓની પૂજા કરવી જોઈએ? [w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૩]
૩. શું હિઝ્કીયાહે મિસર સાથે દોસ્તીનો કરાર કર્યો હતો? (૨ રાજા. ૧૮:૧૯-૨૧, ૨૫) [w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૫]
૪. શા માટે યહોવાહને ‘ઘડનાર’ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે? (૨ રાજા. ૧૯:૨૫) [w૯૯ ૮/૧૫ પાન ૧૪ ફકરો ૩]
૫. શા માટે યહોવાહ યહુદાહને ‘ક્ષમા કરવા રાજી ન હતા’? (૨ રાજા. ૨૪:૩, ૪) [w૦૫ ૮/૧ પાન ૧૨ ફકરો ૧]
૬. શા માટે ૧ શમૂએલ ૧૬:૧૦, ૧૧ કહે છે કે દાઊદ યિશાઈનો આઠમો દીકરો હતો, પરંતુ એઝરા કહે છે કે તે સાતમો દીકરો હતો? (૧ કાળ. ૨:૧૫) [w૦૨ ૯/૧૫ પાન ૩૧]
૭. આપણે કેવી રીતે ગિલઆદીઓના ઉદાહરણને અનુસરી શકીએ? (૧ કાળ. ૫:૧૦, ૧૮-૨૨) [w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૭]
૮. લેવી દ્વારપાળો પાસેથી આપણે શું શીખી શકીએ? (૧ કાળ. ૯:૨૬, ૨૭) [w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૮]
૯. દાઊદના શૂરવીરોએ ૩૦૦ માણસોને માર્યા હતા. જ્યારે કે ૨ શમૂએલ ૨૩:૮ કહે છે તેઓએ ૮૦૦ને માર્યા હતા. આ ફરક શા માટે? (૧ કાળ. ૧૧:૧૧) [w૦૫ ૧૦/૧ પાન ૧૦ ફકરો ૩]
૧૦. ૧ કાળવૃત્તાંત ૧૩:૧૧માં જણાવેલા બનાવમાં દાઊદે કઈ ભૂલ કરી? [w૦૫ ૧૦/૧ પાન ૧૧]