જાહેરાતો
▪ મે માટેની સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! એ બંનેની ઑફર કરો. કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મિટિંગમાં નિયમિત આવતા નહિ હોય. તમે એવા રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે તેઓને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક ઑફર કરો અને એમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે પહેલેથી આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું કોઈ પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય, અથવા ૧૯૯૫ પહેલા બહાર પડ્યા હોય એવા પુસ્તક ઑફર કરી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: નીચેની કોઈ પણ ૩૨ પાનની પુસ્તિકા જે સ્ટોકમાં હોય એ આપી શકાય: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, જાગતા રહો!, “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું”, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, પારાદેશ લાવનાર સરકાર, વોટ હેપન્સ ટુ અસ વેન વી ડાય?, જીવનનો હેતુ શું છે—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?, સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટીસફાઈંગ લાઇફ હાઉ ટુ અટેઈન ઇટ અને આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે?
▪ નવું સાહિત્ય મંગાવી શકો:
બાઇબલનો સંદેશો શું છે?—આસામી
વૉચટાવર લાઇબ્રેરી—૨૦૦૯ આવૃત્તિ
નોંધ કરો કે વૉચટાવર લાઇબ્રેરી—૨૦૦૯ આવૃત્તિ ફક્ત મંડળના ભાઈ-બહેનો માટે જ છે. એ મંડળ દ્વારા જ મંગાવવી જોઈએ.