વિષય
ડિસેમ્બર ૧, ૨૦૧૧
સેક્સ વિષે બાઇબલ શું જણાવે છે?
શરૂઆતમાં . . .
૩ બાઇબલના વિચારો જાણવાની કેમ જરૂર છે?
૪ સેક્સ વિષેના ૧૦ સવાલોના જવાબ
૮ બાઇબલના ધોરણો પ્રમાણે કેમ જીવવું?
બીજા લેખો:
૧૦ દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે?
૩૨ ચોકીબુરજ ૨૦૧૧ની વિષયસૂચિ
અભ્યાસ લેખો:
જાન્યુઆરી ૩૦, ૨૦૧૨–ફેબ્રુઆરી ૫, ૨૦૧૨
પાન ૧૪
ગીતો: ૧૩ (113), ૮ (51)
સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી?
ફેબ્રુઆરી ૬-૧૨, ૨૦૧૨
પાન ૧૯
ગીતો: ૧૬ (224), ૬ (43)
ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ?
ફેબ્રુઆરી ૧૩-૧૯, ૨૦૧૨
પાન ૨૪
ગીતો: ૨૮ (221), ૧૯ (143)
અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા
ફેબ્રુઆરી ૨૦-૨૬, ૨૦૧૨
પાન ૨૮
ગીતો: ૨૫ (191), ૧૭ (127)
પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧
બાઇબલમાં અમુક લોકોના અહેવાલ છે, જેઓના દાખલામાંથી બોધ અને ચેતવણી મળે છે. આ લેખમાં આપણે સુલેમાન વિષે જોઈશું, જેમના દાખલામાંથી આપણે બંને બાબતો જોઈ શકીએ છીએ. સારું જીવન જીવવા એ આપણને કેવી રીતે મદદ કરી શકે, એ આ લેખમાં જોઈશું.
અભ્યાસ લેખ ૨
આખા વિશ્વમાં એક શક્તિ છે, જે સૌથી વધારે શક્તિશાળી છે. એ શક્તિ આ દુષ્ટ દુનિયામાં સારું જીવન જીવવા આપણને માર્ગદર્શન આપે છે. પણ સવાલ થાય કે એ શક્તિ શું છે? આપણને શા માટે એના માર્ગદર્શનની જરૂર છે? એ શક્તિનો પૂરો લાભ ઉઠાવવા આપણે શું કરી શકીએ?
અભ્યાસ લેખ ૩, ૪
બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તો પવિત્ર શક્તિથી ભરપૂર થયા હતા. તેઓ પર એ શક્તિએ કઈ રીતે કામ કર્યું? યહોવાહે તેઓને જે રીતે દોરવણી આપી એ વિષે શીખવાથી આપણને ઈશ્વરભક્તિમાં વધારે કરવા ઘણું ઉત્તેજન મળશે.