વિષય
મે ૧, ૨૦૧૧
ઈસુ ક્યાંથી આવ્યા? કેવું જીવન જીવ્યાં? કેમ પોતાનો જીવ આપ્યો?
શરૂઆતમાં . . .
અભ્યાસ લેખો:
જૂન ૨૭, ૨૦૧૧–જુલાઈ ૩, ૨૦૧૧
કુટુંબ તરીકે ઈશ્વરભક્તિમાં ‘જાગતા રહો’
પાન ૧૦
ગીતો: ૨૫ (191), ૮ (51)
જુલાઈ ૪-૧૦, ૨૦૧૧
પાન ૧૪
ગીતો: ૧૭ (127), ૬ (43)
જુલાઈ ૧૧-૧૭, ૨૦૧૧
તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે?
પાન ૧૮
ગીતો: ૧૯ (143), ૧૧ (85)
જુલાઈ ૧૮-૨૪, ૨૦૧૧
‘આહા! ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’
પાન ૨૩
ગીતો: ૧૯ (143), ૯ (53)
જુલાઈ ૨૫-૩૧, ૨૦૧૧
યહોવાહમાં પૂરો ભરોસો રાખવાથી સલામતી મળે છે
પાન ૨૮
ગીતો: ૯ (53), ૧૬ (224)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨
પ્રથમ લેખ સમજાવે છે કે ભક્તિમાં જાગતા રહેવા કુટુંબના દરેક સભ્યની શું જવાબદારી છે. બીજો લેખ બતાવે છે કે આખા કુટુંબની શ્રદ્ધા મજબૂત રાખવા સાદું જીવન જીવવાની જરૂર છે. ભક્તિમાં સારા ધ્યેયો રાખવા જોઈએ અને દર અઠવાડિયે એક સાંજે કુટુંબ તરીકે ભેગા મળીને ભક્તિ કરવી જોઈએ.
અભ્યાસ લેખ ૩
યહોવાહના ભક્તો માટે જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ યહોવાહ હોવા જોઈએ. આ લેખમાંથી આપણે એ વિષે ત્રણ વ્યક્તિના દાખલામાંથી પાઠ શીખીશું: પ્રથમ સ્ત્રી હવા, ઈશ્વરભક્ત અયૂબ અને ઈશ્વરના પુત્ર ઈસુ.
અભ્યાસ લેખ ૪
રૂમીના અગિયારમા અધ્યાયમાં પ્રેરિત પાઊલ એક જૈતુન વૃક્ષનો દાખલો આપે છે. એ વૃક્ષના અલગ અલગ ભાગો શાને રજૂ કરે છે, એ વિષે આ લેખમાં સમજણ આપવામાં આવશે. એ ઉપરાંત આપણે યહોવાહના હેતુ વિષે વધુ જાણી શકીશું. આ બાબતોની તપાસ કરવાથી આપણે જોઈ શકીશું કે યહોવાહની બુદ્ધિ કેટલી અગાધ છે.
અભ્યાસ લેખ ૫
આ લેખમાં ગીતશાસ્ત્રના ૩ અને ૪ અધ્યાયની ચર્ચા કરવામાં આવી છે. આ ગીતો દાઊદે રચ્યાં હતાં. એ સમયે તેમની ઘણી સતાવણી થઈ હતી. જેમ કે તેમના દીકરા આબ્શાલોમે દગો દીધો હતો. આ અધ્યાયો બતાવે છે કે જો આપણે પણ દાઊદની જેમ પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીશું અને પૂરો ભરોસો રાખીશું, તો હિંમતથી સારા પગલાં લઈ શકીશું.