વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૭ પાન ૨૪-પાન ૨૫ ફકરો ૧
  • બાબિલની ઇમારત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાબિલની ઇમારત
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • નૂહનું વહાણ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૭ પાન ૨૪-પાન ૨૫ ફકરો ૧
યહોવા લોકોને અલગ અલગ ભાષા બોલતા કરે છે, પછી તેઓ એકબીજાને સમજી શકતા નથી. એટલે તેઓ બાબિલની મોટી ઇમારત બાંધવાનું છોડી દે છે

પાઠ ૭

બાબિલની ઇમારત

મોટા પૂર પછી નૂહના દીકરાઓને ઘણાં બાળકો થયાં. તેઓનું કુટુંબ વધવા લાગ્યું. યહોવાએ કહ્યું હતું તેમ, તેઓ પૃથ્વીના અલગ અલગ ભાગોમાં રહેવા લાગ્યાં.

પણ અમુક લોકોએ યહોવાનું માન્યું નહિ. તેઓએ કહ્યું: ‘ચાલો આપણે એક શહેર બાંધીએ અને અહીં જ રહીએ. આપણે મોટી ઇમારત બાંધીએ જે આકાશ સુધી પહોંચે. આમ બધા લોકોમાં આપણું નામ મોટું થશે.’

એ લોકો જે કરતા હતા એનાથી યહોવા જરાય ખુશ ન હતા. એટલે યહોવાએ તેઓને રોકવાનું નક્કી કર્યું. તમે જાણો છો યહોવાએ શું કર્યું? યહોવાએ એવું કંઈક કર્યું કે તેઓ અલગ અલગ ભાષા બોલવા લાગ્યા. હવે તેઓ એકબીજાને સમજી શકતા ન હતા. એટલે તેઓએ શહેર બાંધવાનું છોડી દીધું. તેઓ જે શહેર બાંધી રહ્યા હતા, એનું નામ બાબિલ પડ્યું. એનો અર્થ થાય “ગૂંચવણ.” પછી લોકો એ શહેર છોડીને પૃથ્વીના ખૂણે ખૂણે રહેવા લાગ્યા. ત્યાં પણ તેઓ ખરાબ કામ કરતા રહ્યા. શું દુનિયામાં હજુ કોઈ હતું, જે યહોવાને પ્રેમ કરતું હતું? એ વિશે હવે પછીના પાઠમાં જોઈશું.

“ઈશ્વર ઘમંડી લોકોની વિરુદ્ધ છે, પણ નમ્ર લોકો પર તે અપાર કૃપા વરસાવે છે.”—યાકૂબ ૪:૬

સવાલ: બાબિલના લોકોએ શું કર્યું? યહોવાએ તેઓને રોકવા શું કર્યું?

ઉત્પત્તિ ૧૧:૧-૯

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો