વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પાન ૩-૭
  • શું ઈશ્વરની મરજી આ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ઈશ્વરની મરજી આ છે?
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • બાઇબલ શીખવે છે કે ઈશ્વર ધરતી પર આ રીતે સુખ-શાંતિ લાવશે:
  • બાઇબલમાંથી શીખો, આશીર્વાદ પામો
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પાન ૩-૭

શું ઈશ્વરની મરજી આ છે?

તમે કોઈ પણ છાપું વાંચો, ટી.વી. જુઓ કે રેડિયો સાંભળો. જ્યાં જુઓ ત્યાં ગુના, લડાઈ ને આતંકવાદના સમાચાર હશે! તમારી પોતાની તકલીફોનો વિચાર કરો. નોકરી-ધંધો, બીમારી કે સગાં-વહાલાંમાં કોઈ ગુજરી જાય. આ બધાને લીધે દુઃખી દુઃખી થઈ જવાય. તમને ઈશ્વરભક્ત અયૂબ જેવું લાગી શકે. તેમણે કહ્યું: અરેરે, હું તો ‘દુઃખમાં ડૂબી ગયો છું.’—યોબ [અયૂબ] ૧૦:૧૫, સંપૂર્ણ.

તમને આવા સવાલ થયા હશે:

  • શું ઈશ્વરે દુનિયાની આ હાલત કરી છે?

  • હું શું કરું? મને કોણ મદદ કરશે?

  • શું દુનિયામાં કદી સુખ-શાંતિ આવશે?

ઈશ્વર પોતે બાઇબલમાં એના જવાબ આપે છે. એ સાચે જ મનની શાંતિ આપે છે.

બાઇબલ શીખવે છે કે ઈશ્વર ધરતી પર આ રીતે સુખ-શાંતિ લાવશે:

‘ઈશ્વર આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. કોઈ મરશે નહિ. કોઈ શોક નહિ પાળે. સર્વ દુઃખો મટી જશે.’—પ્રકટીકરણ ૨૧:૪

‘લંગડા લોકો હરણની જેમ કૂદશે.’—યશાયા ૩૫:૬

‘આંધળાઓ દેખતા થશે.’—યશાયા ૩૫:૫

ગુજરી ગયેલાને ઈશ્વર જીવતા કરશે.—યોહાન ૫:૨૮, ૨૯

કોઈ એમ નહિ કહે કે ‘હું બીમાર છું.’—યશાયા ૩૩:૨૪

ખોરાકની કોઈ અછત નહિ હોય. બધે જ ‘પુષ્કળ અનાજ પાકશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૬

ઈશ્વરની મરજી પ્રમાણે ધરતી બદલાય છે: ઘરડો માણસ જુવાન થાય છે, આંધળા દેખતા થાય છે અને બીમાર સાજા થાય છે, ગુજરી ગયેલાને ફરી જીવતા કરવામાં આવે છે અને ધરતી પર પુષ્કળ અનાજ છે

બાઇબલમાંથી શીખો, આશીર્વાદ પામો

ચોથા અને પાંચમા પાન પરનાં વચનો જોઈને તમને કેવું લાગે છે? એ બસ મનની કલ્પના જ નથી. ઈશ્વરે એ વચનો આપ્યાં છે. એમ જરૂર થશે! બાઇબલ એના વિશે વધુ જણાવે છે.

બાઇબલ શીખવે છે પુસ્તકનો ઉપયોગ કરીને બે માણસ અભ્યાસ કરે છે

બાઇબલ એ પણ જણાવે છે કે હમણાં આપણે કેવી રીતે સુખી થઈ શકીએ. કદાચ તમને પૈસાની તંગી હોય. કોઈ બીમારી હોય. કે પછી પરિવારમાં કોઈ સગાં-સંબંધીના મોતને લીધે શોકમાં ડૂબેલા હશો. કુટુંબમાં નાની-મોટી બીજી તકલીફો પણ હશે. બાઇબલ એ બધી તકલીફો હિંમતથી સહન કરવા મદદ આપે છે. બાઇબલ આ સવાલોના જવાબ પણ આપે છે:

  • આપણા પર દુઃખો કેમ આવે છે?

  • જીવનની ચિંતાઓ સહેવા શું મદદ કરી શકે?

  • કઈ રીતે કુટુંબ સુખી બની શકે?

  • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

  • આપણે ગુજરી ગયેલાં સગાં-વહાલાંને ફરી જોઈ શકીશું?

  • આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ઈશ્વરનાં વચનો જરૂર પૂરાં થશે?

તમે આ પુસ્તક વાંચો છો, એ જ બતાવે છે કે તમને બાઇબલ વિશે જાણવું છે. એ તમને ઈશ્વરના વિચારો જણાવશે. આ પુસ્તકમાં ફકરાના નંબર પ્રમાણે દરેક પાનને અંતે સવાલો છે. ફકરો વાંચો. પછી સવાલ-જવાબથી ચર્ચા કરો. યહોવાના સાક્ષીઓ સાથે લાખો લોકો આ રીતે બાઇબલમાંથી વધુ શીખે છે. આ પુસ્તકમાંથી તમે પણ જોઈ શકશો કે બાઇબલમાં કેવું અનમોલ સત્ય છે. એનાથી તમને મનની શાંતિ મળશે, ખુશી મળશે. અમારી પ્રાર્થના છે કે ઈશ્વરની કૃપા તમારા પર રહે!

બાઇબલ વિશે જાણકારી

બાઇબલ ૬૬ પુસ્તકો કે પત્રોનું બનેલું છે. દરેકને અધ્યાયો અને કલમોમાં વહેંચી દેવામાં આવ્યા છે, જેથી બાઇબલનો કોઈ પણ ભાગ સહેલાઈથી શોધી શકાય. આ પુસ્તકમાં પણ બાઇબલની કલમો જણાવી છે. બાઇબલના પુસ્તક કે પત્રનું નામ પહેલા આપ્યું છે, પછી અધ્યાય અને છેલ્લે કલમ. દાખલા તરીકે, ‘૨ તિમોથી ૩:૧૬’ એટલે તિમોથીનો બીજો પત્ર, ત્રીજો અધ્યાય અને સોળમી કલમ.

આ પુસ્તકમાં જણાવેલી કલમો બાઇબલમાંથી શોધીને વાંચો. તમે જલદી જ જાણી શકશો કે બાઇબલનું કયું પુસ્તક ક્યાં આવેલું છે. તમે પોતાનું બાઇબલ મેળવી લો અને આજથી જ શરૂ કરો. જો તમે રોજના ત્રણથી પાંચ અધ્યાય વાંચશો, તો એક જ વર્ષમાં આખું બાઇબલ પૂરું કરી લેશો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો