પાઠ ૮
ઈશ્વરના દુશ્મનો કોણ છે?
સૌથી મોટો દુશ્મન. એક દૂત યહોવાની સામો થયો. તેની રગેરગમાં પાપ વહે છે! તેને શેતાન નામ આપવામાં આવ્યું. તે આ જગત પર ઘણા દુઃખો લાવે છે.—યોહાન ૮:૪૪.
શેતાને બીજા દૂતોને પણ બગાડ્યા. તેઓ જંગલી જાનવરની જેમ આપણને ફાડી ખાવા માગે છે. (માથ્થી ૯:૩૨, ૩૩; ૧૨:૨૨) પરંતુ, નજીકમાં જ શેતાન અને તેના જેવા બીજા ખરાબ દૂતોનો યહોવા નાશ કરશે.—પ્રકટીકરણ ૧૨:૧૨.
શેતાન આપણને મોતના મોંમાં લઈ જવા માંગે છે. (પ્રકટીકરણ ૧૨:૯) તે તમને ફસાવવા ઘણી ચાલાકીઓ વાપરે છે. ઘણા લોકોને તેણે પોતાના વશમાં કરી લીધા છે. પરંતુ, શું તમારે યહોવાના આશીર્વાદ જોઈએ છે? શું તમારે હંમેશાં જીવવું છે? તો પછી યહોવાની જ ભક્તિ કરો!