વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • gf પાઠ ૭ પાન ૧૨-૧૩
  • આ વાર્તામાંથી શીખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આ વાર્તામાંથી શીખો
  • સાચા ઈશ્વરને ઓળખો
  • સરખી માહિતી
  • મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • નૂહનું વહાણ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
વધુ જુઓ
સાચા ઈશ્વરને ઓળખો
gf પાઠ ૭ પાન ૧૨-૧૩

પાઠ ૭

આ વાર્તામાંથી શીખો

આ જગતનો અંત આવે ત્યારે પાપી લોકોનો નાશ થશે. ફક્ત સારા લોકો જ બચી જશે. આપણે શા માટે એમ કહી શકીએ? લગભગ ચાર હજાર વર્ષ પહેલાં, આખા જગતમાં લોકો બહુ જ ખરાબ થઈ ગયા હતા. તેઓનો નાશ કરવા માટે યહોવા એક જળપ્રલય લાવ્યા. નુહ ભગવાનનો માણસ હતો. તેનું કુટુંબ પણ ઈશ્વરપ્રેમી હતું. તેઓને પૂરમાંથી બચાવવા માટે, યહોવાએ એક મોટું વહાણ બાંધવાનું કહ્યું.—ઉત્પત્તિ ૬:૯-૧૮.

નુહે સમાજને ચેતવણી આપી: ‘જાગો, તમારો જીવ બચાવો! પૂર આવે છે, જલદી જલદી વહાણમાં આવો!’ પણ કોઈએ નુહનું સાંભળ્યું જ નહિ. તેથી, ફક્ત નુહ અને તેનું કુટુંબ જ વહાણમાં ગયા. તેઓ જાતજાતનાં પશુપક્ષીઓને પણ વહાણની અંદર લઈ ગયા. પછી યહોવા એક મહાપૂર લાવ્યા. ચાળીસ દિવસ સુધી ધોધમાર વરસાદ વરસ્યો અને આખી દુનિયા ડૂબી ગઈ.—ઉત્પત્તિ ૭:૭-૧૨.

નુહ અને તેમનું આખું કુટુંબ બચી ગયું. તેઓએ યહોવાનું કહ્યું માન્યું હતું. (ઉત્પત્તિ ૭:૨૨, ૨૩; ૨ પીતર ૨:૫, ૬, ૯) પણ આપણે આ વર્ષો જૂની વાર્તામાંથી શું શીખી શકીએ?

આજે પાપી લોકો રોગની જેમ ફેલાયા છે. યહોવા થોડા જ સમયમાં તેઓનો પણ નાશ કરશે. નુહની જેમ આજે યહોવાના ભક્તો દરેકને ચેતવણી આપે છે. ઘણા તેઓનું સાંભળતા નથી. આ પાપી જગતના દિવસો હવે ગણાઈ રહ્યા છે.—ગીતશાસ્ત્ર ૯૨:૭.

પૃથ્વીનો નાશ થશે નહિ. આખી પૃથ્વી એક સુંદર બાગ બનશે. પછી ફક્ત યહોવાના ભક્તો જ એના પર હંમેશ માટે જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો