વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૩ પાન ૧૪-૧૫
  • સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • જીવનમાં ખુશી આવશે
  • આજે કામ આવે એવી સલાહ
  • તમારા સવાલોના જવાબ મળશે
  • ઉજ્જવળ ભાવિની આશા
  • શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે
    સજાગ બનો!—૨૦૧૫
  • ઈશ્વર વિશે શીખો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૩ પાન ૧૪-૧૫
અમુક દોસ્તો ઝાડ પર બેઠેલા પક્ષીને જોઈને મજા લઈ રહ્યા છે.

સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?

પુરાવા તપાસ્યા પછી શું તમને ભરોસો થયો કે ઈશ્વર છે? જો તમને ભરોસો થયો હોય તો, એ પણ તપાસીને નહિ જુઓ કે બાઇબલ ઈશ્વરે લખાવ્યું છે કે નહિ? એ જાણવું કેમ જરૂરી છે? જો તમને ભરોસો થઈ જાય કે બાઇબલમાં લખેલી માહિતી એકદમ સાચી છે, તો તમને બહુ જ ફાયદો થશે. ચાલો એ વિશે જોઈએ.

જીવનમાં ખુશી આવશે

બાઇબલમાં લખ્યું છે: ‘ઈશ્વર ભલાઈ બતાવે છે. તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી, ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.’—પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭.

એનો શું અર્થ થાય? આપણે દુનિયામાં જે બધી કુદરતી વસ્તુઓનો આનંદ માણીએ છીએ, એ બધી ઈશ્વર તરફથી ભેટ છે. તમે જાણશો કે ઈશ્વરને તમારા પર કેટલો પ્રેમ છે, ત્યારે તમે એ બધી કુદરતી વસ્તુઓની હજુ વધારે કદર કરશો.

આજે કામ આવે એવી સલાહ

બાઇબલમાં લખ્યું છે: ‘તમને સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય, તમને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.’—નીતિવચનો ૨:૯.

એનો શું અર્થ થાય? ઈશ્વરે આપણને બનાવ્યા છે એટલે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. બાઇબલમાં તેમણે સૌથી સારી સલાહ લખાવી છે. બાઇબલ વાંચશો ત્યારે, તમને જાણવા મળશે કે ખુશ રહેવા શું કરવું જોઈએ.

તમારા સવાલોના જવાબ મળશે

બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.”—નીતિવચનો ૨:૫.

એનો શું અર્થ થાય? ઈશ્વર છે એ જાણવાથી તમને બાઇબલમાંથી ઘણા મહત્ત્વના સવાલોના જવાબ મળશે. જેમ કે, ઈશ્વરે માણસને કેમ બનાવ્યો? આપણા પર દુઃખો કેમ આવે છે? મરણ પછી શું થાય છે?

ઉજ્જવળ ભાવિની આશા

બાઇબલમાં લખ્યું છે: “યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું, પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.’”—યર્મિયા ૨૯:૧૧.

કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે? અને બાઇબલના લેખક કોણ છે? એ વીડિયો જુઓ. પહેલો વીડિયો જોવા jw.org/gu પર સર્ચ બૉક્સમાં “બાઇબલનું શિક્ષણ” ટાઇપ કરો અને બીજો વીડિયો માટે “બાઇબલના લેખક” ટાઇપ કરો.

એનો શું અર્થ થાય? ઈશ્વર વચન આપ્યું છે કે બહુ જલદી તે બધી દુષ્ટતા અને દુઃખ-તકલીફોનો અંત લાવશે. એ વખતે મરણ પણ નહિ હોય. ઈશ્વરના એ વચનો પર જો તમને ભરોસો બેસશે, તો આજની મુશ્કેલીઓમાં પણ તમે ખુશ રહેશો અને હિંમત નહિ હારો.

ઈશ્વરમાં માનવાથી લોકોને કેવો ફાયદો થયો છે?

સૈંડી.

અમેરિકામાં રહેતી સૈંડી કહે છે, “ઈશ્વર હંમેશાં મારી મદદ કરે છે. એ વિશે જ્યારે હું વિચારું છું, ત્યારે હું દંગ રહી જાઉં છું. તેમની પાસેથી મને શીખવા મળ્યું કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. જેમ કે, બીજાઓ સાથે કઈ રીતે સારા સંબંધ રાખી શકું? ઈશ્વરને કઈ રીતે વધારે સારી રીતે ઓળખી શકું?”

એલિસ.

ફ્રાન્સમાં રહેતી એલિસ કહે છે, “હું સર્જનહારમાં માનું છું એટલે બહુ જ ખુશ છું. મારી પાસે તેમના વિશે અને તેમની કરામત વિશે શીખવા માટે ઘણું બધું છે. હું ઈશ્વરને વધારે સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરું છું, સૃષ્ટિમાંથી વધારે શીખું છું અને બાઇબલ વાંચું છું. એટલે મને જરાય કંટાળો આવતો નથી.”

પીટર.

નેધરલેન્ડમાં રહેતા પીટર કહે છે, “ઈશ્વરે બાઇબલમાં જે લખાવ્યું છે એ લાગુ પાડવાથી હું પહેલાં કરતાં વધારે ખુશ રહું છું. હવે હું બીજાઓની ભૂલો શોધવાને બદલે તેમને કઈ રીતે મદદ કરી શકું એ વિશે વિચારું છું અને મદદ કરું છું, એનાથી મને ખુશી મળે છે. મને સારા પિતા બનવા માટે મદદ મળી છે.”

લીઝ.

એસ્ટોનિયામાં રહેતી લીઝ કહે છે, “ઈશ્વરને ઓળખતી થઈ એ પહેલાં હું જીવવા ખાતર જીવતી હતી. હું ખુશ રહેતી ન હતી. બસ હું ખાતી-પીતી, ઊંઘતી અને કામમાં મશગૂલ રહેતી હતી. એ જ મારું જીવન હતું. પણ હવે હું જાણું છું કે જીવન એ ઈશ્વર તરફથી એક કીમતી ભેટ છે. અને તે ચાહે છે કે આપણે ખુશહાલ જીવન જીવીએ. એટલે હવે હું જીવનનો ભરપૂર આનંદ માણું છું.”

એડ્રિયન.

ફ્રાન્સમાં રહેતા એડ્રિયન કહે છે, “હું નાની નાની વાતોની બહુ ચિંતા કરતો. પણ હું જાણું છું કે દુષ્ટતા, અન્યાય અને દુઃખ-તકલીફોનો બહુ જલદી જ અંત આવશે. એ જાણીને મને સારું લાગે છે.”

બાઇબલમાં જીવનના મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા છે. એ વિશે વધારે જાણવા માટે બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?—આખો વીડિયો જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો