વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 જાન્યુઆરી પાન ૩૧
  • જો જો જાહેરાતોની જાળમાં ફસાતા નહિ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જો જો જાહેરાતોની જાળમાં ફસાતા નહિ!
  • સજાગ બનો!—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • માબાપ શું કરી શકે જેથી બાળકો કોઈ પણ ઍડ્‌વર્ટાઇઝ જોઈને લલચાઈ નહિ? પોલૅન્ડનું મૅગેઝિન જણાવે છે કે ‘માબાપે બાળકને સમજાવવું જોઈએ કે મોંઘી મોંઘી વસ્તુઓ પહેરવાથી કંઈ લોકો તમને માન નહિ આપે.’ માબાપે બાળકને એ પણ શીખવવું જોઈએ કે નવાં નવાં રમકડાં વગર પણ રમવાની મજા આવી શકે. માબાપે જાણવું જોઈએ કે ઍડ્‌વર્ટાઇઝ તેઓના બાળકોને કેવી રીતે લલચાવે છે. આના વિષે સાઇકોલૉજિસ્ટ જોલાનતા કહે છે કે ‘જે ઍડ્‌વર્ટાઇઝ બાળક જુએ છે એ માબાપે પણ જોવી જોઈએ. આ રીતે માબાપ પોતે નક્કી કરી શકશે કે એ વસ્તુ બાળક માટે જરૂરી છે કે નહિ.’
  • સમજાવટની
    સજાગ બનો!—૧૯૯૮
  • તમારા બાળકોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૯
g09 જાન્યુઆરી પાન ૩૧

જો જો જાહેરાતોની જાળમાં ફસાતા નહિ!

પોલૅન્ડના સજાગ બનો!ના લેખક તરફથી

“આ પહેરશો તો તમે હીરો જેવા બની જશો. અરે મિત્રો તમારી વાહ-વાહ કરશે . . . આજે જ ખરીદો!” ટીવી પર આ ઍડ્‌વર્ટાઇઝ જોઈને એક બાળક તરત પપ્પા પાસે દોડી જાય છે. અને જીદ કરે છે “પપ્પા-પપ્પા, મને એ લાવી આપો ને!”

◼ જ્યારે બાળકો જીદ કરે કે રડે ત્યારે અમુક માબાપ કંટાળીને એ વસ્તુઓ લાવી આપે છે. શા માટે ઍડ્‌વર્ટાઇઝમાં બતાવેલી વસ્તુઓ જ બાળકોને જોઈએ છે? એ વિષે પોલૅન્ડનું એક મૅગેઝિન જણાવે છે કે ‘બાળકોને એવી વસ્તુઓ જોઈતી હોય છે, કેમ કે એ તેમના મિત્રો પાસે પણ હોય છે. તેઓને લાગે છે કે આ વસ્તુઓ તેમની પાસે હશે તો મિત્રોમાં તેમનો વટ પડી જશે.’

ઍડ્‌વર્ટાઇઝ વિષે એક સાઇકોલૉજિસ્ટ જોલાનતા વૉસ કહે છે, ‘બાળકોની ઍડ્‌વર્ટાઇઝમાં બતાવવામાં આવતું નથી કે વસ્તુ કેટલી મોંઘી છે. ક્વૉલિટી કેવી છે, જીવનમાં કામ આવશે કે નહિ. પણ એ રીતે બતાવવામાં આવે છે કે જેથી એ જોઈને બાળક લલચાઈ જાય. અને મોટા ભાગના બાળકો વિચારી શકતા નથી કે શું સાચું ને શું ખોટું.’

માબાપ શું કરી શકે જેથી બાળકો કોઈ પણ ઍડ્‌વર્ટાઇઝ જોઈને લલચાઈ નહિ? પોલૅન્ડનું મૅગેઝિન જણાવે છે કે ‘માબાપે બાળકને સમજાવવું જોઈએ કે મોંઘી મોંઘી વસ્તુઓ પહેરવાથી કંઈ લોકો તમને માન નહિ આપે.’ માબાપે બાળકને એ પણ શીખવવું જોઈએ કે નવાં નવાં રમકડાં વગર પણ રમવાની મજા આવી શકે. માબાપે જાણવું જોઈએ કે ઍડ્‌વર્ટાઇઝ તેઓના બાળકોને કેવી રીતે લલચાવે છે. આના વિષે સાઇકોલૉજિસ્ટ જોલાનતા કહે છે કે ‘જે ઍડ્‌વર્ટાઇઝ બાળક જુએ છે એ માબાપે પણ જોવી જોઈએ. આ રીતે માબાપ પોતે નક્કી કરી શકશે કે એ વસ્તુ બાળક માટે જરૂરી છે કે નહિ.’

બાઇબલ પણ માબાપને સારી સલાહ આપે છે. એમાં જણાવે છે કે “ભૂંડી ઇચ્છાઓ, આંખોની લાલસા અને દરેક પ્રકારનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી છે.”—૧ યોહાન ૨:૧૫, ૧૬, IBSI.

એ બાઇબલનો વિચાર વાંચીને તમને લાગતું નથી કે ઍડ્‌વર્ટાઇઝમાં બતાવેલી વસ્તુ આપણી ‘આંખોને લલચાવે છે?’ ઍડ્‌વર્ટાઇઝ એ રીતે બતાવવામાં આવે છે, જેથી આપણને એ વસ્તુઓ ખરીદીને દેખાડો કરવાનું મન થાય. પણ બાઇબલ જણાવે છે કે ‘જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે પરમેશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.’—૧ યોહાન ૨:૧૭.

પરમેશ્વરની ઇચ્છા એટલે કે તેમના નીતિ-નિયમો પાળવા માબાપ બાળકને કેવી રીતે મદદ કરી શકે? માબાપ બાળકો સાથે સારો સમય વિતાવી શકે. બાળકોમાં પરમેશ્વરના ગુણો કેળવવા મદદ કરી શકે. (પુનર્નિયમ ૬:૫-૭) આમ કરવાથી બાળક કોઈ પણ લાલચમાં સહેલાઈથી ફસાશે નહિ. અરે લોભામણી ઍડ્‌વર્ટાઇઝ જોઈને એ વસ્તુની જીદ નહિ કરે. (g08 12)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો